તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલિકોમ:એરટેલ, જિયો, Vi અને BSNLના સૌથી સસ્તા 4G ડેટા વાઉચર્સ, જુઓ લિસ્ટ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટેલિકોમ કંપનીઓના પ્રીપેડ પ્લાન એક નક્કી ડેટા લિમિટની સાથે આવે છે. પ્રીપેડ પ્લાન્સમાં FUP (ફેર યુઝ પોલિસી)ની સાથે ડેઈલી ડેટા ઓફર કરવામાં આવે છે અથવા કેટલાક પ્લાન FUP વગર ફિક્સ અમાઉન્ટ ડેટાની સાથે આવે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ ગ્રાહક એડિશનલ ડેટા માટે 4G વાઉચર્સ ખરીદી શકે છે. અહીં અમે તમને જિયો, એરટેલ, BSNL અને Viના સૌથી સસ્તા 4G ડેટા વાઉચર્સ વિશે જણાવી રહ્યા છીએ.

એરટેલ
કંપનીનો સૌથી સસ્તો 4G ડેટા 48 રૂપિયાનો આવે છે. આ વાઉચરમાં ગ્રાહકોને 3GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ વાઉચરની વેલિટિડી 28 દિવસની હોય છે.

Vi (વોડાફોન-આઈડિયા)
કંપનીનો સૌથી સસ્તો 4G ડેટા પ્લાન 16 રૂપિયાનો આવે છે. આ વાઉચરમાં ગ્રાહકોને 1GB ડેટા મળે છે. આ વાઉચર માત્ર 24 કલાકની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં અન્ય કોઈ ફાયદા નથી મળતા.

BSNL
Viની જેમ સરકારી ટેલિકોમ કંપની પણ સૌથી સસ્તું 4G ડેટા વાઉચર 16 રૂપિયામાં ઓફર કરે છે. જો કે, તેમાં 2GB ડેટા ગ્રાહકોને આપવામાં આવે છે. આ પ્લાન પણ 24 કલાકની વેલિડિટીની સાથે આવે છે.

જિયો
રિલાયંસ જિયોનો સૌથી સસ્તો 4G ડેટા વાઉચર 11 રૂપિયાનો આવે છે. તે બાકી ત્રણેય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં સૌથી સસ્તો પ્લાન છે. કંપનીના 11 રૂપિયાના 4G ડેટા વાઉચરમાં ગ્રાહકોને 1GB ડેટા ઓફર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પ્લાન વેલિડિટી વગર આવે છે. એટલે કે તેની વેલિડિટી તમારા બેઝ પ્લાન જેટલી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો