10મા અને 12મા ધોરણનું CBSEનું રિઝલ્ટ જાહેર થયા વિદ્યાર્થીઓની માર્કશીટ બહાર પાડવામાં આવી છે. કોરોનાને કારણે આ વખતે મૂલ્યાંકન અલગ રીતે કરવામાં આવ્યું હતું અને પરિણામ દર વર્ષની તુલનામાં લગભગ 2 મહિનામાં મોડું આવ્યું છે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની માર્કશીટમાં ભૂલો જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બોર્ડે તેમને તેમની માર્કશીટમાં ફેરફાર કરાવવાની તક આપી છે. સામાન્ય ભૂલો જન્મ તારીખ અને નામમાં જોવા મળી છે. માર્કશીટમાં ફેરફાર કેવી રીતે કરવો અને માર્કશીટમાં નામ કેવી રીતે બદલાવવું એ અંગે બોર્ડનું કહેવું છે કે, કોઇપણ પ્રકારનો ફેરફાર સ્કૂલના હેડ દ્વારા જ બોર્ડ સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોના નામ અથવા સરનેમમાં ફેરફારના સંદર્ભમાં અરજીઓ પર વિચારણા કરવામાં આવી શકે છે.
ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નિયમો વાંચવા
અપ્લિકેન્ટ આ લિંક http://cbse.nic.in/faq/revised_dob_name_corr_rules_2015.pdf પર જઇને માર્કશીટમાં ફેરફાર કરવાના નિયમો વાંચી શકે છે. CBSEએ જુલાઇમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કર્યાં હતાં. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ કોરોના રોગચાળાને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને પરિણામે એક નવી મૂલ્યાંકન પદ્ધતિથી રિઝલ્ટ આપવામાં આવ્યું હતું.
સ્કિલ કોર્સ માટે 31 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવા માટેની અરજીની તારીખ વધારી દીધી છે. હવે શાળા સંચાલન 2020-21 સત્ર માટે 31 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે. સ્કિલ કોર્સ 6 થી 11 ધોરણના વર્ગો માટે હશે. આ માટે શાળાએ આવેદનપત્ર ભરીને બોર્ડમાં મોકલવાનું રહેશે. ત્યારબાદ કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા દસમા ધોરણમાં સ્કિલ સબ્જેક્ટ બદલવાની પણ સુવિધા આપવામાં આવી છે. બોર્ડની નવી સુવિધા અનુસાર, જો વિદ્યાર્થી નવા સેમિસ્ટરમાં બારમા ધોરણના ત્રણ મુખ્ય વિષયોમાંથી કોઈપણ એક વિષયમાં ફેલ થઈ જાય તો તે તેનો સ્કિલ સબ્જેક્ટ બદલી શકે છે. વર્ષ 2020ની બોર્ડની પરીક્ષામાં આ સુવિધા ફક્ત 10મા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. પરંતુ નવા સેમિસ્ટરમાં બોર્ડ 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ આ સુવિધા આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.