તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ મંગળવારે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી દીધી છે. ડેટશીટ પરીક્ષાના ત્રણ મહિના પહેલાં જ આવી ચૂકી છે. જેથી, વિદ્યાર્થીઓ તે મુજબની તૈયારી કરી શકશે. 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 4મેથી શરૂ થશે. 10મા ધોરણની પરીક્ષાઓ 7 જૂન સુધી ચાલશે, જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ 11 જૂન સુધી ચાલશે.
પરીક્ષાઓ અઢી મહિના મોડી, પરંતુ આ વખતે શિડ્યૂલ ઓછું
CBSEની પરીક્ષાઓ આ વખતે લગભગ અઢી મહિના મોડી શરૂ થી રહી છે. ગયા વર્ષે, તેની શરૂઆત 15 ફેબ્રુઆરીથી થઈ હતી. વર્ષ 2020માં 45 દિવસનું શિડ્યૂલ હતું. વર્ષ 2021માં તે ઘટાડીને 39 દિવસ કરવામાં આવ્યું છે. આ વખતે CBSE બોર્ડની પરીક્ષામાં 30 લાખ વિદ્યાર્થીઓ સામેલ થઈ શકે છે.
બંને વર્ગની પ્રેક્ટિકલ પરીક્ષા 1 માર્ચથી શરૂ થશે. તેમજ, રિઝલ્ટ 15 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ CBSEની 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખ 31 ડિસેમ્બરના રોજ લાઇવ વેબિનારમાં જાહેર કરી હતી. આજે ડેટશીટ જાહેર કરવામાં આવી છે, એટલે કે કયું પેપર કઈ તારીખે હશે તે જણાવવામાં આવ્યું છે.
12મા ધોરણની પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે
CBSEએ જણાવ્યું કે, ઓછા દિવસોમાં પરીક્ષા પૂરી કરવા માટે 12મા ધોરણની પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે. બીજી શિફ્ટમાં એ વિષયોની પરીક્ષા લેવામાં આવશે જેને વિદેશમાં સ્થિત CBSE સ્કૂલોમાં ભણાવાતા નથી. ફર્સ્ટ શિફ્ટમાં સવારે 10:30થી બપોરે 1:30 વાગ્યે અને બીજી શિફ્ટમાં બપોરે 2:30 થી સાંજના 5:30 વાગ્યે પરીક્ષા લેવાશે. સવારની શિફ્ટમાં આન્સર બુક સવારે 10થી બપોરે 10: 15 સુધી અને બપોરે 2 વાગ્યાથી બપોરે 2:15 વાગ્યા દરમિયાન આન્સર બુક આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટ મળશે.
મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચ્યન્સ વધારે પૂછાશે
પરીક્ષામાં 33% ઇન્ટરનલ ચોઇસ ક્વેશ્ચ્યન્સ હશે. આ વખતે પરીક્ષામાં MCO એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચ્યન્સ વધુ પૂછવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓમાં દર વર્ષે આવા પ્રશ્નોની સંખ્યામાં 10% વધારો કરવા માટે નોટિસ ફટકારી હતી.
10મા ધોરણનું પેપર 4 મેથી લેન્ગવેજ સબ્જેક્ટથી શરૂ થશે. છેલ્લું પેપર 7 જૂનના રોજ કમ્પ્યૂટર એપ્લિકેશનનું રહેશે. 12મા ધોરણનું પણ પેપર 4મે ના રોજ અંગ્રેજી પેપરથી શરૂ થશે. એન્ટરપ્રિન્યોરશિપ, બાયોટેક્નોલોજી, લાઇબ્રેરી સાયન્સ, બ્યૂટી એન્ડ વેલનેસ અને એગ્રીકલ્ચર જેવા વિષયો સાથે 11 જૂનના રોજ આ પરીક્ષા પૂરી થશે.
10મા ધોરણની ડેટશીટ
12મા ધોરણની ડેટશીટ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.