તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Giving A Loan Of Up To Rs 5 Lakh On Social Media Is False, The Government Itself Said There Is No Such Scheme

PM ધન લક્ષ્મી યોજનાનું ફેક્ટ ચેક:સોશિયલ મીડિયા પર 5 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો દાવો ખોટો, સરકારે પોતે કહ્યું કે આવી કોઈ યોજના નથી

4 મહિનો પહેલા

શું વાઈરલઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના અંતર્ગાત મહિલાઓને વ્યાજ વગર 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ઓનલાઈન અરજી માટેની લિંક પણ વાઈરલ થઈ રહી છે. 

  • આ રીતે ધન લક્ષ્મી યોજનાની લિંક ફેસબુક પર શેર કરવામાં આવી રહી છે

https://www.facebook.com/pmkisansammannidhiyojana/posts/180411333511099

  • PM ધન લક્ષ્મી યોજના 2020ના નામથી ઘણી યુટ્યુબ ચેનલોએ પણ વીડિયો બનાવ્યો છે

https://www.youtube.com/watch?v=IrlEU6SCKiQ

https://www.youtube.com/watch?v=S6I6vyfuztk

ફેક્ટ ચેકની તપાસ

  • વાઈરલ મેસેજમાં લખ્યું છે કે ઓનલાઈન અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો. લિંક પર ક્લિક કરવાથી https://govt-yojana.com વેબસાઈટ ઓપન થાય છે. વેબસાઇટની જમણી બાજુએ સ્પષ્ટ લખ્યું છે કે તે કોઈ સત્તાવાર વેબસાઇટ નથી. તે પોતે જ એક છેતરપિંડી છે. પહેલા કહેવામાં આવ્યું કે, લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરો, પછી અંદર લખ્યું છે કે, તે સરકારી વેબસાઈટ નથી.
  • વેબસાઈટ પર PM ધન લક્ષ્મી યોજના સાથે જોડાયેલા કેટલાય દાવા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત લખવામાં આવ્યું છે કે, અરજી કરવા માટે તમારે નજીકના જિલ્લા કક્ષાના સમુદાય કેન્દ્રમાં જવું પડશે. આ બીજી છેતરપિંડી છે. કેમ કે વાઈરલ મેસેજમાં લખ્યું હતુ કે લિંકથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • તે સ્પષ્ટ થઈ ગયું કે વાઈરલ થઈ રહેલી લિંક જે URL પર લઈ જાય છે તે ન કોઈ સરકારી વેબસાઈટ છે, ન તો કોઈ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. હવે અમે આ નામની યોજનાની હકીકત જાણવા માટે અમે તપાસ શરૂ કરી.
  • જો કે, દાવો મહિલાઓ સાથે જોડાયેલી યોજનાઓને લઈને કરવામાં આવી રહ્યો છે અને તેમાં PM શબ્દ પણ જોડાયેલો છે. તેથી જ અમે કેન્દ્ર સરકારની મહિલાઓને લગતી યોજનાઓથી સંબંધિત માહિતીની શોધખોળ શરૂ કરી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર મહિલાઓને લગતી કેન્દ્ર સરકારની યોજનાઓની ત્રણ સૂચિ છે. અમને અહીં PM ધન લક્ષ્મી નામની કોઈ યોજનાની જાણકારી નથી મળી.
  • ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ PIB (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો)એ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારની આ પ્રકારની કોઈ યોજના નથી.

નિષ્કર્ષઃ PM  ધન લક્ષ્મી યોજનાના નામે 5 લાખ રૂપિયા સુધીની લોનનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે નામથી કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો