તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે કરદાતાઓને રાહત આપી:પેન-આધાર લિંક કરાવવાની અંતિમ તારીખ 30 જૂન કરવામાં આવી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તેની તારીખ લંબાવીને 30 જૂન કરવામાં આવી છે

સરકારે પેનને આધાર સાથે લિંક કરાવવાની તારીખ લંબાવી દીધી છે. દેશમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તેની તારીખ લંબાવીને 30 જૂન કરવામાં આવી છે. પહેલા પેન- આધારને 31 માર્ચ સુધી લિંક કરવાનું હતું.

અંતિમ દિવસે લોકોને પેન-આધાર લિંક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઈટ યોગ્ય રીતે કામ નથી કરી રહી. સોશિયલ મીડિયા દ્વારા લોકો આ સમસ્યાને લઈને ફરિયાદ પણ કરી રહ્યા હતા. જો કે, હવે સરકારે પેન-આધારને લિંક કરાવવાની તારીખ લંબાવીને કરદાતાઓને રાહત આપી છે.

પેન-આધાર લિંક ન કરાવવા પર દંડ આપવો પડશે
પેન-આધાર લિંક નહીં કરાવવા પર 1 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં ઉમેરવામાં આવેલી નવી સેક્શન 234H અંતર્ગત આવું કરવામાં આવ્યું છે. સરકારે 23 માર્ચે લોકસભામાં પસાર કરાયેલા ફાઈનાન્શિયસ બીલ 2021માં તેનો ઉલ્લેખ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો