• Gujarati News
 • Utility
 • The Game Is Being Played With Life In The Lure Of Discounts, Without A Prescription

ઓનલાઈન દવાઓ વેચવા પર હાઈકોર્ટે ફટકારી નોટિસ:ડૉક્ટર વગર જ બની રહ્યું છે પ્રિસ્ક્રિપ્શન, ડિસ્કાઉન્ટની લાલચમાં જિંદગી સાથે રમાઈ રહી છે રમત

7 મહિનો પહેલા

શું તમે ફૂડ અને કપડાંની જેમ ડિસ્કાઉન્ટ મેળવવા માટે દવાઓની પણ ઓનલાઈન ખરીદી તો નથી કરતાં ને? જો આ પ્રશ્નનો જવાબ હા, છે તો તમારે તેની સાથે જોડાયેલાં આ મહત્વપૂર્ણ સમાચાર જાણવા ખૂબ જ જરુરી છે. ગુજરાત હાઈકોર્ટે દવાઓ અને શિડ્યુલ્ડ દવાઓ (ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન વિના તમે જે દવાઓ ખરીદી ન શકો તેને શિડ્યુલ્ડ દવાઓ કહેવામાં આવે છે) ના ઓનલાઈન વેચાણ સામે રિટ અરજી પર નોટિસ ફટકારી છે.

જસ્ટિસ એ.એસ. સુપેહિયાએ તેના સૂચનમાં કહ્યું-
આ કિસ્સામાં, કેન્દ્ર અને રાજ્યના સંબંધિત અધિકારીઓ, અરજદાર (જેમણે ઓનલાઇન દવાઓના વેચાણ સામે કોર્ટનો સંપર્ક કર્યો છે) ની તમામ દલીલો સાથે ડીલ કરવા માટે એક સોગંદનામું (Affidavit) દાખલ કરે.

ઓનલાઇન દવા ખરીદતાં ગ્રાહકોએ સાવચેત રહેવું જોઈએ કારણ કે ...

 • ઈ-ફાર્મસી કંપનીઓ, ગ્રાહક અને કર્મચારી વચ્ચે કોલ પર વાતચીત કરાવીને પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરે છે.
 • ડૉક્ટરની સલાહ અને મેડિકલ રિપોર્ટ જોયા વગર પણ ગ્રાહકો માટે દવાઓનું પ્રિસ્ક્રીપ્શન તૈયાર થઈ જાય છે.
 • ઈ-ફાર્મસી પાસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક ઍક્ટ, 1940ની કલમ-18 હેઠળ જરૂરી લાયસન્સ પણ નથી.
 • કેટલીક દવાઓ એવી પણ છે, કે જેને ઈ-ફાર્મસીઓ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે. આવી દવાઓ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ સરળતાથી ખરીદી શકે છે.
 • ઈ-ફાર્મસીઓ કોઈપણ જાતની મંજૂરી વગર શિડ્યુલ્ડ દવાઓનું ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે.
 • ઉપરોક્ત દર્શાવેલાં તમામ દાવાઓ અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવ્યા છે. અરજદારના વકીલે અપીલ કરી છે, કે દવાના આ રીતના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે નહીં તો તેની લોકોના જીવન પર ખરાબ અસર પડી શકે છે.

જો તમે પણ ઓનલાઇન દવાઓ મગાવો છો તો ડ્રગ્સ કંટ્રોલ મીડિયા સર્વિસીસના સી.બી.ગુપ્તા પાસેથી જાણો કે આ સમયે તમારે કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ.

નીચેનાં ગ્રાફિક્સમાં વાંચો

માત્ર એક અરજદાર જ નહીં, પરંતુ થોડાં સમય પહેલાં કોન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ ઈ-ફાર્મસી પર લગામ લગાવવાની માગ કરી હતી.

ઓનલાઈન દવાઓ વેચતી વેબસાઈટ્સ પર CAITએ આરોપ લગાવ્યો હતો, કે તેઓ ખોટી રીતે નકલી અને ભેળસેળવાળી દવાઓ વેચી રહ્યા છે, જે ખોટું છે અને આના પર રોક લગાવવી જોઈએ. CAITના જણાવ્યા મુજબ,

 • ઈ-ફાર્મસીના નામે આ ઓનલાઈન કંપનીઓ એવી દવાઓ પણ વેચી રહી છે જેની મંજૂરી નથી.
 • ભારતમાં ઘણી વિદેશી અને સ્થાનિક કોર્પોરેટ કંપનીઓ ઓનલાઇન ફાર્મસીઓમાંથી દવાઓ વેચતી વખતે નિયમોને ખુલ્લેઆમ તોડી રહી છે.

જે લોકો ઘરેબેઠાં ઓનલાઈન દવાઓ મગાવી છે, તેઓ સરળતાથી કેટલીક મહત્વની બાબતોની તપાસ કરીને જાણી શકે છે કે દવાઓ યોગ્ય છે કે નહીં.

નીચેના ગ્રાફિક્સમાં વાંચો મહત્વની વાતો

ઉપર જણાવેલી બધી વાતો વાંચીને તમારા મનમાં પ્રશ્ન જરૂર ઉભો થયો હશે કે શું ઓનલાઈન દવાઓ ન ખરીદવી જોઈએ?

મેક્સ વૈશાલીના મેડિસિન વિભાગના ડૉ. પંકજાનંદ ચૌધરીના જણાવ્યા મુજબ દવાઓ ઓનલાઇન મગાવવામાં કોઈ નુકસાન નથી, પરંતુ તે ઓથેન્ટિક કેટલી છે તે ખાસ તપાસવું જોઈએ. જે વેબસાઈટ પરથી તમે દવાઓ મગાવી રહ્યા છો, તે વેબસાઈટ રજિસ્ટર્ડ છે તો ઓનલાઈન દવાઓ મગાવવામાં કોઈ તકલીફ નથી.

જે લોકો ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવાઓ મગાવે છે તેને સસ્તી દવાઓ ક્યાંથી મળી શકે?

 • આજકાલ મેડિકલ સ્ટોર્સ વધુ વેચાણ માટે 15% થી 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે, તેથી એવી દુકાન પસંદ કરો જે તમને વધુ ડિસ્કાઉન્ટ આપે.
 • સરકારી હોસ્પિટલમાંથી તમે સસ્તી દવાઓ લઈ શકો છો.
 • મેડિકલ સ્ટોરમાં પણ બે પ્રકારની દવાઓ છે, એક બ્રાન્ડેડ દવા અને એક જેનેરિક દવા. તમે જેનેરિક દવાઓ લઈ શકો છો.
 • સરકારે દરેક જિલ્લામાં સસ્તી દવાઓ માટે જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે, જ્યાંથી તમે સસ્તી દવાઓ લઈ શકો છો.
 • કેન્દ્ર સરકારની અમૃત ફાર્મસીમાંથી પણ સસ્તી અને સારી ગુણવત્તાની દવાઓ લઈ શકો છો.

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જન ઔષધિ કેન્દ્ર કેવી રીતે શોધવું?

ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવઃ દેશમાં અત્યાર સુધીમાં 600થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમે ગૂગલમાં સર્ચ કરીને જાણી શકો છો કે તમારા ઘરની નજીક કયું જન ઔષધિ કેન્દ્ર છે.

જેનેરિક દવાઓ યોગ્ય છે કે નહીં?

ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવ- જન ઔષધિ અભિયાન, સરકારે લોકોને જાગૃત કરવા માટે શરૂ કર્યું છે. તેનો હેતુ લોકોને એ સમજાવવાનો છે કે જેનેરિક દવાઓ સસ્તી છે, પરંતુ તેમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી.

નોંધ : કોઈપણ સૂચન અપનાવતાં પહેલાં તમારે તમારાં ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ અને તેમની સલાહ બાદ જ દવાઓનો ઓનલાઈન ઓર્ડર કરો અને પછી સારવાર શરૂ કરો.