• Gujarati News
  • Utility
  • The Breath Analyzer Will Report A Positive Or Negative Corona From The Breath; Started Use In The Netherlands, Approval Sought In The US

કોરોનાની વિરુદ્ધ નવું હથિયાર:બ્રેથ એનાલાઈઝર શ્વાસથી કોરોના પોઝિટિવ અથવા નેગેટિવનો રિપોર્ટ આપશે; નેધરલેન્ડમાં ઉપયોગ શરૂ, અમેરિકામાં મંજૂરી માગવામાં આવી

એક વર્ષ પહેલા

કોરોનાને લઈને તમામ દેશોના સાયન્ટિસ્ટ રિસર્ચ કરી રહ્યા છે. દરરોજ કેટલીક નવી વસ્તુઓની શોધ કરવામાં આવી રહી છે જેથી કોરોના વિશે સમયસર જાણી શકાય અને વધુ સારી સારવાર મળી શકે. હવે એક કંપનીએ તેને લઈને એવું બ્રેથ એનાલાઈઝર બનાવ્યું છે જે કોઈ વ્યક્તિના શ્વાસ ચેક કરીને જણાવશે કે તે કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ.

ડચ કંપની બ્રેથોમેક્સ દ્વારા બનાવવામાં આવેલો સ્પિરોનોઝ શ્વાસ પર આધારિત કોરોના ટેસ્ટ છે. મે મહિનામાં સિંગાપોરની હેલ્થ એજન્સીએ બ્રેથોમેક્સ અને સિલ્વર ફેક્ટરી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવેલા બે શ્વાસ આધારિત ટેસ્ટને પ્રોવિઝનલ ઓથરાઈઝેશન આપવામાં આવ્યું છે.

ઈમર્જન્સી ઓથરાઈઝેશન માટે FDAમાં એપ્લિકેશન
ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, તેમને પોતાના કોવિડ-19 બ્રેથ એનાલાઈઝરના ઈમર્જન્સી ઓથરાઈઝેશન માટે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં અરજી આપવામાં આવી છે.

ઈંગ્લેન્ડમાં લાફબોરો યુનિવર્સિટીના એક કેમિસ્ટ પોલ થોમસના જણાવ્યા પ્રમાણે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્વાસથી જ કોરોના પોઝિટિવ અને નેગેટિવ હોવાનું જાણી શકાય છે. તે સાયન્સ ફિક્શન નથી પણ હકીકત છે.

પેઈનલેસ સ્ક્રિનિંગ માટે લાંબા સમયથી રિસર્ચ ચાલી રહ્યું છે
સાયન્ટિસ્ટ લાંબા સમયથી એક એવું પોર્ટેબલ ડિવાઈસ શોધી રહ્યા હતા જે કોઈ વ્યક્તિના માત્ર શ્વાસથી બીમારીને શોધી શકે છે. તે સાથે આ પ્રકારનું સ્ક્રિનિંગ પેઈનલેસ પણ હોય છે, પરંતુ આ સપનું પૂરું કરવું પણ એક પડકાર હતો, કેમ કે, વિવિધ પ્રકારની બીમારીઓમાં પણ શ્વાસમાં ફેરફાર એક જેવા હોઈ શકે છે.

ડાયટ પણ શ્વાસમાં થતા ફેરફારને અસર કરી શકે છે. જેમ કે ધૂમ્રપાન અને દારૂ પીતા લોકોમાં શ્વાસથી બીમારી શોધવી મુશ્કેલ હોઈ શકે છે. તેમ છતાં સાયન્ટિસ્ટે સેન્સર ટેક્નોલોજી, મશીન લર્નિંગ અને સતત થઈ રહેલા રિસર્ચના માધ્યમથી કોરોનાને શોધવા માટે બ્રેથ એનાલાઈઝર તૈયાર કર્યું છે.

શ્વાસની બાયોલોજી
મનુષ્યના શ્વાસ ઘણા કોમ્પ્લેકસ હોય છે. જ્યારે પણ આપણે શ્વાસ છોડીએ છીએ, તો સેંકડો ગેસ છોડીએ છે જેને વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા V.O.C.s કહેવામાં આવે છે. આ તમામ ગેસ સેલુલર મેટાબોલિઝ્મ, ડાઈઝેશન અને શ્વાસ લેવાથી પેદા થાય છે. બીમારીઓ આ પ્રક્રિયાને વિક્ષેપિત કરી શકે છે, જેના કારણે V.O.C.sમાં ફેરફાર થઈ શકે છે.

ડાયાબિટીસ પીડિત લોકોના શ્વાસમાં મીઠી સુગંધ હોય છે
ઉદાહરણ તરીકે, ડાયાબિટીસથી પીડિત લોકોના શ્વાસમાંથી ફળ જેવી મીઠી સુગંધ આવે છે. આ સુગંધ કીટોન્સના કારણે આવે છે. શ્વાસમાં ફેરફાર લાવતા આ કેમિકલ ત્યારે પેદા થાય છે જ્યારે શરીર એનર્જી માટે ગ્લૂકોઝની જગ્યાએ ફેટને બાળવાનું શરૂ કરે છે. આ એક મેટાબોલિક સ્ટેટ છે જેને કિટોસિસ કહેવામાં આવે છે.

બ્રીધિંગ પેટર્નમાં થયેલા ફેરફારથી બીમારીઓને જાણી શકાશે
મોર્ડન ટેક્નોલોજી કેમિકલ ચેન્જિસને ડિટેક્ટ કરી શકે છે અને મશીન લર્નિંગ અલ્ગોરિધમ બ્રીધિંગ પેટર્નના સેમ્પલમાં થયેલા ફેરફારથી બીમારીને શોધી શકે છે.

આ બીમારીઓ માટે બ્રીધિંગ ટેસ્ટનો ઉપયોગ થઈ ચૂક્યો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં સાયન્ટિસ્ટે લંગ કેન્સર, લિવરની બીમારી, ટ્યૂબરક્યુલોસિસ, અસ્થમા, પેટની બીમારી જેવી અન્ય સ્થિતિઓ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.

જર્મની અને બ્રિટનમાં રિસર્ચ થયું
ગયા વર્ષથી ઘણી કંપનીઓના સંશોધકોએ શ્વાસ દ્વારા કોરોનાને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2020માં જર્મની અને બ્રિટનના સંશોધકોએ શ્વાસ સાથે સંબંધિત બીમારીના લક્ષણ ધરાવતા 98 લોકોના શ્વાસના સેમ્પલ લીધા હતા. તેમાંથી 31 લોકોને કોવિડ, બાકીના તમામ અસ્થમા, બેક્ટેરિયલ ન્યુમોનિયા અથવા હૃદયની બીમારીથી પીડિત હતા.

કોરોનાના દર્દીઓના બ્રીધિંગ સેમ્પલમાં એલ્ડિહાઈડ લેવલ વધારે
કોવિડ-19ના દર્દીઓના શ્વાસના સેમ્પલમાં એલ્ડિહાઈડનું લેવલ વધારે હતું. આ કેમિકલ ત્યારે રિલીઝ થાય છે જ્યારે ટિશ્યૂ અથવા સેલ્સ સોજોના કારણે ડેમેજ થઈ જાય છે. તેનાથી સંશોધકોને જાણવા મળ્યું કે, આ ડેમેજ વાઈરસના કારણે થયું હતું.

કોવિડ દર્દીઓમાં મેથનોલ લેવલ ઓછું
કોવિડ દર્દીઓમાં મેથનોલનું લેવલ ઓછું હતું, જે એ વાતનો સંકેત હોઈ શકે છે કે વાઈરસના કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમમાં સોજો આવી ગયો અથવા ત્યાં રહેલા મેથનોલ-પ્રોડ્યુસ કરતા બેક્ટેરિયાને નષ્ટ કરવામાં આવ્યા.

સ્પિરોનોઝને લઈને 4,510 લોકો પર એક સ્ટડી કરવામાં આવી હતી. ડચ સંશોધકોની એક ટીમે જણાવ્યું કે, ડિવાઈસે ઓછામાં ઓછા 98 ટકા લોકોની સચોટ ઓળખ કરી, જે કોરોનાવાઈરસથી સંક્રમિત હતા. જ્યારે તેમાંથી ઘણા લોકોમાં કોરોનાનાં કોઈ લક્ષણ નહોતા. સ્ટડીમાં જાણવા મળ્યું કે, સ્પિરોનોઝમાં ફોલ્સ પોઝિટિવની શક્યતા વધારે છે. તેના કારણે આ ડિવાઈસ લોકોને ઉપયોગ કરવા માટે આપવામાં નથી આવતું.

ફોલ્સ નેગેટિવ બાદ એમ્સ્ટર્ડમે ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો
કંપનીના સંશોધકો ડી વ્રીસના જણાવ્યા પ્રમાણે, નેધરલેન્ડમાં ઘણી જગ્યાએ આ ડિવાઈસથી ટેસ્ટિંગ થઈ રહ્યું છે. મે મહિનામાં એમ્સ્ટર્ડમની પબ્લિક હેલ્થ ઓથોરિટીએ 25 ફોલ્સ નેગેટિવ મળ્યા બાદ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, બાદમાં જાણવા મળ્યું કે, ટેસ્ટ કરતા સમયે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં નહોતો આવ્યો, ત્યારબાદ તેનો ઉપયોગ ફરીથી શરૂ કરવામાં આવ્યો.

જો કે, આ ડિવાઈસને લઈને સંશોધકોનું કહેવું છે કે આ ટેસ્ટ એક વિકલ્પની જેમ ઉપયોગ કરી શકાય છે, તેને અન્ય ટેસ્ટ કરવાની પદ્ધતિથી સંપૂર્ણ રીતે રિપ્લેસ નથી કરી શકાતો.