બજેટ 2021થી અપેક્ષા:કોરોના મહામારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને ટેક્સ ડિડક્શન માટે મંજૂરી મળી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ બજેટથી લોકોને વધારે અપેક્ષા છે. જો કે, કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે આવકના નુકસાનને લીધે સરકારની પાસે વધારે પ્રોત્સાહન આપવાની ગુંજાઈશ નથી. લોકોને આ વર્ષે ઈન્કમ ટેક્સ છૂટને લઈને સરકાર પાસેથી ઘણી અપેક્ષા છે.

ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ લિમિટ વધી શકે છે
સરકાર સેક્શન 80C અને સેક્શનCCD(1B) સહિત અન્ય ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત મળતી મહત્તમ ટેક્સ છૂટની મર્યાદાને વધારી શકે છે. તેનાથી સરકારને લાંબા સમય માટે નક્કી રેટ પર ફંડ એકત્ર કરવામાં પણ મદદ મળશે.

કોવિડ-19 સંબંધિત ખર્ચા પર ડિડક્શન
કેન્દ્ર સરકાર બજેટમાં કોરોના મહામારીને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચાને ટેક્સ ડિડક્શન માટે મંજૂરી આપી શકે છે.

ટેક્સ સેવિંગ બોન્ડ્સની નવી કેટેગરી
પોતાના રીસોર્સીઝ વધારવા માટે સરકાર બજેટમાં કોવિડ બોન્ડ જેવી ઘણી નવી કેટેગરીના ટેક્સ સેવિંગ બોન્ડ લાવી શકે છે. આ બોન્ડ પર સરકાર ટેક્સ ડિડક્શનની સુવિધા આપી શકે છે.

નોન-રેસિડેન્ટ ઈન્વેસ્ટર્સને ટેક્સ ઈન્સેન્ટિવ
વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે સરકાર કમ્પ્લાયન્સ ઘટાડી શકે છે અને નોન રેસિડેન્ટ ઈન્વેસ્ટ માટે આકર્ષક ટેક્સ ઈન્સેન્ટિવની જાહેરાત કરી શકે છે.

ઈન્કમ ટેક્સ થ્રેસહોલ્ડ લિમિટમાં વધારો થવાની અપેક્ષા
આ બજેટમાં સરકાર ફરીથી સિંગલ ટેક્સ સ્લેબ લાવવા પર વિચાર કરી શકે છે અને 7.5 લાખ રૂપિયાથી ઓછી આવકને ટેક્સ ફ્રીની જાહેરાત કરી શકે છે.

વર્ક ફ્રોમ હોમના ખર્ચા પર ટેક્સ ઈન્સેટિવ
એમ્પ્લોયર દ્વાકા એમ્પ્લોયને આપવામાં આવેલા વર્ક ફ્રોમ હોમ અલાઉન્સિસ/રિએમ્બર્સમેન્ટ એમ્પલોય માટે નોન ટેક્સેબલ હોઈ શકે છે. તેને એમ્પ્લોયરને પોતાના વ્યવસાયિક ખર્ચમાં બતાવવાની મંજૂરી મળી શકે છે.

ડેટ ફંડ્સ કે એલટીસીજી હોલ્ડિંગ પિરિઅડમાં ઘટાડો
સરકાર ડેટ-ઓરિએન્ટેડ ગ્રોથ મ્યુચ્યુઅલ ફંડમાંથી કેપિટલ ગેન્સને લઈને હોલ્ડિંગ પિરિઅડને ઘટાડો કરવા પર વિચાર કરી શકે છે. બજેટમાં તેને 36 મહિનાથી ઘટાડીને 12 મહિના કરવામાં આવી શકે છે.