તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • The Changing Seasons Between Corona Increased The Risk Of Fungus Ranging From Dengue; These Diseases Can Be Fatal, Learn Its Symptoms And Ways To Avoid It

ચોમાસું આવ્યું, બીમારીઓ આવી:કોરોનાની વચ્ચે બદલાતી સિઝનમાં ડેન્ગ્યુથી લઈને ફંગસનું જોખમ વધ્યું; આ બીમારીઓ જીવલેણ બની શકે છે, જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાની રીત

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોમાસાની સિઝનમાં બીમારીઓ થવાની સંભાવના વધારે રહે છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને ગંદકીના કારણે મચ્છર અને જોખમી બેક્ટેરિયા જન્મ લે છે. પાણી અને હવા દ્વારા આ બેક્ટેરિયા ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી તાવ અને ફ્લૂ જેવી બીમારી થઈ શકે છે.

વરસાદના કારણે ઘરની અંદર ભીનાશના કારણે ભેજની સમસ્યા ઉદભવે છે. ઘરમાં ભેજનું પ્રમાણ વધવાથી બ્લેક ફંગસનું જોખમ પણ વધી શકે છે. સામાન્ય રીતે બ્લેક ફંગસ ગરમીમાં થાય છે, પરંતુ વરસાદના ભેજમાં તે ઝડપથી ફેલાય છે.

ભોપાલના જાણીતા હિમેટોલોજિસ્ટ ડૉક્ટર વી.કે ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, કોરોનાકાળમાં જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે. તો જાણો વરસાદમાં થતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાય...

સામાન્ય તાવ અને શરદી
ડૉક્ટર ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, સિઝનમાં ફેરફારની સાથે વાતાવરણમાં આવતા સૂક્ષ્મજંતુઓથી થતા તાવને વાઈરલ કહેવામાં આવે છે. તે હવા અને પાણી દ્વારા ફેલાય છે. સામાન્ય તાવ કયા પ્રકારનો છે તે વાઈરસના પ્રકાર પર નિર્ભર કરે છે.

સામાન્ય રીતે તો તેમાં માત્ર તાવ જ આવે છે, પરંતુ કેટલાક લોકોને ઉધરસ અને સાંધામાં દુખાવો પણ થઈ શકે છે, પરંતુ તે ફ્લૂ, ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા નથી. આ તાવ ત્રણથી સાત દિવસ સુધી રહે છે. તેનો સમયગાળો વાઈરસ પર આધાર રાખે છે.

બચવાની રીત

મચ્છરના કરડવાથી થતી બીમારીઓ...

ચિકનગુનિયા અને ડેન્ગ્યુ
ડૉક્ટર ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ વાઈરસથી થતી બીમારીઓ છે, પરંતુ તે વેક્ટર બોર્ન ડિસીઝ છે જે મચ્છરના કરડવાથી થાય છે.

તેમાં સાંધામાં દુખાવાની સાથે તાવ આવે છે. તેમજ ઊલટી થાય છે અને માથામાં દુખાવો થાય છે.

ડેન્ગ્યુમાં શરૂઆતમાં ભારે તાવ આવે છે. માથામાં દુખાવો અને આંખની પાછળ દુખાવો મહેસૂસ થાય છે. તેમજ પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે શરીર પર ચકામા થઈ જાય છે જેને રેશિઝ કહેવામાં આવે છે.

ચિકનગુનિયામાં, સાંધામાં દુખાવો વધી જાય છે, પરંતુ બંને બીમારીની શરૂઆતના બે અથવા ત્રણ દિવસ સુધી તાવ રહે છે.

ઘરને સાફ રાખવું, કૂલર, ખાડા, કૂંડા અને ટાયર વગેરેમાં વધારે દિવસ સુધી પાણી એકઠું ન થવા દો. તેમાં મચ્છર ઉદભવે છે.

આખી સલીવ્ઝના કપડાં પહેરવા. ખાસ કરીને બાળકો માટે આ વાતનું ધ્યાન રાખો.

મેલેરિયા
માથામાં દુખાવો અને ધ્રુજારીની સાથે તેજ તાવ આ બધા મેલેરિયાના લક્ષણો છે. ત્યારબાદ એક નિશ્ચિત અંતરાલમાં આ જ રીતે તાવ આવે છે. આવી સ્થિતિમાં તરત મેલેરિયા માટે બ્લડ ટેસ્ટ કરાવો.

મેલેરિયા થવાનું કારણ માદા એનાફિલીઝ મચ્છર હોય છે. તેના કરડવાથી તેની અંદર રહેલા મેલેરિયાના જંતુઓ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. 14 દિવસ બાદ તાવ આવી જાય છે. આ મચ્છર વરસાદના પાણીમાં ઉદભવે છે.

