તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Family Is Responsible For Preserving The Person's Support, Pen, Water ID And Passport After Death; Find Out What Happens Here

કામની વાત:વ્યક્તિના મૃત્યુ બાદ તેનું આધાર, પેન, વોટર ID અને પાસપોર્ટને સાચવવાની જવાબદારી પરિવારની હોય છે; અહીં જાણો તેનું શું થાય છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં ઘણા લોકોએ પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે. આપણા દેશમાં અત્યાર સુધી 3.45 લાખ લોકોએ કોરોના મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. ઘણા લોકોને એ નથી ખબર કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના ડોક્યુમેન્ટ્સ જેમ કે, પેન કાર્ડ, આધાર કાર્ડ, વોટર ID કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારના લોકોએ આ ડોક્યુમેન્ટનું શું કરવું જોઈએ.

આધાર કાર્ડ
વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડને રદ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં મૃતકના આધાર કાર્ડને સાચવીને રાખવું અને તેનો ખોટો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું એ મૃતકના પરિવારની જવાબદારી હોય છે. જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે જો તે વ્યક્તિ આધાર દ્વારા કોઈ યોજના અથવા સબ્સિડીનો લાભ લઈ રહ્યો હતો તો સંબંધિત વિભાગને વ્યક્તિના મૃત્યુની જાણકારી આપવી જોઈએ. તેનાથી તેનું નામ તે યોજનામાંથી દૂર કરવામાં આવશે.

શું કરવુંઃ કોઈ વ્યક્તિ M આધાર એપ અથવા UIDAI વેબસાઈટ દ્વારા મૃતક વ્યક્તિના આધારને લોક કરી શકે છે. તેનાથી મૃત વ્યક્તિના આધાર નંબરના દુરુપયોગને રોકવામાં મદદ મળશે.

પેન કાર્ડ
પરમેનન્ટ અકાઉન્ટ નંબર અથવા પેન કાર્ડ આપણા દેશમાં એક જરૂરી ડોક્યુમેન્ટ છે. ઈન્કમ ટેક્સ ભરવાની સાથે જ બેંક અને ડીમેટ અકાઉન્ટ ખોલવા જેવા ઘણા કામમાં પેન કાર્ડની જરૂર પડે છે. તે તમારા ખાતા સાથે લિંક હોય છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા પર પેન કાર્ડને બંધ કરવું જરૂરી છે નહીં તો પેન કાર્ડનો ખોટો ઉપયોગ થઈ શકે છે. મૃતકનું પેન સરેન્ડર કરવું ફરજિયાત નથી એટલે કે જો મૃતકનું પેન સરેન્ડર કરવામાં નહીં આવે તો તેના માટે કોઈ દંડ નથી.

શું કરવુંઃ જો તમને લાગે છે કે બાદમાં કોઈ કામ માટે તમને તેની જરૂર પડી શકે છે તો તમે તેને તમારી પાસે રાખી શકો છો. તેમજ જો તમને લાગે છે કે તેની કોઈ જરૂરિયાત નથી અને કોઈ બીજી વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકે છે તો તમને તેને સરેન્ડર કરી શકો છો.

તેના માટે મૃતકના પરિવારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સંપર્ક કરીને પેન કાર્ડને સરેન્ડર કરવું જોઈએ. પેન કાર્ડ સરેન્ડર કરતા પહેલા મૃતકના તમામ ખાતા બંધ કરી દેવા જોઈએ અથવા તેને કોઈ બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા જોઈએ.

વોટર ID કાર્ડ
વોટર ID કાર્ડ પણ આપણા દેશમાં એક મુખ્ય ડોક્યુમેન્ટ તરીકે ઓળખાય છે. વોટ આપવા માટે વોટર ID હોવું જરૂરી છે. વ્યક્તિના મૃત્યુ બાદ તેને રદ કરી શકાય છે. રદ ન થવા પર જો તે કોઈ ખોટી વ્યક્તિના હાથમાં આવી જાય છે તો ચૂંટણીમાં મૃતકના નામથી નકલી મત નાખવાનો પ્રયાસ કરી શકાય છે.

શું કરવુંઃ જો તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ ગયું છે તો પરિવારનો કોઈ સભ્ય ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ નંબર 7ને ભરીને તેને રદ કરી શકે છે. તેના માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડશે.

પાસપોર્ટ
આધાર કાર્ડની જેમ જ વ્યક્તિનું મૃત્યુ થવા પર પાસપોર્ટને સરેન્ડર અથવા રદ કરવાની કોઈ જોગવાઈ નથી. જ્યારે પાસપોર્ટની સમય મર્યાદા સમાપ્ત થઈ જાય છે તો તે ડિફોલ્ટ તરીકે અમાન્ય થઈ જાય છે.

શું કરવુંઃ તેને સાચવીને રાખવું જેથી કોઈ ખોટા હાથમાં ન જતું રહે, તેથી કોઈપણ વ્યક્તિ તેનો એડ્રેસ પ્રૂફ અથવા અન્ય કોઈ કામમાં દુરુપયોગ ન કરી શકે.

જો આ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય છે અથવા ચોરી થઈ જાય છે તો શું કરવું?
જો આ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય છે અથવા ચોરી થઈ જાય છે તો તમે તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ કરી શકો છો. તેનાથી ડોક્યુમેન્ટ્સના દુરુપયોગને અટકાવી શકાશે.