સિગરેટ પીનારાં જ લોકો ફેક્સાનાં કેન્સરનાં શિકાર બને છે, આ વાત આપણે અવાર-નવાર સાંભળતા આવ્યા છીએ પણ આજે આ વાતને ખોટી સાબિત કરતું એક રિસર્ચ સામે આવ્યું છે. વિદેશમાં પણ આ મુદ્દા અંગે અઢળક રિસર્ચ થઈ ચૂક્યા છે અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પણ લંગ કેન્સર પર છેલ્લાં 10 વર્ષથી રિસર્ચ કરી રહ્યું હતું જેમાં માર્ચ 2012થી લઈને નવેમ્બર 2022ની વચ્ચે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના ડેટા પર ડૉ. અરવિંદ કુમાર અને તેની ટીમે વિશ્લેષણ કર્યું અને આ વિશ્લેષણનાં અંતે અમુક ચોંકાવનાર તથ્યો સામે આવ્યા જેના વિશે આજે કામના સમાચારમાં આપણે જાણીશું. ડૉ. અરવિંદે લંગ કેન્સર સાથે જોડાયેલા અમુક મિથની વાસ્તવિકતા પણ જણાવી.
સૌથી પહેલાં આ સંશોધનનાં અંતે મળેલા 8 પોઈન્ટ્સ વાંચીએ :
પ્રશ્ન-1 લંગ કેન્સર થવાનું કારણ શું છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમારનાં મત મુજબ તેનું મુખ્ય કારણ સ્મોકિંગ છે. ટોબેકો એટલે કે તંબાકુને પણ કોઈ ને કોઈ સ્વરુપમાં લેવું એ લંગ કેન્સરનું કારણ બની શકે. 10-20 વર્ષોમાં વધતા પ્રદૂષણનાં કારણે એ લોકોને પણ કેન્સર થઈ શકે છે, જે સિગરેટ પીતા નથી. આ પ્રકારનાં દર્દીઓની સંખ્યા 50 ટકા છે એટલે કે લંગ કેન્સર થવા પાછળનાં મહત્વનાં કારણોમાં એક કારણ વાયુ પ્રદૂષણ પણ છે.
પ્રશ્ન-2 દિલ્હી-NCR જ નહીં, દેશનાં અનેક ભાગોમાં પ્રદૂષણ ગંભીર બાબત છે, એવામાં એ જાણવું ખૂબ જ જરુરી છે કે, લંગ કેન્સર માટે વાયુ પ્રદૂષણ કેવી રીતે જવાબદાર છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમારનાં મૃત મુજબ પ્રદૂષણનાં કારણે અનેક પ્રકારનાં જીવલેણ કણ હવામાં ભળી જાય છે અને શ્વસનક્રિયા દરમિયાન આપણાં ફેક્સા સુધી પહોંચી જાય છે. આ કણો તમારા શરીરનાં સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર રીતે નુકશાન પહોંચાડે છે. જો લાંબા સમય સુધી આ પ્રકારનાં તત્વોનાં સંપર્કમાં રહેવામાં આવે તો તેનાથી લંગ કેન્સરનું જોખમ વધી જાય છે.
પ્રશ્ન-3 સારું, તો તેનો અર્થ એવો છે કે પ્રદૂષિત હવા એ ફક્ત ફેક્સાને જ નુકશાન પહોંચાડે છે, શરીરનાં બીજા અંગોને નહીં?
જવાબ- ડૉ. અરવિંદ કુમારનાં મત મુજબ પ્રદૂષિત હવાની અસર ફક્ત તમારા ફેક્સા પર જ થાય છે એ માન્યતા સદંતર ખોટી છે. પ્રદૂષિત હવાની એન્ટ્રી ફેક્સાનાં માધ્યમથી થાય છે એટલે તેને વધુ નુકશાન પહોંચાડે છે. ફેકસા ટોક્સિક કેમિકલ્સને ઓબ્ઝર્વ કરે છે અને પછી તે બ્લડમાં ભળીને માથાથી લઈને પગ સુધીનાં દરેક અંગને પ્રભાવિત કરે છે.
પ્રશ્ન-4 એર પ્યોરિફાયર કે માસ્કને પ્રદૂષણથી બચવા માટેનું સોલ્યુશન માનવામાં આવે છે અને તેના ઉપયોગ પર ભારણ પણ મૂકવામાં આવે છે, શું તે ફક્ત માર્કેટિંગ સ્ટ્રેટેજી છે? આ વસ્તુઓ આપણને પ્રદૂષણથી કેટલી હદ્દ સુધી સુરક્ષિત રાખે છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, હું તેને ટેમ્પરરી કે કોસ્મેટિક સોલ્યુશન માનુ છું. તે વાયુ પ્રદૂષણથી સુરક્ષિત રહેવા માટેનું પરમનેન્ટ સોલ્યુશન નથી.
પ્રશ્ન-5 લંગ કેન્સર એ પશ્ચિમી દેશોમાં જોવા મળે છે, ભારતમાં નહીં?
જવાબ- આ વાત એકદમ મિથ છે. આ કેન્સર આપણા દેશમાં પુરુષોને થતો નંબર-1 કેન્સર છે અને મહિલાઓમાં થતાં કેન્સરમાં નંબર-3 પણ છે. બંનેમાં લંગ કેન્સરનાં કિસ્સા દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
પ્રશ્ન-6 સિગરેટનાં ઘુમાડાનાં કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે? માતા-પિતા બનવામાં તકલીફ થઈ શકે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, તે મેલ સ્પર્મ કાઉન્ટની ગુણવતા અને કંસંટ્રેશનને 23% સુધી ઘટાડી દે છે. આ સ્પર્મ DNAને ડેમેજ કરી શકે છે, જેના કારણે સ્પર્મ એગ સાથે મળીને ફર્ટિલાઈઝ થઈ શકતું નથી. સિગરેટ રેગ્યુલર પીવાનાં કારણે શરીરમાં અમુક હોર્મોન્સ પણ અસંતુલિત થઈ જાય છે. આ હોર્મોનલ અસંતુલન પણ પુરુષને પિતા બનતાં અટકાવે છે.
પ્રશ્ન-7 અમુક લોકો કહે છે કે, નાની ઉંમરમાં લંગ કેન્સર થતું નથી, તે વૃદ્ધ લોકોમાં જ થાય છે, શું તે સાચું છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, આ વાત એકદમ ખોટી છે. મેદાંતાનાં 20%થી ઉપર દર્દીઓ 50 વર્ષ અને 30 વર્ષથી ઓછી ઉંમરનાં છે. આ સિવાય અમે 24 વર્ષનાં એક દર્દીને પણ ઓપરેટ કર્યો છે એટલે કે આ કેન્સર યુવા લોકોમાં પણ થાય છે.
પ્રશ્ન-8 લોકોમાં એવી પણ માનસિકતા છે કે, પુરુષ ધૂમ્રપાન, તંબાકુનું સેવન વધુ પડતું કરે છે એટલે લંગ કેન્સર પુરુષોમાં જ જોવા મળે છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, આ વાત ખોટી છે. આજકાલ મહિલાઓ પણ સિગરેટ-તંબાકુનું સેવન કરી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અમારી પાસે લંગ કેન્સરનાં ઈલાજ માટે આવેલ લોકોમાં અંદાજે 30 ટકા મહિલાઓ છે. આ તે મહિલાઓ છે કે, જેઓએ સિગરેટને ક્યારેય હાથ પણ અડાડ્યો નથી એટલે કે નોન-સ્મોકિંગ ફેમિલીમાંથી આવે છે.
પ્રશ્ન-9 લંગ કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો થવો છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, આ એક મિથ છે. યાદ રાખો કે, એવું પણ બની શકે કે કોઈ લક્ષણ જ ન હોય. એવું પણ બની શકે કે, તમને ઊધરસ આવે ને ઊધરસ આવતાં-આવતાં લોહી નીકળવા લાગે. જ્યારે બીમારીનું લેવલ વધી જાય ત્યારે છાતીમાં દુખાવો અને શ્વાસ ફૂલવાની સમસ્યા જોવા મળી શકે.
પ્રશ્ન-10 ટીબીની સાથે લંગ કેન્સરનું મિસ ડાયગ્નોસિસ થાય છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, હા તે શક્ય છે પણ 20-30% કેસોમાં. અન્ય કેસોમાં જો તમે યોગ્ય સમયે ડૉક્ટરની મુલાકાત લો તો લંગ કેન્સરનું ડાયગ્નોસિસ થઈ શકે.
પ્રશ્ન-11 એક હજુ મિથ લંગ કેન્સરને લઈને એ છે કે, બાયોપ્સી કરવાથી આખા શરીરમાં કેન્સર ફેલાઈ જાય છે? શું આ સાચું છે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, તમે સાચુ કહ્યું આ એક મિથ જ છે. બાયોપ્સી વગર લંગ કેન્સરની ઓળખ થઈ શકે નહી કે ન તો ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ શકે. આ ઉપરાંત બાયોપ્સીથી કેન્સર શરીરમાં ફેલાતું નથી.
