• Gujarati News
  • Utility
  • The Businessman Absconded After Stealing A Car Under The Pretext Of A Test Drive And Was Arrested By The Police Within 100 Days

વિચિત્ર ચોરી:ટેસ્ટ ડ્રાઇવના બહાને કારની ચોરી કરીને બિઝનેસમેન ફરાર, 100 દિવસની અંદર પોલીસે કરી ધરપકડ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ OLX પર વેચવા માટે મુકેલી કારની ચોરી થઈ ગઈ - Divya Bhaskar
ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ OLX પર વેચવા માટે મુકેલી કારની ચોરી થઈ ગઈ

આધુનિક સમય સાથે ચોરી કરવાની રીત પણ આધુનિક થતી જાય છે અને હવે તો જોકે, પહેલાંના જમાનાની જેમ ચોર પણ હવે ક્યાં અભણ રહ્યાં છે? હવેનો સમય તો ભણેલાં ચોરોનો આવ્યો છે. આજે જે ઘટનાનો ખુલાસો અમે તમારી સમક્ષ કરવા જઈ રહ્યા છીએ તે વાંચ્યા બાદ થોડાં સમય માટે તો તમારા પણ હોશ ઉડી જશે કે, આવું કેવી રીતે શક્ય બને? બેંગ્લોરમાં આજે કારચોરીનો એક એવો ચકચાર મચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે કે, જે સાંભળ્યા બાદ તમે પણ વિચારતાં થઈ જશો કે, આ ચોરને સજા આપવી કે તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી.

બેંગ્લોરમાં એક બિઝનેસમેને ટેસ્ટ ડ્રાઈવના બહાને કારની ચોરી કરીને ફરાર થઈ ગયો. અમૃતનગરના વતની અને ચિકબલ્લાપુરા જિલ્લાના બાગેપલ્લીના એમ.જી.વેંકટેશ નાયકે એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય રવિન્દ્ર ઇલુરીની મારુતિ વિટારા બ્રેઝાની ચોરી કરી હતી. ઇલુરીએ જાન્યુઆરીમાં OLX પર તેની કાર વેચવા માટે એક જાહેરાત મૂકી હતી અને ૩૦ જાન્યુઆરી સુધીમાં આ કારની ખરીદી માટે પાંચ ઈન્કવાયરી આવી હતી, આ પાંચ ઈન્કવાયરીમાંનો એક વ્યક્તિ વેંકટેશ નાયક પણ હતો. તે દિવસે તેણે સાંજે 7.03 વાગ્યે ઈલુરીનો સંપર્ક કર્યો હતો અને કાર ખરીદવામાં રસ દાખવ્યો હતો.

ઇલુરીએ મારુતિ વિટારા બ્રેઝા જાન્યુઆરીમાં OLX પર વેચવા માટે મૂકી હતી
ઇલુરીએ મારુતિ વિટારા બ્રેઝા જાન્યુઆરીમાં OLX પર વેચવા માટે મૂકી હતી

જ્યારે નાઈક ઇલુરીને મળ્યો ત્યારે તેમણે કાર ખરીદતાં પહેલાં કારની ટેસ્ટ-ડ્રાઇવ કરવાની માગ કરી. ઈલુરીએ તેને પોતાની કારની ચાવી આપી. જોકે, નાઈક ટેસ્ટ ડ્રાઈવ માટે ગાડી લઈને ગયો તે ગયો પછી ક્યારેય પાછો ફર્યો જ ના હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ઇલુરીએ અમૃતહલ્લી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો કારણકે, તે ઘટના સમયે નાઈક વિશે તેને કંઈ ખ્યાલ જ નહોતો. પોલીસે શરૂઆતમાં ઇલુરીનો સંપર્ક કરવા માટે ઉપયોગમાં લીધેલા મોબાઇલ ફોનને ટ્રેક કરીને શંકાસ્પદને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે નાઇકે તે જ દિવસે ચોરેલા ફોનનો ઉપયોગ કર્યો હતો. આ ફોન બેંગલુરૂથી ચોરી થયો હતો.

પોલીસે આ ઘટનાક્રમની તપાસ માટે OLXની મદદ લીધી હતી. તેમણે OLXનો સંપર્ક સાધ્યો હતો અને શહેરમાં કારની તપાસ માટે ઉપયોગમાં લેવાતા 2,500 જેટલા IP એડ્રેસ મેળવ્યા હતા. અમે ત્રણ મહિના સુધી તમામ IP એડ્રેસની એક પછી એક ચકાસણી કરી હતી. અમારી આ તપાસને ૧૦ મેના રોજ સફળતા મળી હતી. આ ઘટનાની તપાસ કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસના તારણોના અંતે અમે દસરહલ્લી મુખ્ય માર્ગ પર વાહનને શોધી કાઢ્યું હતું અને નાઈકની ધરપકડ કરી હતી.

બેંગલુરુ પોલીસે જાન્યુઆરીમાં ટેસ્ટ-ડ્રાઈવના બહાને એન્જિનિયર પાસેથી કોમ્પેક્ટ SUV ચલાવવાના આરોપમાં 36 વર્ષીય ઉદ્યોગપતિની ધરપકડ કરી છે.
બેંગલુરુ પોલીસે જાન્યુઆરીમાં ટેસ્ટ-ડ્રાઈવના બહાને એન્જિનિયર પાસેથી કોમ્પેક્ટ SUV ચલાવવાના આરોપમાં 36 વર્ષીય ઉદ્યોગપતિની ધરપકડ કરી છે.

ત્યારબાદ પોતાનો ગુનો સ્વીકારી ચૂકેલા નાઈકે પોલીસને જણાવ્યું કે, તેણે પોતાના ગામમાં તેનું અપમાન ના થાય તેના માટે આ કારની ચોરી કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આરોપી પાસે એક વિટારા બ્રેઝા હતી, જે તેણે થોડાં મહિના પહેલાં જ વેંચી દીધી હતી. તે હંમેશાં પોતાની કારમાં બાગેપલ્લી નજીકના તેના ગામની મુલાકાત લેતો અને હવે તેણે પોતાની કાર વેંચી નાખતાં તે મૂંઝવણમાં મુકાયો હતો કે, કાર વિના ગામડે જવું કેવી રીતે? જો કાર વિના તે ગામડે જાય તો તેનું અપમાન થશે તેવું તે વિચારતો હતો. ત્યારબાદ તેણે OLXની એક જાહેરાતમાં પોતાની પાસે હતી એવી જ કાર જોઈ અને પછી તેણે આ કાર ચોરી કરવાનું નક્કી કર્યું,'

પોલીસે જણાવ્યું હતું કે, નાઈકની પત્ની ડિસેમ્બર 2020ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અસફળ ઉમેદવાર સાબિત થઈ હતી. નાઈકે ચૂંટણી દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને મિત્રો પાસેથી પૈસા પણ ઉધાર લીધાં હતા. તેણે તેની કેટલીક લોન ચૂકવવા માટે પોતાની કાર વેંચી નાખી હતી અને ફોર-વ્હીલર વિના તેના ગામની મુલાકાત લેવી તે તેને અપમાનજનક લાગતું હતું. પોલીસે આગળ ઉમેર્યું હતું કે, કાર ચોરી કર્યા બાદ તેણે નંબર પ્લેટ બદલીને તેનો ઉપયોગ પોતાના માટે કર્યો હતો. એક સ્થાનિક અદાલતે નાઈકને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.