• Gujarati News
 • Utility
 • The Craze Of 'cyber Bullying' Is Increasing Among The Youth, Let's Find Out... What Is This 'cyber Bullying'?

કામના સમાચાર:યુવાવર્ગમાં 'સાયબર બુલિંગ'નો વધી રહ્યો છે ક્રેઝ, આવો... જાણીએ... આખરે શું છે આ 'સાયબર બુલિંગ'?

16 દિવસ પહેલા

આજે ગેજેટ્સ ઉપયોગ કરવામાં બાળકો સૌથી આગળ છે. 3થી 4 વર્ષની ઉંમરનાં બાળકો મોબાઈલ, આઇપેડ અને લેપટોપ ઝડપથી શીખી રહ્યાં છે. ઉંમર થોડી વધે કે તેઓ ઓનલાઈન ગેમ્સ પણ રમવા લાગે છે.

ટીનેજમાં પહોંચતા સુધી તેમને પોર્નોગ્રાફી વીડિયો કન્ઝ્યુમ કરવાનો ચસકો લાગી જાય છે. ઇન્ટરનેટ સિક્યોરિટી પર કામ કરી રહેલી સંસ્થા ‘સાયબર સેફ્ટી કિડ્સ’એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 8થી 12 વર્ષની ઉંમરનાં 95 ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં બાળકોના સોશિયલ મીડિયા પર અકાઉન્ટ પણ છે અને તેઓ ખૂબ જ એક્ટિવ પણ છે. ફોટો પોસ્ટ કરવા, ફોટો અપલોડ કરવા, મેસેજ મોકલવા, સ્ટેટ્સ અપડેટ કરવા જેવા બધા જ ફીચર્સનો ઉપયોગ કરવાનું જાણે છે અને કરી પણ રહ્યા છે.

આ હાઈટેક બાળકો મોટા ભાગનો સમય ઇન્ટરનેટ પર એક્ટિવ રહે છે અને તેઓ દુનિયાથી અનફિલ્ટર્ડ સામગ્રીઓ લઈ રહ્યા છે. આ કારણે આ બાળકોના સાયબર બુલિંગનું સંકટ પણ વધી ગયું છે.

શું બાળકો ઓનલાઇન બુલિંગમાં મહારત હાંસલ કરી રહ્યાં છે? તમારો આ સવાલ વાજબી છે...
અમેરિકી કોમ્પ્યુટર સિક્યોરિટી સોફ્ટવેર કંપની McAfeeના સર્વે પ્રમાણે, દુનિયામાં કોઈપણ દેશની સરખામણીમાં ભારતનાં બાળકો સાયબર બુલિંગ વધારે કરી રહ્યાં છે. આ સર્વેમાં ભાગ લેનારા ભારતનાં 45 ટકા બાળકોનું માનવું છે કે તેમણે ક્યારેક ને ક્યારેક તો સાયબર બુલિંગ કર્યું જ છે, સાથે જ તેમણે એવું પણ સ્વીકાર કર્યું છે કે જે બાળકોને તેમણે પોતાના ટાર્ગેટ બનાવ્યા છે તેઓ આ અંગે જાણતા પણ નહોતાં. ત્યાં જ 48 ટકા ભારતીય બાળકોનું માનવું છે કે તેમણે તે બાળકો સાથે સાયબર બુલિંગ કર્યું છે, જેમને તેઓ પહેલાંથી જ સારી રીતે ઓળખતાં હતાં.

ટેક સેવી બાળકો કઈ રીતે સાયબર બુલિંગ કરી રહ્યાં છે એને ગ્રાફિક દ્વારા સમજી શકાય છે.

ભારતમાં સાયબર બુલિંગ વધારે કેમ થવા લાગ્યું છે?
ઘરમાં ગેજેટ્સની ભરમાર અને ઓનલાઇન એજ્યુકેશનના વધતા ટ્રેન્ડે જીવન અને ભણતર ભલે સરળ કરી દીધાં હોય, પરંતુ એની સાઇડ ઇફેક્ટ્સ પણ ઓછી નથી. McAfeeના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડન્ટ ગગન સિંહ પણ માને છે કે કોવિડને કારણે બાળકો લાંબા સમય સુધી ઘરે રહ્યાં હતાં. ઓનલાઇન અભ્યાસને કારણે બાળકોને મોબાઈલ અને કોમ્પ્યુટર પર છૂટ મળી, જે હવે ધીમે-ધીમે તેમની આદતમાં બદલાઈ ગઈ છે.

પરિણામ સ્વરૂપ બાળકો એનો એક ટૂલ તરીકે ઉપયોગમાં લઈ રહ્યાં છે. બાળકોને એવું લાગે છે કે વર્ચ્યુઅલ દુનિયામાં તેઓ કંઈપણ કરશે તો કોઈ તેમને રોકશે કે ટોકશે નહીં. આપત્તિજનક કમેન્ટ કે ફોટો પોસ્ટ કર્યા પછી પણ તેઓ બચી જશે. જ્યારે તેઓ એ બાબત જાણતાં નથી કે આ પ્રકારની હરકત સાયબર બુલિંગ છે અને આ એક મોટો ક્રાઇમ છે.

સાયબર બુલિંગ બાળકો કેમ કરી રહ્યા છે? આ પહેલાં ગ્રાફિકથી સમજીએ કે સાયબર બુલિંગ શું છે?

ઇન્ટરનેટે બાળકોને સરળતાથી વ્યસની બનાવી દીધા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ (NIMHANS), બેંગલુરુના પ્રોફેસર ડૉ. વી સેન્થિલ રેડ્ડી જણાવે છે કે જ્યારે બાળકો ઓનલાઈન નહોતાં ત્યારે પણ બુલિંગ (ગુંડાગીરી) થતી હતી. વર્ગમાં એકબીજાની મસ્તી કરવી, કમેન્ટ કરવી, હુમલાની ઘટનાઓથી આપણે બધા વાકેફ છીએ, પરંતુ હવે સાયબર ગુંડાગીરીનું (સાયબર બુલિંગ)નું પ્રમાણ વધ્યું છે. આજે મોટા ભાગનાં બાળકો મોબાઈલ-કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં છે.

બાળકો કેમ સાયબર બુલિંગ કરી રહ્યાં છે, આવો... સમજીએ
ડો. રેડ્ડી જણાવે છે કે બાળકો સાયબર બુલિંગ કેમ કરી રહ્યા છે? આ પાછળ અનેક કારણો જવાબદાર છે. જો બે છોકરી વચ્ચે મિત્રતા હોય તો તેમની વચ્ચે કેવી રીતે અંતર ઊભું કરવું, તેમના કાન ભરવા, તેમની વચ્ચે ઝઘડો કેવી રીતે કરવો. ત્યારે આ પ્રકારની છોકરીઓ સાયબર બુલિંગ કરે છે. તેમને સાયબર વર્લ્ડમાં 'મીન ગર્લ્સ' કહેવામાં આવે છે.

લાંબા સમય સુધી બાળકો ઓનલાઇન રહે છે ત્યારે શું જોખમ રહે છે, આવો... આ ગ્રાફિક્સથી જાણીએ

જ્યારે બાળકો સાયબર બુલિંગનો ભોગ બનતાં હોય છે ત્યારે તેમનામાં બદલો લેવાની ભાવના આવી જતી હોય છે. ઘણીવાર બાળકો મસ્તી-મસ્તીમાં પણ ગુંડાગીરી કરી લેતાં હોય છે. ડો. રેડ્ડી જણાવે છે કે જ્યારે બાળકો આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તેમનું ભણતર તરફ ધ્યાન હોતું નથી. માતા-પિતા પણ તેમના પર ધ્યાન આપતાં નથી. કેટલાંક બાળકો ક્લાસના ગ્રુપમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનવા માટે ધમકીઓ આપતાં હોય છે.