પ્રશ્ન-12 લંગ કેન્સરની ટ્રીટમેન્ટ શક્ય નથી?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, આ વાત એકદમ ખોટી છે. જો શરુઆતમાં જ તમને ખ્યાલ પડી જાય તો સર્જરીથી તેનું નિદાન કરી શકાય. જો લેટ સ્ટેજમાં કે મોડેથી કેન્સર વિશે ખ્યાલ પડે તો સિસ્ટમેટિક થેરાપી કે રેડિયો થેરાપીનાં માધ્યમથી લાંબા સમય સુધી દર્દીઓને સ્વસ્થ રાખી શકાય. આનો અર્થ સ્પષ્ટ છે કે, જો લંગ કેન્સરનું ડાયગ્નોસિસ યોગ્ય રીતે થાય અને ટ્રિટમેન્ટ પણ યોગ્ય રીતે થાય તો કેન્સરનો ઈલાજ શક્ય છે.
પ્રશ્ન-13 લંગ કેન્સરનું ઓપરેશન ફક્ત ઓપન સર્જરીથી કરી શકાય?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, એવું નથી. આપણા દેશમાં 75-80 ટકા દર્દીઓનું ઓપરેશન વેટ સર્જરી અથવા રોબોટિક સર્જરી દ્વારા થાય છે. આ ટ્રિટમેન્ટથી તેઓને લાંબા ગાળા માટે સ્વસ્થ રાખી શકાય છે.
પ્રશ્ન-14 શું લંગ કેન્સર એટલે જીવનનો અંત? જીવન જીવવા માટે કોઈ આશા જ વધતી નથી?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, એવું કંઈ જ નથી. જો યોગ્ય સમયે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો તેની ટ્રીટમેન્ટ સંભવ છે.
પ્રશ્ન-15 જેઓને લંગ કેન્સર થવાનું જોખમ વધુ છે, તે યોગ્ય સમય પર કેવી રીતે તેના વિશે જાણી શકે?
જવાબ- ડૉ. અરવિંદ કુમાર કહે છે કે, આ લોકો વર્ષમાં એકવાર low dose ct screening કરાવો, જેથી લંગ કેન્સરને શરુઆતમાં જ ઓળખી શકાય.
જાણવા જેવું
સિગરેટમાં ક્યા-ક્યા ખતરનાક તત્વો છે?
ટાર- તે ફેક્સામાં હાજર ઈન્ફેક્શન અને બેક્ટેરિયાને અટકાવતાં વાળ પર જામી જાય છે, તેમાં હાજર કેમિકલ કેન્સરનું કારણ બની શકે.
કાર્બન મોનોઓક્સાઈડ- તે લોહીમાં હાજર ઓક્સિજનને ઘટાડે છે, તેનાથી થાક અને નબળાઈ આવવા લાગે છે અને ફેક્સાની બીમારી પણ થઈ શકે.
ઓક્સીડેંટ ગેસ- તે ઓક્સિજનની સાથે પ્રતિક્રિયા આપે છે અને લોહીને વધુ ગાઢ બનાવી દે છે, તેનાથી સ્ટ્રોક અને હૃદયનાં હુમલાનું જોખમ વધી જાય છે.
બેંજીન- તે શરીરનાં સેલ્સને ડેમેજ કરે છે. અનેક પ્રકારનાં કેન્સરનું કારણ પણ બની શકે.
WHOએ પ્રદૂષણને સેકન્ડ ટોબેકો એપિડેમિક નામ આપ્યું WHOએ સ્વીકાર્યું છે કે, મહિલાઓ, યુવાનો અને ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાનાં કેન્સરનાં કેસ વધતા જોવા મળ્યા છે. હવાનું પ્રદૂષણ એક મોટું કારણ છે. WHOએ હવાનાં પ્રદૂષણને સેકન્ડ ટોબેકો એપિડેમિક તરીકે નામ આપ્યું છે. સિગારેટનાં ધુમાડામાં જે કેન્સરગ્રસ્ત રસાયણો હોય છે, તે વાયુ પ્રદૂષણમાં પણ હોય છે.
જો તમે દરરોજ 25 હજાર વખત પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છો તો ઝેરી રસાયણો તમારા ફેફસાંને અસર કરશે. તેથી, મહિલાઓ, યુવાનો અને ધૂમ્રપાન ન કરનારાઓને હવાનાં પ્રદૂષણને કારણે ફેફસાના કેન્સરનું જોખમ હોઈ શકે છે.
હવાનાં પ્રદૂષણથી ફેક્સાને કેવી રીતે બચાવશો?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.