ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT), મુંબઇની ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE 2021)ની આજથી એટલે કે 5 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઇન્સ્ટિટ્યૂટે પરીક્ષા આપતા ઉમેદવારો માટે એડમિટ કાર્ડ બહાર પાડી દીધાં છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ સાથે, ઇન્સ્ટિટ્યૂટે ઉમેદવારો માટે કેટલીક ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે, જેનું પરીક્ષા દરમિયાન સખત રીતે પાલન કરવાનું રહેશે.
પરીક્ષા દરમિયાન આ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે
બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે
આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. ફર્સ્ટ શિફ્ટની પરીક્ષા સવારે 9થી બપોરે 12 સુધી રહેશે. જ્યારે બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. આ વખતે પરીક્ષામાં બે નવા વિષયો એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને હ્યુમનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી, હવે કુલ 27 વિષયોની પરીક્ષા લેવામાં આવશે, જે સંપૂર્ણ રીતે કમ્પ્યૂટર બેઝ્ડ હશે. ચાલુ વર્ષે આ પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થાય એવી સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.