• Gujarati News
  • Utility
  • The Cause Is Seasonal Affective Disorder, Be Happy With These 10 Tips Without Spending Money This Monsoon

રોમેન્ટિક નહિ, પણ ઉદાસ કરી દે છે વરસાદ:એનું કારણ સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર છે, આ ચોમાસામાં પૈસા ખર્ચ્યા વગર આ 10 ટિપ્સથી ખુશ રહો

એક મહિનો પહેલા

વરસાદની ઋતુ શરુ થતાં જ વાતાવરણમાં રોમાન્સની એક વિશેષ ફ્લેવર એડ થઈ ગઈ હોય એવો અનુભવ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ જ ઋતુમાં અમુક લોકો હતાશા અને એકલતાનો પણ અનુભવ કરે છે. એવા પણ ઘણા લોકો હોય છે, જેને વરસાદના અવાજથી તકલીફ થતી હોય. આ સિમ્ટમ્સને 'મોન્સૂન બ્લૂઝ' કહેવામાં આવે છે.

આજે કામના સમાચારમાં આ 'મોન્સૂન બ્લૂઝ' વિશે વાત કરીએ અને જાણીએ કે આ સમય દરમિયાન અનુભવાતી એકલતા અને ડિપ્રેશનનો સામનો કેવી રીતે કરવો?

આજે મેદાંતા હોસ્પિટલના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રમણ શર્મા અને કોકિલાબેન હૉસ્પિટલના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શૌનિક અજિંક્યા છે.

મોન્સૂન બ્લૂઝ એટલે શું?
મેડિકલ ભાષામાં એને SAD કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર (મોસમી ભાવાત્મક વિકાર). આ એક પ્રકારનું ડિપ્રેશન છે. હવામાનમાં પલટો થતાં જ વ્યક્તિ એકલતા અનુભવવા લાગે છે, એટલે એને સીઝનલ ડિપ્રેશન પણ કહી શકાય. આ સમયે વિટામિન-ડીની ઊણપને કારણે લોકો SADના શિકાર બને છે. એવું નથી કે લોકો માત્ર ચોમાસામાં જ ડિપ્રેશનમાં જતા હોય છે. કેટલાક લોકો વધતી જતી ઠંડીની ઋતુમાં પણ આ બીમારીનો શિકાર બનતા હોય છે.

મોન્સૂન બ્લૂઝ પાછળનું વિજ્ઞાન શું છે?
મગજમાં સેરોટોનિન નામનું કેમિકલ હોય છે. એ ન્યુરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે. ન્યુરોટ્રાન્સમીટર નામનું રસાયણ તડકામાં સક્રિય હોય છે. તમે એને એક પ્રકારનું મૂડ સ્ટેબિલાઇઝર પણ કહી શકો છો. એને કારણે આપણને ખાવાની, સૂવાની, ખુશ થવાની ઇચ્છા જાગે છે. વરસાદની ઋતુમાં સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો હોય છે, જેને કારણે ન્યુરોટ્રાન્સમીટર ઓછા સક્રિય રહે છે અને ઘણા લોકો ઉદાસી અને હતાશાનો શિકાર બને છે.

આ એકલતા ખરેખર શું છે?
શું એવું ક્યારેય બન્યું છે કે જ્યારે તમને એવું લાગ્યું હોય કે વિશ્વમાં કોઈ તમારી સાથે નથી? વીકેન્ડમાં સાથે સમય વિતાવનાર કે મસ્તી કરનાર કોઈ નથી કે પછી વરસાદની ઋતુના રોમેન્ટિક હવામાનમાં તમે કોઈની સાથે લોંગ ડ્રાઈવ પર જવા માગો છો, પરંતુ તમારી સાથે જનાર કોઈ નથી કે પછી તમે તમારા દિલની વાત કોઈને કહેવા માગો છો, પરંતુ કોઈ સાંભળવાવાળું નથી? બસ, આ એકલતા છે.

આત્મીયતાની અનુભૂતિ એ આપણી સામાજિક જરૂરિયાત છે
આ લાગણી વિશ્વભરના લોકોમાં સામાન્ય છે. ભૂખ અને તરસને દૂર કરવાની જેમ જ, લોકોની વચ્ચે રહીને આત્મીયતા અનુભવવી એ આપણી સામાજિક જરૂરિયાત છે. આત્મીયતાની આ લાગણી અને સલામત રહેવાની આ અનુભૂતિ આપણને આનંદ આપે છે. આ એટલા માટે છે, કારણ કે આપણે જંગલોમાં સમૂહમાં રહેતા હતા, જેથી જંગલી પ્રાણીઓથી પોતાની જાતને સુરક્ષિત રાખી શકાય અને ભૂખ્યા પણ ના રહેવું પડે. એ સમયની સર્વાઈવલ ટ્રિક વર્તમાન સમયની જરૂરિયાત બની ગઈ છે. જ્યારે આ જરૂરિયાતો પૂરી થતી નથી અને આપણે લોકો સાથે જોડાઈ શકતા નથી તો તે એકલા પડી જાય છે.

મોન્સૂન બ્લૂઝ અને એકલતાને કારણે આ 6 ફેરફાર જોવા મળે છે:

  • શારીરિક તંદુરસ્તી પર ધ્યાન ન આપવું
  • લોકોને મળવાની તકો ટાળવી
  • ટીવી કે મોબાઈલ પર કલાકો સુધી સમય બગાડવો
  • બહારની દુનિયાથી અલગ પડીને રહેવું
  • ગુમસૂમ થઈને વિચારોમાં ખોવાયેલા હોવું
  • વ્યસની બની જવું

સંદર્ભ : ડૉ. શૌનિક અજિંક્યા, સાઇકિયાટ્રિસ્ટ, કોકિલાબેન હોસ્પિટલ, મુંબઈ

WHO મુજબ, ભારતમાં 200 મિલિયનથી વધુ લોકો જુદાં-જુદાં કારણસર ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના એક રિપોર્ટ મુજબ ભારતમાં 12 ટકા જેટલા યુવાનો ડિપ્રેશનથી પીડાય છે અને 8 ટકા જેટલા યુવાનો એકલતાથી પીડાય છે. કોવિડ બાદથી આ આંકડો વધી જ રહ્યો છે. એકલતા એની સાથે ઘણા પ્રકારના રોગો લઈને પણ આવે છે, તેથી ખુશ રહો અને સકારાત્મક કાર્યમાં તમારી જાતને વ્યસ્ત રાખો.