ભારતમાં 2021માં સાયબર ગુંડાગીરીના 1176 કેસ નોંધાયા હતા, જેમાં 870 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાલો... જાણીએ કે સાયબર બુલિંગને રોકવા માટે દેશમાં કયા કાયદા છે.

બાળકોમાં સાયબર બુલિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઘટનાઓ ઘટી છે

'ધ જર્નલ ઓફ સાઇકોલોજિકલ રિસર્ચ ઓન સાયબર બુલિંગ'ના એક રિપોર્ટમાં ખબર પડી હતી કે જ્યારે 10 બાળક આત્મહત્યા કરે છે, તે પૈકી 5 બાકો કોઈ ને કોઈ રીતે સાયબર બુલિંગનો શિકાર હોય છે. આ પ્રકારનાં બાળકો એકલતા, આત્મવિશ્વાસનો અભાવ, લોકોને મળવામાં નર્વસનેસ જેવી બાબતો જોવા મળે છે. પીડિત બાળકોને લાગે છે કે તેઓ પરિસ્થિતિને સંભાળી લેશે. પરંતુ થઇ શકતું નથી. આવાં બાળકોમાં આપઘાતના બનાવો પણ બન્યા છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રી, રાંચીના એસોસિયેટ પ્રોફેસર, ડૉ. ગોદી સંઘમિત્રા જણાવે છે કે ટ્રિપલ Mથી વ્યક્તિ સાયબર બુલિંગની ઘટનાઓને ટાળી શકે છે. મોડેલિંગ, મોનિટરિંગ અને મેન્ટરિંગ એટલે કે ટ્રિપલ એમ માતાપિતાને તેમના બાળક વિશે સજાગ રાખી શકે છે.

બાળકો સાયબર બુલિંગ ન કરે એ માટે આ રીતે રાખો ધ્યાન

 • મોબાઈલ પર કલાકો વિતાવે
 • વ્હોટ્સએપ ચેટ ડિલિટ કરે છે
 • સોશિયલ મીડિયા પર ઘણાં એકાઉન્ટ હોય છે
 • ડાયરીમાં ઘણા પાસવર્ડ લખેલા હોય છે
 • એપ લોક કરીને રાખી હોય
 • અન્યના મોબાઈલમાં કોઈપણ ડેસ્ક એપ ઇન્સ્ટોલ કરી છે.

તમારું બાળક બુલિંગનું શિકાર બન્યું હોય તો આ રીતે ઓળખો

 • અચાનક જ સો.મીડિયાને છોડી દે
 • ઓનલાઇન ન રહે
 • ઇન્ટરનેટ વિશે કોઈ સાથે વાતચીત ન કરે
 • કોઈ મેસેજ આવે તો ચિંતિત રહે
 • વાંચ્યા વગર કોઈ મેસેજ ડિલિટ કરે
 • ઓનલાઇન ગેમ્સ રમવાની ના પાડે

બાળકને સાયબર બુલિંગથી દૂર રાખવા માટે આ ઉપાય કરો

 • જો તમારી પોસ્ટ પર કોઈ વાંધાજનક ટિપ્પણી કરે છે તો એનો જવાબ આપવાનું ટાળો
 • ષડયંત્ર હેઠળ ઉશ્કેરણી કરી શકે છે, તેથી જવાબ આપશો નહીં.
 • જો તમારી સાથે બુલિંગ કરવામાં આવ્યું હોય તો તેનો સ્ક્રીનશોટ તમારી સાથે રાખો.
 • સોશિયલ મીડિયા પર તમને પરેશાન કરનારી કોઈપણ વ્યક્તિને તરત જ બ્લોક કરો.
 • યુટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના સેફ્ટી સેન્ટર પર પણ ફરિયાદ કરો.
 • સોશિયલ મીડિયા સેટિંગ્સ તપાસો
 • જો બુલિંગ વધે તો તમારાં માતા-પિતા, શિક્ષકો અથવા મિત્રો સાથે વાત કરવાની ખાતરી કરો.