યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ મોટી જાહેરાત કરી જાણકારી આપી છે કે, આ વર્ષે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં નહીં આવે. કમિશને કહ્યું કે, સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CUCET)ને એકેડમિક યર 2022-23 માટે લાગુ કરી શકાય છે.
કોરોના મહામારીને લીધે આ નિર્ણય લીધો
આ વિશે જાણકારી આપતા UGCએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, કોરોના મહામારીને લીધે કેન્દ્રીય યુનિવર્સિટીમાં એકેડમિક 2021-22 દરમિયાન એડમિશન પ્રોસેસ ગયા વર્ષની જેમ જ રહેશે. સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CUCET) આવતા એકેડમિક સેશન 2022-23થી લાગુ કરી શકાય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં CUCETને દરખાસ્ત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે NEP, 2020 મુજબ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CUCET)ની પદ્ધતિઓની ભલામણ કરવા માટે સાત-સભ્યોની સમિતિની રચના કરી હતી.
UGCએ નવા સેશન માટે ગાઈડલાઈન્સ જાહેર કરી
આની પહેલાં કમિશનને 16 જુલાઈએ નવા શૈક્ષણિક સેશન માટે નિર્દેશ જાહેર કર્યા હતા. જાહેર કરેલી ગાઈડલાઈન્સ પ્રમાણે, યુનિવર્સિટીએ UG અને PG કોર્સની એડમિશન પ્રોસેસ 30 સપ્ટેમ્બર સુધી પૂરી કરવી પડશે. આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દરેક યુનિવર્સિટી અને કોલેજોને 30 ઓગસ્ટ સુધી ફાઈનલ સેમિસ્ટર કે યરની પરીક્ષા પૂરી કરવાના નિર્દેશ પર આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.