કોરોના વાઇરસના કારણે ઘણી પરીક્ષાઓ મુલતવી રાખવામાંઆવી હતી. પરંતુ હવે જ્યારે લોકડાઉનમાં ધીમે-ધીમે છૂટછાટ અપાતી જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇને પણ સરકાર દ્વારા નિર્ણયલો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા 45,000 હાયર સેકન્ડરી સંસ્થાઓ સાથે લાઇવ વાતચીત કરી. આ દરમિયાન મંત્રીએ વિવિધ કોલેજોના શિક્ષકો અને પ્રોફેસરોના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ વેબિનાર દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી. જેમાં તેમણે માહિતી આપી કે, કોલેજમાં અભ્યાસ કરતા ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
ફર્સ્ટ-સેકન્ડ યરના સ્ટુડન્ટ્સને પ્રમોશન
રમેશ પોખરિયાલ નિશંકે સાથે એમ પણ જણાવ્યું કે, કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. તેમજ, પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત, એમ પણ કહ્યું કે, જો કોરોના વાઇરસને કારણે સ્થિતિમાં સુધારો થવાને કારણે જુલાઈ સુધી પરીક્ષાઓ લેવામાં ન આવે તો પરીક્ષાઓનું નવું શિડ્યુલ પછી બહાર પાડવામાં આવશે. તેમજ, પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નહીં થાય. પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના અગાઉના અકેડેમિક રેકોર્ડના આધારે પાસ કરવામાં આવશે. જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને 50% ઇન્ટરનલ માર્ક્સ અને 50% અગાઉના સેમિસ્ટરના રિઝલ્ટ પર પાસ કરાશે.
CBSEના વિદ્યાર્થીઓને નવી સુવિધા આપવામાં આવી
અગાઉ પણ કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક અનેક વખત લઇન આવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અનેક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. અનેક મહત્ત્વની પરીક્ષાઓની તારીખોની પણ જાહેરાત કરી. કોરોના વાઇરસને કારણે માત્ર વ્યવસાય જ નહીં પરંતુ શિક્ષણને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં મંત્રી વિદ્યાર્થીઓના હિતમાં સતત મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, જે વિદ્યાર્થીઓ લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યો અથવા જિલ્લામાં ગયા છે તેઓ ત્યાં રહીને CBSE બોર્ડની પરીક્ષા આપી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.