• Gujarati News
  • Utility
  • The Drug DRDO Shuts Down The Energy That The Virus Receives; Find Out When It Will Hit The Market And How Much It Will Cost

કોરોનાની ગેમ ચેન્જર દવા:DRDOની દવા વાયરસને મળતી એનર્જી બંધ કરી દે છે; જાણો માર્કેટમાં ક્યારે આવશે અને એની કિંમત કેટલી હશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે દેશ માટે DRDOની નવી દવા 2-DG (2-deoxy-D-glucose)ને ગેમ-ચેન્જર કહેવામાં આવી રહી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)ની તાત્કાલિક મંજૂરી મળ્યા બાદથી સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે આખરે આ દવામાં એવી શું વિશેષતા છે?

હકીકતમાં કોરોના સામેની લડાઈમાં ભારતે 4 મોટા મોરચે ભૂલ કરી છે. પ્રથમ- હોસ્પિટલમાં બેડની અછત, બીજી- ઓક્સિજની અછત, ત્રીજી- રેમડેસિવર જેવી દવાની અછત અને ચોથી- દવા અથવા વેક્સિનના કાચા માલ માટે વિદેશો પર નિર્ભરતા.

કોરોનાની નવી દવા 2-DG આ ચારેય મોરચાની સ્થિતિમાં સુધારો લાવી શકે છે.
ખુદ DRDOનું કહેવું છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ઘટશે, એ ઉપરાંત તેમને સાજા થવામાં 2-3 દિવસ લાગશે, એટલે કે હોસ્પિટલમાંથી દર્દીઓને જલદી રજા મળી જશે.

તો જાણો ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝની સાથે તૈયાર DRDOની આ દવા કેવી રીતે આપણને કોરોના સામે જીતવામાં મદદ કરી શકે છે...

Q. કોરોના સામેની ભારતની લડાઈમાં DRDOની આ દવાને ગેમ ચેન્જર કેમ કહેવામાં આવી રહી છે?

A. ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જે દર્દીઓને નક્કી દવાઓની સાથે DRDOની દવા 2-deoxy-D-glucose (2-DG) આપવામાં આવી, ત્રીજા દિવસે એમાંથી 42% દર્દીઓને ઓક્સિજનની જરૂર ન પડી તેમજ જે દર્દીઓને સારવારના નક્કી ધારાધોરણો, એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ કેર (SoC) અંતર્ગત દવા આપવામાં આવી, એમાં આ આંકડો 31 ટકા હતો. આવી જ રીતે જે દર્દીઓને 2-DG દવા આપવામાં આવી તેમને vital signs, એટલે કે હૃદયના ધબકારા (પલ્સ રેટ), બ્લડપ્રેશર, તાવ અને શ્વાસ લેવાનો દર, બીજા દર્દીઓની સરખામણીમાં સરેરાશ 2.5 દિવસ પહેલાં જ સામાન્ય થઈ ગયો. દવા લેનારા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણોમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો. તેથી સ્પષ્ટ છે કે આવા દર્દીઓએ લાંબા સમય સુધી હોસ્પિટલોમાં રહેવું પડશે નહીં. 65 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓમાં સમાન પરિણામો જોવા મળ્યાં.

આ પરિણામના લીધે જ DRDOના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા ન માત્ર ઓક્સિજન પર નિર્ભરતાને ઘટાડશે, પરંતુ હોસ્પિટલોમાં બેડની અછતને પણ દૂર કરી શકે છે. એને કારણે જ 2-DGને ગેમ ચેન્જર કહેવામાં આવી રહી છે.

Q. કોરોનાની આ દવા કામ કેવી રીતે કરે છે? એની ખાસિયત શું છે?
DRDOની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS)ની લેબોરેટરીમાં તૈયાર થઈ રહેલી આ દવા ગ્લુકોઝની જ એક સબ્સ્ટિટ્યૂટ છે. એ માળખાકીય રીતે ગ્લુકોઝ જેવી જ છે, પરંતુ હકીકતમાં એનાથી અલગ છે. એ પાઉડરના રૂપમાં છે અને પાણીમાં મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવે છે.

કોરોનાવાયરસ પોતાની એનર્જી માટે દર્દીના શરીરમાંથી ગ્લુકોઝ લે છે. જ્યારે આ દવા માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે. કોરોનાવાયરસ ગ્લુકોઝ સમજીને આ દવાનો ઉપયોગ કરવા લાગે છે. આ રીતે વાયરસને એનર્જી મળવાનું બંધ થઈ જાય છે અને એનો વાયરસ સિન્થેસિસ બંધ થઈ જાય છે. એટલે કે નવો વાયરસ બનવાનું બંધ થઈ જાય છે અને બાકીના વાયરસ મરી જાય છે.

હકીકતમાં આ દવા કેન્સરની સારવાર માટે તૈયાર કરવામાં આવી રહી હતી, કેમ કે એ માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે, એના આ ગુણના કારણે માત્ર કેન્સરગ્રસ્ત કોષોને મારવાના વિચારથી આ દવા તૈયાર કરવામાં આવી રહી હતી. આ દવાનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને સચોટ કિમોથેરપી આપવા માટે પણ ઉપયોગ કરવાની તૈયારી છે.

Q. આ દવા કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લઈ શકાશે?
સામાન્ય ગ્લુકોઝની જેમ આ દવા પાઉચમાં પાઉડરના રૂપમાં મળશે. એને પાણીમાં મિક્સ કરીને મોંથી દર્દીને આપવાની રહેશે. ડૉક્ટર દવાનો ડોઝ અને સમય દર્દીની ઉંમર, મેડિકલ કન્ડિશન વગેરેની તપાસ કરીને એનો ઉપયોગ કરશે. DRDOના વૈજ્ઞાનિકોએ ડૉક્ટરની સલાહ વગર, કોરોનાથી બચવાના નામે અથવા વધારે પ્રમાણમાં દવા ન લેવાની ચેતવણી પણ આપી છે.

Q. દવાની કિંમત કેટલી હશે?
દવાની કિંમતને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. DRDOના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુધીર ચંદાનાના જણાવ્યા પ્રમાણે, દવાની કિંમત ઉત્પાદનની રીત અને પ્રમાણ પર નિર્ભર કરશે. પ્રોજેક્ટના ઈન્ડસ્ટ્રિયલ પાર્ટનર ડૉ. રેડ્ડીઝ લેબને આ બધું નક્કી કરવાનું છે. ટૂંક સમયમાં કિંમત પણ જાહેર કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ દવા જિનેરિક મોલિક્યુલમાંથી બને છે, તેથી મોંઘી નહીં હોય. બીજી બાજુ સૂત્રોનો હવાલો આપતા દાવો કરવામાં આવી રહ્યો છે કે દવાના એક પાઉચની કિંમત 500-600 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર તેમાં કેટલીક સબસિડીની જાહેરાત કરી શકે છે.

Q. દેશમાં હવે દરરોજ 4 લાખથી વધારે નવા કોરોના દર્દી સામે આવી રહ્યા છે, શું આ દવા જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ થઈ શકશે?

કોરોનાની આ દવા 2-DG જિનેરિક મોલિક્યુલ એટલે કે એવા કેમિકલમાંથી બની છે જે જિનેરિક છે, એટલે કે કાનૂની રીતે એના મૂળ કેમિકલ પર એને વિકસિત કરનારી કંપનીની પેટન્ટ સમાપ્ત થઈ ગઈ છે. જિનેરિક દવામાં બ્રાન્ડેડ મૂળ દવા જેવા તમામ ગુણ હોય છે, જોકે એનું પેકેજિંગ, બનાવવાની પ્રક્રિયા, રંગ, સ્વાદ વગેરે અલગ હોઈ શકે છે. મોટા ભાગના દેશોમાં મૂળ દવા વિકસિત કરતી કંપનીને 20 વર્ષની પેટન્ટ મળે છે, એટલે આ દરમિયાન કોઈપણ તે કંપનીના લાઇસન્સ વિના દવા બનાવી શકશે નહીં. એના બદલામાં તેમને દવા વિકસિત કરવામાં ખર્ચ કરનારી કંપનીને મોટી રકમ પણ ચૂકવવી પડે છે. જિનેરિક હોવાને કારણે આ દવા ઓછી કિંમતે વધારે પ્રમાણમાં બનાવી શકાય છે.

Q. શું 2-DG દવા બનાવવા કાચો માલ ભારતમાં ઉપલબ્ધ છે અથવા એની આયાત કરવી પડશે?
આ દવા ગ્લુકોઝ એનેલોગ છે, એટલે કે આ એક એવું ગ્લુકોઝ છે જે પ્રાકૃતિક રીતે મળતા ગ્લુકોઝ જેવું હોય છે, પરંતુ એને સિન્થેટિક રીતે બનાવવામાં આવે છે. એનું ઉત્પાદન કરવું પણ સરળ છે. DRDOમાં આ પ્રોજેક્ટના ડાયરેક્ટર ડૉ. સુધીર ચંદાનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કાચા માલની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા નથી. મળતી માહિતી મુજબ, આ દવાને વ્યાવસાયિક રૂપે બનાવતી ડૉ. રેડ્ડીઝ લેબની પાસે પૂરતો કાચો માલ છે.

Q. દવા માર્કેટમાં ક્યારે મળવાનું શરૂ થશે?
DRDOએ આ પ્રોજેક્ટમાં ડૉ. રેડ્ડીઝ લેબને પોતાની ઈન્ડસ્ટ્રિયલ પાર્ટનર બનાવી છે. DRDOના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુધીરનું કહેવું છે કે DRDOએ ડૉ. રેડ્ડીઝ લેબની સાથે ઝડપથી ઉત્પાદન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમનો દાવો છે કે થોડા દિવસોની અંદર આ દવા માર્કેટમાં આવી શકે છે. શરૂઆતમાં 10 હજાર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે તેમજ DRDOના સોર્સિસનું કહેવું છે કે આ દવા 11-12મે સુધી દેશની લગભગ અડધો ડઝન હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવશે.

Q. શું દવા ગંભીર દર્દીઓ માટે અસરકારક હશે?
પ્રોજેક્ટ ડાયરેક્ટ ડૉ. સુધીર ચંદાનાના અનુસાર, 2-DGનું ટ્રાયલ હળવા, મધ્યમ અને ગંભીર, ત્રણેય પ્રકારનાં લક્ષણોવાળા દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. તમામ પ્રકારના દર્દીઓને એનાથી ફાયદો થયો અને કોઈ પ્રકારની ગંભીર સાઈડ ઈફેક્ટ્સ જોવા નથી મળી, તેથી આ એક સુરક્ષિત દવા છે. બીજા તબક્કાની ટ્રાયલમાં દર્દીઓનો સાજા થવાનો દર સારો રહ્યો હતો અને ત્રીજા તબક્કાની ટ્રાયલમાં દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ઓછી થઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...