બચવાની રીત

 • મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા મચ્છર ભગાડવા માટે નાનું મશીન અથા ક્રિમ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
 • આસપાસ પાણી ભરાઈ ન જાય, તેનું ધ્યાન રાખો
 • જો પાણી ભરાઈ રહ્યું હોય તો તેમાં જંતુનાશક અથવા કેરોસીન નાખવું જોઈએ.

હિપેટાઈસ એ
વરસાદની સિઝનમાં આ બીમારી થવાની સંભાવના વધી જાય છે. કમળો થવા પર હિપેટાઈસ એ થઈ શકે છે. તે લિવરના કોષોમાં સંક્રમણના કારણે થાય છે. આ રોગના સૂક્ષ્મજંતુઓ દૂષિત ખાદ્ય વસ્તુઓ અને પીવાનું પાણી ઉકાળ્યા વગર અથવા ફિલ્ટર કર્યા વગર પીવાથી શરીરની અંદર જતા રહે છે. લિવરમાં સંક્રમણ થવાને કારણે બ્લડમાં બિલીરૂબિનનું પ્રમાણ વધી જાય છે. તેનાથી શરીરના અંગો પીળા દેખાય છે અને કમળો થાય છે.

બચવાની રીત

 • સાફ કરેલી અને ચોખ્ખી વસ્તુઓ ખાવી.
 • પાણી ઉકાળીને અથવા ફિલ્ટર વોટર જ પીવું.
 • બહારનું ખાવાનું ન ખાવું.
 • પબ્લિક વોશરૂમનો સેફ્ટીની સાથે ઉપયોગ કરો.

ફ્લૂ (ઇન્ફ્લુએન્ઝા)
વરસાદના સમયે સૌથી વધારે ઇન્ફ્લુએન્ઝા ફ્લૂના કેસ જોવા મળે છે. તેમાં શરદી, ઉધરસ આવે છે, તાવ આવે છે અને સાંધામાં દુખાવો થાય છે. આ લક્ષણો કોમન ફ્લૂના પણ હોઈ શકે છે. કોમન ફ્લૂ પાંચથી સાત દિવસ સુધી રહે છે. દવા લીધા બાદ સ્વસ્થ થવામાં આટલો સમય લાગી જાય છે. શરદી, ઉધરસ મટવામાં 10થી 15 દિવસનો સમય પણ લાગી જાય છે.

બચવાની રીત

 • ડૉક્ટર ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, ફ્લૂથી બચવા માટે વેક્સિન લઈ શકાય છે. આ બીમારીઓ દર વર્ષે આવે છે, આવી સ્થિતિમાં વેક્સિન લઈને તમે તેનાથી બચી શકો છો. વેક્સિન બાદ પણ જો ફ્લૂ થાય છે તો તેની અસર ઓછી થાય છે.
 • તે ઉપરાંત આ દિવસોમાં ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. આવી જગ્યાએ બીમારી વ્યક્તિને ખાંસી અથવા છીંક આવે છે તો બીજા લોકો સંક્રમિત થઈ શકે છે.
 • ફ્લૂ સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. જેમ કે, છીંક આવે છે ત્યારે આપણે ચહેરા પર હાથ રાખીએ છીએ અને પછી તે હાથથી અન્ય વસ્તુઓને સ્પર્શ કરીએ છીએ. જ્યારે તમે તે વસ્તુઓના સંપર્કમાં આવો છો તો તમને બીમારી થવાનું જોખમ રહે છે. તેનાથી બચવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જવું.

ટાઈફોઈડ
ટાઈફોઈડ તાવના કેસ વરસાદની સિઝનમાં વધી જાય છે. જે સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયાના કારણે થાય છે. ગંદું પાણી પીવાથી અને દૂષિત ખોરાક ખાવાથી વ્યક્તિને ટાઈફોઈડ થઈ શકે છે અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ બીમારી ફેલાય છે.

બચવાની રીત

 • ઉકાળેલું પાણી, ફિલ્ટરવાળું પાણી જ પીવું.
 • બહારનું ખાવાનું ન ખાવું.
 • ખાવાની વસ્તુને ઢાંકીને રાખવી.
 • એક દિવસમાં 3થી 4 લિટર પાણી પીવું.
 • ફ્રૂટ, જ્યુસ, નારિયેળ પાણી, સૂપ જેવી વસ્તુઓ ડાયટમાં જરૂર સામેલ કરો.

ફંગસ
ફંગસ હવામાં રહે છે. તે તમને ફૂગ તરીકે બ્રેડ પર અને ઝાડ પર જોવા મળે છે. આ ફંગસ તમારા નાકમાંથી થઈ લાળમાં ભળીને નાકની ચામડીમાં જાય છે. ત્યારબાદ આ બીમારી ઝડપથી ફેલાય છે અને મગજ સુધી પહોંચી જાય છે. તેમાં મૃત્યુ દર 50 ટકા છે.