આજે ટેકનોલોજીમાં અનેક પ્રકારના ફેરફાર આવી રહ્યાં છે. ગૂગલ ટ્રાન્સલેટમાં પણ હવે એક ફેરફાર કરવામાં આવ્યો છે. તમે હવે ઇમેજને ટેક્સ્ટમાં બદલી શકશો. હાલ તો આ સર્વિસ વેબ પ્લેટફોર્મ માટે જ છે. ગૂગલ આ સેવા માટે ગૂગલ લેન્સમાં ઉપયોગમાં લેવાતી AR ટ્રાન્સલેટ ટૂલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.
પેજના ઉપરના ભાગે ટેબને રાખવામાં આવી
ગૂગલ ટ્રાન્સલેટ વેબસાઇટ પર ગયા બાદ તમે પેજના ટોપ પર ટેબ્સની એક રો જોવા મળશે. જો તમે પહેલાં ટૂલનો ઉપયોગ કર્યો હો, તો તમે ટેબ્સના ગ્રુપમાં એક નવી એડિશન 'ઇમેજ ટેબ' જોઈ શકો છો. ઇમેજ ટેબ પર ક્લિક કર્યા પછી તમારા કમ્પ્યુટર પરથી ફોટો અથવા સ્ક્રીનશોટ અપલોડ કરવો પડશે. આ ટુલ તમારી ઇમેજ પર લખેલા શબ્દોને ટેક્સ્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરશે.
ટેક્સ્ટને કોપી અને ડાઉનલોડ કરી શકાય છે
યુઝર્સ ટેક્સ્ટની કોપી પણ કરી શકે છે, ટ્રાન્સલેટેડ ઇમેજને ડાઉનલોડ પણ કરી શકાય છે અથવા તેને ક્લિયર પણ કરી શકાય છે. આ નવી સુવિધા એવા યુઝર્સે માટે ફાયદાકારક રહેશે જેમને મેનુઓ અથવા ડોકયુમેન્ટ્સ જેવી ઇમેજમાંથી ટેક્સ્ટને ટ્રાન્સલેટેડ કરવાની જરૂર છે. તો એવા વિદ્યાર્થીઓ અને સંશોધકોને પણ મદદ કરી શકે છે જેમને પુસ્તકો અથવા કાગળોમાંથી તરત જ ટ્રાન્સલેશન કરવાની જરૂર પડે છે.
સાઈડ-બે સાઈડ કમ્પૅરિઝન પણ કરી શકો છો
જો તમે ' શો ઓરીજનલ ટોગલ' પર ક્લિક કરો તો તમે ટ્રાન્સલેશનની સાથે-સાથે સાઇડ-બાય-સાઇડ કમ્પૅરિઝનપણ કરી શકો છો. ગૂગલ લેન્સ લાંબા સમયથી મોબાઇલ ડિવાઇસ પર આ સર્વિસ આપી રહ્યું છે, પરંતુ હવે યુઝર્સે વેબ બ્રાઉઝર્સ પર પણ તેનો ઉપયોગ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.