તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The Board Has Once Again Opened The Application Window For Filling Up The Application Form, The Exam Form Can Be Filled Up Till February 13.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE બોર્ડ:એપ્લિકેશન ફોર્મ ભરવા માટે બોર્ડે ફરી એકવાર એપ્લિકેશન વિંડો ઓપન કરી, 13 ફેબ્રુઆરી સુધી એક્ઝામ ફોર્મ ભરી શકાશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ અકેડેમિક યર 2020-21ન માટે યોજાનારી પરીક્ષા માટે એપ્લિકેશન વિંડો ફરી એકવાર ઓપન કરી દીધી છે. આ અંગે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ, સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી ક્લાસિસના તમામ એવા વિદ્યાર્થીઓ જેઓ કોઈ કારણોસર પરીક્ષા ફોર્મ નથી ભરી શક્યા તેઓ હવે 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. તેમજ, બોર્ડે સ્કૂલ્સને પણ ફોર્મ ન ભરી શકેલા 10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે LOC સબમિટ કરવા માટે 13 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. આ ઉપરાંત, બોર્ડ સાથે જોડાયેલી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે.

15 ફેબ્રુઆરી સુધી કરેક્શન કરી શકાશે
બોર્ડ દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની વધુ એક તક આપવાની સાથે જ પરીક્ષા ફોર્મમાં થયેલી ભૂલને સુધારવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. CBSE બોર્ડ એક્ઝામ ફોર્મ 2021માં કરેક્શન અને સાથે જ શાળાઓ દ્વારા અગાઉથી ભરાયેલા LOC (લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ)માં સુધારો કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.

4 મેથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે
બોર્ડે એક જાહેરનામું બહાર પાડીને શાળાઓને નવી તારીખ સુધીમાં પરીક્ષા ફોર્મ ભરવાની સૂચના આપી છે અને જરૂરી સુધારા પણ કરવાનું કહ્યું છે કારણ કે, ત્યારબાદ હવે તક આપવામાં નહીં આવે. CBSE બોર્ડની પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ ફોર્મ ભર્યાં બાદ અને કરેક્શન પ્રોસેસ પૂરી થયા પછી તરત જ બહાર પાડવામાં આવશે. આ વર્ષે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. દસમા ધોરણની પરીક્ષાઓ 7 જૂન સુધી ચાલશે, જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ 11 જૂન સુધી ચાલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો