કોરોનાના થવાથી સામાન્ય શરદી અને ઉધરસની વેક્સિન પણ તમને ઈમર્જન્સી વોર્ડ સુધી પહોંચવાથી 58% બચાવશે, જાણો તેના અન્ય ફાયદા શું છે
સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસના કેસ ફરીથી વધી રહ્યા છે. કોરોનાને હરાવવા માટે વેક્સિનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ફ્લૂની વેક્સિનથી કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય છે. એટલું નહીં, ફ્લૂની વેક્સિન સ્ટ્રોક, ડીપ વેન થ્રોમ્બોસિસ (DVT),એટલે કે લોહીની ગાંઠો અને સેપ્સિસનું જોખમ પણ ઘટે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ કર્યું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે જે લોકોને 6 મહિના પહેલા ફ્લૂ એટલે કે ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન લીધી હતી, તેમને કોરોના થવા પર ઈમર્જન્સી અને ICUમાં દાખલ થવાનું જોખમ ઘટી ગયું.
ઘણા મોટા દેશોએ 75 હજાર કોરોના સંક્રમિતો પર રિસર્ચ કર્યું
સંશોધકોએ લગભગ 75 હજાર કોરોના સંક્રમિતોના ડેટાના વિશ્લેષણના આધારે આ તારણ કાઢ્યું છે. તેમનું કહેવું છે કે, દર વર્ષે ફ્લૂની રસી લેનાર કોરોના પીડિતોમાં સ્ટ્રોક, સેપ્સિસ, અને લોહીની ગાંઠો થવાનું જોખમ 40 ટકા ઘટી ગયેલું જોવા મળ્યું. ફ્લૂની વેક્સિન લેનારા આવા કોરોના દર્દીઓને ICUમાં દાખલ કરવાની જરૂરિયાત પણ ઓછી જોવા મળી છે.
તે દેશોને આ રિસર્ચ રાહત આપી શકે છે, જ્યાં હજી સુધી કોરોનાની વેક્સિન નથી પહોંચી
દુનિયાના લગભગ 85થી વધારે દેશ એવા છે જ્યાં 2023 સુધી પણ કોરોનાની વેક્સિન પહોંચશે નહીં અથવા પછી પહોંચવાનો દર ઘણો ધીમો હશે. આવી સ્થિતિમાં આ રિસર્ચ તે દેશો માટે રાહત આપનારું હોઈ શકે છે, જ્યાં વેક્સિન નથી પહોંચી અથવા વેક્સિનેશન ધીમી ગતિએ છે.
ભારતમાં વેક્સિનેશન ઘણું ધીમું છે
ભારતની વાત કરીએ તો, અહીં પણ વિકસિત દેશોની તુલનામાં વેક્સિનેશન ઘણું ધીમું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડૉક્ટર ભારતી પ્રવીણ પવારના અનુસાર, અત્યારે દેશમાં 57,518 વેન્ટિલેટર છે.
કોરોના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધી 4.27 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાંથી ઘણા લોકોને ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવના કારણે જીવ ગુમાવવો પડ્યો. વેક્સિનેશનની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર 8.3% ભારતીય જ ફુલી વેક્સિનેટેડ છે, એટલે કે જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, જ્યારે 29.0% લોકોએ વેક્સિનનો સિંગલ ડોઝ જ લીધો છે. આવી સ્થિતિમાં આ રિસર્ચ મદદગાર સાબિત થઈ શકે છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં અત્યાર સુધી એક થોડી વસ્તીએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે. આવી સ્થિતિમાં આ મહામારીથી થતા મૃત્યુની સંખ્યા અને બીમારીને ઓછી કરવાની જરૂર છે. કોરોના મહામારી દરમિયાન સ્ટડીનું આ પરિણામ ઘણું મહત્ત્વનું છે. અમારું આ રિસર્ચ દુનિયાભરમાં બીમારીનું વધતું દબાણ ઓછું કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
કોરોના વેક્સિનનો વિકલ્પ ફ્લૂની વેક્સિન નથી
એક્સપર્ટનું એવું પણ કહેવું છે કે, ફ્લૂની વેક્સિન મદદગાર સાબિત થઈ શકે છે, પરંતુ કોરોના વેક્સિનનો વિકલ્પ ન હોઈ શકે. તેથી શક્ય તેટલી વહેલી તકે લોકોએ કોરોનાની વેક્સિન લઈ લેવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.