તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Fourth Series Of Sovereign Gold Bonds Will Start From July 12, 1 Gram Of Gold Will Be Available At Rs 4,807, Here Are The Special Things Related To It.

સોનામાં રોકાણની સોનેરી તક:સોવરેન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝ 12 જુલાઈથી શરૂ થશે, 1 ગ્રામ સોનું 4,807 રૂપિયામાં મળશે, અહીં જાણો તેનાથી સંબંધિત ખાસ બાબતો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ 2021-22ની ચોથી સિરીઝનું વેચાણ 12 જુલાઈથી શરૂ થશે જે 16 જુલાઈ સુધી ચાલુ રહેશે. સરકારે તેના માટે ગ્રામ દીઠ ભાવ 4,807 રૂપિયા નક્કી કર્યો છે. જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે, તેમને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

માર્કેટમાં ગોલ્ડ બોન્ડ કરતા સસ્તુ સોનું
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશનની વેબસાઈટના અનુસાર, 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 47,863 રૂપિયા પહોંચી ગયો છે. એટલે કે સોવરેન બોન્ડનો ભાવ આ વખતે સોના કરતાં થોડો વધારે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં 10 ગ્રામ સોનાની કિંમત 48,070 રૂપિયા છે. જો કે આ અંતર ઘણું ઓછું છે.

કયા આધારે બોન્ડના ભાવ નક્કી કરવામાં આવે છે?
રિઝર્વ બેંકે તેની નોટિફિકેશનમાં કહ્યું હતું કે, બોન્ડની નોમિનલ વેલ્યુ સબસ્ક્રિપ્શનવાળા સપ્તાહના છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસો એટલે કે 7થી 9 જુલાઈની વચ્ચે 999 પ્યોરિટીવાળા સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. સોનાની સિમ્પલ એવરેજ ક્લોઝિંગ પ્રાઈઝ ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ની છે.

6 સિરીઝમાંથી 3 સિરીઝ જાહેર થઈ ગઈ છે
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે 6 હપ્તામાં જાહેર કરવામાં આવશે. તેમાંથી 3 સિરીઝ જાહેર થઈ ગઈ છે. સોવરેન ગોલ્ડ બોન્ડનની પહેલી સિરીઝ 17થી 21 મે, બીજી 24થી 28મે અને ત્રીજી સિરીઝ 31 મેથી 4 જૂન સુધી ચાલી હતી. પહેલી સિરીઝમાં ગ્રામ દીઠ સોનાનો ભાવ 4,777 હતો, બીજી સિરીઝ માટે ગ્રામ દીઠ 4,842 રૂપિયા હતો અને ત્રીજી સિરીઝ માટે ગ્રામ દીઠ 4,889 રૂપિયા નક્કી કરવામાં આવ્યા.

જો તમે તેમાં રોકાણ કરવા જઈ રહ્યા છે તો પહેલા સમજો સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું હોય, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે SEBIના અધિકૃત બ્રોકરને ઇશ્યુ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતામાં જમા થઈ જાય છે. એટલે કે 48,070 રૂપિયાના રોકાણ પર દર વર્ષે 1,215 રૂપિયા અને 8 વર્ષમાં કુલ 10,630 રૂપિયા વ્યાજ તરીકે મળશે. જો કે, તેના પર સ્લેબના હિસાબથી ટેક્સ ચૂકવવો પડશે.

આ સિરીઝમાં મહત્તમ કેટલું રોકાણ કરી શકાય છે?
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. જેની કિંમત 1.92 કરોડ રૂપિયા છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે. એટલે કે વધુમાં વધુ 9.61 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

8 વર્ષનો તેનો મેચ્યોરિટી પિરિઅડ હોય છે
બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે, પરંતુ રોકાણકારોને 5 વર્ષ બાદ બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે પૈસા ઉપાડવા માગો છો તો 5 વર્ષ બાદ ઉપાડી શકો છો. NSEના અનુસાર, લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ આ સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરી શકાય છે. તે સિવાય આ બોન્ડ NSE પર ટ્રેડ પણ કરે છે.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહીં
સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે. આ સાથે જ તેને ડીમેટ રૂપમાં રાખવામાં આવી શકે છે, જે એકદમ સુરક્ષિત છે અને કોઈ ખર્ચ પણ નથી થતો.

કેટલો ટેક્સ આપવો પડે છે
સોવરેન 8 વર્ષની મેચ્યોરિટી પિરિયડ પછી તેના લાભ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તેના લાભ પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) ટેક્સ લાગે છે. LTCG પર 20.80% ટેક્સ લાગે છે. તેમાં સેસ પણ સામેલ છે.

તેને સરળતાથી ખરીદી શકાય છે

  • ગોલ્ડ ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે.
  • તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડિમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવશે.
  • પહેલી સિરીઝમાં રોકાણ કરવા પર તમારા ડિમેટ અકાઉન્ટમાં 25મેના રોજ ગોલ્ડ બોન્ડ ડિપોઝિટ થશે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે
RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બોન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

આ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL),પસંદગીના ડાકઘરો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) દ્વારા વેચવામાં આવશે.

તેમાં રોકાણ કરવું કેટલું યોગ્ય?
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, જો તમે ગોલ્ડમાં રોકાણ કરવા માગો છો તો આ સમય યોગ્ય હોઈ શકે છે કેમ કે કોરોના મહામારીની વચ્ચે આવનાર સમયમાં તે સારું રિટર્ન આપી શકે છે. તેમના અનુસાર, છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સોનાએ સરેરાશ દર વર્ષે 10થી 11% રિટર્ન આપ્યું છે. લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરવું ફાયાદાકારક રહેશે.

સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક
ભલે તમને સોનામાં રોકાણ કરવાનું પસંદ હોય પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ જ કરવું જોઈએ. એક્સપર્ટના અનુસાર કુલ પોર્ટફોલિયોના માત્ર 5થી 10% જ સોનામાં રોકાણ કરવું જોઈએ. કોઈ મુશ્કેલીના સમયમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા લાવી શકે છે અને લાંબા ગાળે તે તમારા પોર્ટફોલિયોના રિટર્નને ઘટાડી શકે છે.