તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The Country's Disaster Model Is Good; Lack Of Coordination Leads To More Damage Due To Lack Of Attitude And Poor Assessment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપત્તિનો સામનો કેવી રીતે કરવો:દેશનું આપત્તિ મોડલ તો સારું છે; કોઓર્ડિનેશનમાં ખામી, એટિટ્યૂડ અને કમજોર આકારણીના કારણે વધારે નુકસાન થાય છે

14 દિવસ પહેલાલેખક: આદિત્ય સિંહ
 • કૉપી લિંક
 • જાપાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કૂલમાં જ શીખવવામાં આવે છે, અમેરિકામાં બધુ લોકલ લેવલની ટીમ કંટ્રોલ કરે છે
 • અમેરિકા અને જાપાનમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને અવેયરનેસ જ મહત્ત્વપૂર્ણ, પરંતુ ભારતમાં તે કમજોર કડી

ઉત્તરાખંડમાં આફતના 9 દિવસ બાદ પણ બચાવ કામગીરી ચાલુ છે. જે લોકોને જાનહાનિ થઈ છે તેમના પરિવારની આંખો ખરાબ વ્યવસ્થાની કહાની વ્યક્ત કરી રહી છે. લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે, આખરે તંત્રએ કેદારનાથ દુર્ઘટનામાંથી કેમ કઈ ન શીખ્યું? કેમ સમયસર અસરગ્રસ્તોને રાહત નથી પહોંચી રહી? જ્યારે દુનિયાના ઘણા દેશ એવા છે, જે આફતથી ટેવાયેલા છે, પરંતુ ત્યાંની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમની સામે આફત નાની થઈ પડી જાય છે.

એવા જ દેશ જે સૌથી વધારે આફતોનો સામનો કરે છે, ત્યાંની ડિઝાસ્ટર મેનેજમેન્ટને સમજીએ કે તેઓ કેવી રીતે કામ કરે છે-

1. અમેરિકાનું મોડલઃ અહીં આપત્તિ વ્યવસ્થાપન ત્રણ સ્તરે કરવામાં આવે છે, તેમાં લોકલ ઓથોરિટીની ભૂમિક મહત્ત્વપૂર્ણ હોય છે.

જાણો 2005થી 2012માં આવેલા કટરીના આફતમાં કેવી રીતે કામ કર્યું-

 • 2005નું કટરીના

2005માં આવેલા કટરીના તોફાને અમેરિકાને હલાવી દીધું હતું. 1800થી વધારે લોકોના મૃત્યુ થયા અને લખો લોકો બેઘર થઇ ગયા. વાવાઝોડાની સ્પીડ 119થી 154 કિલો મિત્ર પ્રતિ કલાક હતી. તે સમયે લોકલ લેવલની સિસ્ટમ આ વાવાઝોડાનો સામનો કરવા તૈયાર નહોતી. સ્ટેટ લેવલ પર આપત્તિ પ્રબંધન કરતી ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીને રિસ્પોન્સ આપવામાં 3 કલાક લાગ્યા હતા. લોકલ યુનિટ્સના લોકો ટ્રેક કરી શકતા નહોતા. આથી વારંવાર વધારે લોકોનો જીવ ભોજન, પાણીના સપ્લાયમાં મોડું અને સમય પર રાહત ના પહોંચવા પર ગયો.

 • 2012નું કટરીના

2012માં અમેરિકામાં ફરીથી કટરીના આવ્યું. આ વખતે અમેરિકા અલર્ટ પર હતું અને વ્યવસ્થાઓ પણ હતી. આ વખતે વાવાઝોડાની સ્પીડ 125 કિલો મીટર પ્રતિ કલાક ઉપર હતી. આ વખતે લોકલ લેવલની ટીમોએ 10 મિનિટની અંદર રિસ્પોન્સ કર્યો. કમ્યુનિટી લેવલ પર કમ્યુનિકેશન બનાવી લોકોને ટ્રેક કરવામાં આવ્યા.

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં મલ્ટી રિટેલ વોલમાર્ટે ભોજનનો સામાન પહોંચાડ્યો. તેના પરિણામે આ વખતે 300 લોકોના મૃત્યુ થયા. આ વખતે 36 હજાર 400 કરોડનું નુકસાન થયું. જ્યારે 2005માં 72 હજાર કરોડનું નુકસાન થયું.

2. જાપાનનું મોડલ: જાપાનનું આપત્તિ પ્રબંધન તંત્ર દેશની ભૌગોલિક સ્થિતિની જેમ અલગ છે. જાપાનમાં આખું વર્ષ ભૂકંપ આવે છે, આથી આપત્તિ પ્રબંધનની ટ્રેનિંગ અને ડ્રિલ બાળપણથી શરૂ થઇ જાય છે.

2011ના ભૂકંપમાં સિસ્ટમે કેવી રીતે કામ કર્યું તે જાણીએ:

સૌથી ખાસ ચેતાવણી સિસ્ટમ
જાપાનમાં ઘણીવાર ભૂકંપનાં આંચકા આવતા રહે છે અને લોકો પહેલાં કરેલી તૈયારીને લીધે જ વધારે નુકસાનથી બચી શકે છે. જાપાનની આપત્તિની ચેતાવણી દુનિયાની સૌથી બેસ્ટ સિસ્ટમ છે. તેને લીધે દર વર્ષે હજારો જિંદગીઓ બચે છે.

આવી જ એક આફત મિનામીશરાયિકી શહેરમાં 11 માર્ચ 2011માં આવી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સેલ પર 8.1 હતી અને તેમાં 413 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અહીં ચેતવણી આપવા માટે મિકી એન્ડો અને તકીશી મિયૂરાએ ઉપકરણોથી ભારે તબાહીની પહેલાં જ માહિતી આપી હતી. ત્યારબાદ તેમને સતત ચેતવણી આપવાનું કામ ચાલું રાખ્યું. લોકો તરત જ સુરક્ષિત જગ્યાઓ પર જવા લાગ્યા. જોકે ડ્યુટી કરતાં સમયે બંનેનાં મૃત્યુ થયાં, પરંતુ હજારો લોકોના જીવ બચી ગયા હતા. ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રવાત રંજન માલિક સાથે વાત કરી. રંજનના જણાવ્યા પ્રમાણે, દેશમાં વિવિધ જગ્યાની ભૌગોલિક સ્થિતિ જુદી જુદી હોય છે. તેથી તેને રાષ્ટ્રીય સ્તર કરતાં સ્થાનિક સ્તરે તેની મરામત કરવાની જરૂર છે.

હવે વાત ભારતના ઈમર્જન્સી મેનેજમેન્ટ મોડેલની
ભારતમાં ઈમર્જન્સી પ્રબંધનનું મોડેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ બનાવવામાં આવ્યું હતું. આ એક્ટ હેઠળ કોઈ આફતમાં નેચરલ હોય કે માનવ સર્જિત આપત્તિનો સામનો કેવી રીતે કરવો? તેની સંપૂર્ણ માહિતી છે. આ એક્ટમાં અલગ અલગ એજન્સીઓની ભૂમિકા પણ નક્કી કરવામાં આવી છે.

કઈ સ્થિતિમાં કયા યુનિટને જવાબદારી આપવામાં આવે છે

 • નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)- કોઈ પણ પ્રકારની આફત સામે પહોંચી વળવા માટે આ ફોર્સ બનાવી છે. તેનો પ્રમુખ ડાયરેક્ટર લેવલનો અધિકારી હોય છે. NDRFની સ્પાથના, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 2005માં થઈ હતી, તેમાં 13 હજાર ફોર્સ કામ કરી રહી છે.
 • ભારતીય સેના- જ્યારે આફતની રાહત કામગીરી રાજ્ય સરકારો કરવા સમર્થ નથી રહેતી ત્યારે ભારતીય સેનાની ભૂમિકા શરૂ થાય છે. કચ્છ ભૂકંપ, કેદારનાથ આપત્તિ જેવી સ્થિતિઓમાં ભારતીય સેનાએ હજારો લોકોના જીવ બચાવ્યા છે. વાયુ સેના પણ લોકોને દુર્ગમ સ્થળેથી નીકાળવામાં અને મેડિકલ સર્વિસ આપવાની મોટી ભૂમિકા ભજવે છે.
 • પેરામિલિટ્રી ફોર્સ- આફતની સ્થિતિમાં પેરામિલિટ્રી ફોર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉત્તરાખંડમાં આવેલી આફતમાં ITBPના જવાન રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા હતા. આ પ્રકારની ફોર્સ પહાડ પર રેસ્ક્યુમાં વધારે સક્ષમ હોય છે.
 • સ્ટેટ પોલીસ, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ- આપત્તિના સમયે પહેલાં લોકો સુધી રાહત પહોંચાડવાનું કામ લોકલ લેવલ પર રહેલી સ્ટેટ પોલીસ અને ફાયર સર્વિસના લોકો કરે છે. આ સિવાય સિવિલ ડિફેન્સ સંબંધિત મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.

આટલી મજબૂત સિસ્ટમ હોવા છતાં ચૂક ક્યાં થાય છે?
હવે સવાલ એ છે કે આટલી મજબૂત સિસ્ટમ હોવા છતાં આપણે ઉત્તરાખંડ જેવી આફત સમજવા અને તેને સંભાળવામાં ફેલ કેમ થઈ જઈએ છીએ? તેને સમજવા માટે અમે ઓડિશાના સ્પેશિયલ રિલીફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રવાત રંજન મલિક સાથે વાત કરી. રંજન કહે છે કે, દેશમાં અલગ અલગ જગ્યાઓની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. તેથી તેને નેશનલ લેવલ કરતાં લોકલ લેવલે વધુ મજબૂત કરવાની જરૂર છે.

જાણો ઓરિસ્સાના સ્પેશિયલ રિલીફના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રવાત રંજન પાસેથી દેશની આપત્તિ મોડેલમાં શું ખામીઓ છે-

1. કોઓર્ડિનેશનઃ એજન્સીઓની વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ છે. તેના કારણે આપત્તિઓનો સામનો કરવામાં મોટી સમસ્યા આવે છે.

2. નબળો અંદાજઃ આપણા હવામાન વિભાગની એજન્સીઓ સમયસર મુશ્કેલીઓનું યોગ્ય રીતે આકારણી નથી કરી શકતી. તેના કારણે લોકોને યોગ્ય સમય પર અલર્ટ નથી થઈ શકતા.

3. બેદરકારીઃ આપત્તિઓનો સામનો કરવા માટે ડ્રિલ પ્રોગ્રામમાં અધિકારી ભાગ લેવાથી દૂર ભાગે છે. તેથી આપત્તિ આવવા પર તેઓ ખચકાય છે અને નુકસાન વધારે થાય છે.
4. વધારે વસ્તીઃ આપણા દેશમાં જનસંખ્યા વધારે છે. તેથી ઓછા સમયમાં વધારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી થાય છે.

5. ઈન્ટિગ્રેટેડ ઈન્ફોર્મેશન સિસ્ટમઃ દેશમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ફોર્મેશન સિસ્ટમ નથી. તેના કારણે ઘણી વખત બચાવ કાર્યમાં લાગેલી એજન્સીઓને ખબર નથી પડતી કે કેટલા લોકો ફસાયેલા છે અને કેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ જાપાન અને અમેરિકા જેવા દેશમાં સોશિયલ નેટવર્કિંગ અને ઈન્ટરનેટ દ્વારા સતત આવી સૂચનાઓ આપવામાં આવે છે.

6. એટીટ્યૂડઃ જ્યં સુધી લોકોનો એટિટ્યૂ઼ડ આપત્તિનો સામનો કરવાને લઈને બદલાશે નહીં, ત્યાં સુધી આ પ્રકારની આપત્તીઓ રાહત પર ભારે પડતી રહેશે. આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત થવાની જરૂરી છે.

જાગૃત થઈને આપત્તિના નુકસાનને ઓછું કરી શકાય છે
NGO રેપિડ રિસ્પોન્સના વોલન્ટિયર સાક્ષી દેશમુખ 7 વર્ષથી લોકોને આપત્તિનો સામનો કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. સાક્ષીના જણાવ્યા પ્રમાણે, કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે સૌથી જરૂરી હોય છે લોકોની જાગૃતા. ક્યારેક ક્યારેક આપત્તિ એટલી મોટી નથી હોતી, જેટલું નુકસાન થાય છે. પેનિક માહોલમાં લોકો તે કરી નાખે છે જે કરવું ન જોઈએ.

દેશમાં બે ઘટનાઓથી સમજો જાગૃતા કેટલી જરૂરી
2015માં પુણેની એક ફેક્ટરીમાં આગ લાગી હતી, કેટલાક લોકો લિફ્ટથી ભાગવા લાગ્યા, પરંતુ તેમને નહોતી ખબર કે નીચેવાળા ફ્લોર પર ભીષણ આગ લાગી ચૂકી હતી, લિફ્ટ ત્યાં જઈને ફસાઈ ગઈ અને લિફ્ટમાં સવાર 13 લોકો નાની એવી ભૂલના કારણે મરી ગયા, જ્યારે અન્ય તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા.

મુંબઈના પરેલ વિસ્તારમાં 2018માં એક રહેણાંક ઈમારતમાં લાગેલી આગમાં 4 લોકોના મોત થયા હતા. પરંતુ આ ઘટનામાં 10 વર્ષની બાળકીએ પોતાની બુદ્ધિથી પોતાના પરિવાર અને પડોશીઓનો જીવ બચાવ્યો. બન્યું એવું કે, 10 વર્ષની જેન સદાવર્તેએ તમામ લોકોના મોઢા પર ભીનો રૂમાલ રાખીને એર પ્યૂરિફાયરની પાસે લઈ ગઈ, જેનાથી તેઓ સરળતાથી શ્વાસ લઈ શકતા હતા. જેને આગનો સામનો કરવાની ટ્રેનિંગ સ્કૂલમાં લીધી હતી.

3 ગ્રાફિક્સમાં સમજો આપત્તિના સમયે પોતાને શું કરવું?

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો