ફોર્મ / GSTનું CMP-03 ફોર્મ 31 જુલાઈ સુધી ભરી શકાશે

The CMP-03 form of GST can be filled up till 31 July

Divyabhaskar.com

Jul 07, 2019, 03:36 PM IST

યુટિલિટી ડેસ્કઃ સર્વિસ કમ્પોઝિશન કરદાતાઓ માટે સીએમપી -03 ફોર્મ 31 જુલાઇ 2019 સુધી ભરી શકાશે. સરકારના નવા પ્રોવિઝન મુજબ જે કોઇ સર્વિસ પ્રોવાઇડરનું વાર્ષિક વેચાણ રૂ. 60 લાખ કરતા નીચે હોય તેવા સર્વિસ પ્રોવાઇડરો 100 ટકાનો કમ્પોઝિશન ટેકસ ભરવાનો લાભ લઇ શકે છે. આ સ્કીમના ઓપ્શનમાં જતાં કરદાતાઓએ વાર્ષિક એક જ રિટર્ન ફાઇલ કરવું પડશે. તે ઉપરાંત ટેકસ દર 18 ટકામાંથી માત્ર 6 ટકા ઘટાડાનો લાભ લઇ શકશે.


સ્કીમ વિશે જાગૃતતા ન હોવાથી સર્વીસ પ્રોવાડરોએ તારીખ લંબાવા રજૂઆત કરી હતી. જે કરદાતાઓ સર્વીસ અને રૂ. 60 લાખ નીચેનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ કમ્પોઝિશનમાં જઇ શકશે. જેવા કે ભાડાની આવક ધરાવનારા, સીએ, આર્કીટેક, એન્જીનીયર અને લેબર કોન્ટ્રાકટર સ્કીમનો લાભ લઇ શકશે.

X
The CMP-03 form of GST can be filled up till 31 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી