• Gujarati News
  • Utility
  • The Benefit Of Atal Bimit Vyakti Kalyan Yojana Can Be Availed Till June 30, 2022, In Which The Government Gives Allowance On Loss Of Job.

રાહત:30 જૂન 2022 સુધી અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ લઈ શકાશે, તેમાં નોકરી ગુમાવવા પર સરકાર ભથ્થું આપે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 'અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ને 30 જૂન, 2022 સુધી લંબાવી દીધી છે. અગાઉ, આ યોજનાનો લાભ 30 જૂન 2021 સુધી લઈ શકાતો હતો. પરંતુ હવે 1 જુલાઈ, 2021થી 30 જૂન, 2022 સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.

શું છે યોજના?
આ યોજના અંતર્ગત બેરોજગાર લોકોને ભથ્થું આપવામાં આવ્યું હતું. બેરોજગાર વ્યક્તિ 3 મહિના માટે આ ભથ્થાનો લાભ લઈ શકે છે. તે 3 મહિના માટે સરેરાશ સેલરીના 50% ક્લેમ કરી શકે છે. બેરોજગાર થવાના 30 દિવસ બાદ તેનો ફાયદો ઉઠાવી શકાય છે. તેનું સંચાલન ESIC દ્વારા કરવામાં આવે છે.

એક જ વખત તેનો લાભ લઈ શકાય છે
અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ કર્મચારી જીવનમાં એક જ વાર લઈ શકે છે જો બીમિત વ્યક્તિ એક વખત સર્વિસ ગેપ દરમિયાન આ યોજનાનો લાભ લે છે તો તે ફરીથી નહીં લઈ શકે. બીમિત વ્યક્તિ રાહતનો દાવો કરવા દરમિયાન બેરોજગાર હોવા જોઈએ.

21000 રૂપિયા સુધીના પગાર પર ફાયદો મળે છે
ESIનો ફાયદો ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ, અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીને મળે છે. તેના માટે ESI કાર્ડ બને છે. કર્મચારી આ કાર્ડ અથવા પછી કંપનીમાંથી લાવેલા દસ્તાવેજના આધાર પર સ્કિમનો ફાયદો લઈ શકે છે. ESIનો લાભ તે કર્મચારીને ઉપલબ્ધ છે, જેની માસિક આવક 21 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી છે. જો કે, દિવ્યાંગજનના કિસ્સામાં આવક મર્યાદા રૂ.25000 છે.

કોણ લઈ શકે છે તેનો લાભ?
તમે પ્રાઈવેટ સેક્ટર (ઓર્ગનાઈઝ્ડ સેક્ટર)માં નોકરી કરો છો અને તમારી કંપની દર મહિને તમારા પગારમાંથી PF/ ESI કાપી લે છે તો તમને આ યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે નિર્ધારિત 78 દિવસનું યોગદાન જરૂરી છે. એટલે કે બેરોજગારી પહેલા યોગદાનની અવધિમાં ઓછામાં ઓછું 78 દિવસનું યોગદાન કરવામાં આવેલું હોવું જરૂરી છે. આ સ્કિમ અંતર્ગત રાહત માટે ક્લેમ બેરોજગાર થયાના ત્રણ મહિના પછી ચૂકવવાપાત્ર થશે.

કેવી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી શકાશે?
ESIC સાથે સંબંધિત કર્મચારી ESICની કોઈપણ બ્રાંચમાં જઈને તેના માટે અપ્લાય કરી શકે છે. ત્યારબાદ ESIC દ્વારા અરજીની પુષ્ટિ કરવામાં આવશે અને જો તે સાચી હશે તો તેનાથી સંબંધિત કર્મચારીના ખાતામાં રકમ જમા કરવામાં આવશે.

તેના માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું?

  • તેનો લાભ લેવા માટે તમારે ESICની વેબસાઈટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
  • https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf
  • આ ફોર્મને ભરીને તમારે કર્મચારી રાજ્ય બીમા નિગમની કોઈ નજીકની બ્રાંચમાં જઈને જમા કરવું પડશે.
  • આ ફોર્મની સાથે 20 રૂપિયાનું નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીનું એફિડેવિડ પણ આપવાનું હોય છે.
  • તેમાં AB-1થી લઈને AB-4 ફોર્મ સબમિટ કરવામાં આવશે.

ખરાબ વર્તણના કારણે નોકરીમાંથી કાઢી મૂકવા પર ફાયદો નહીં મળે
એ લોકોને સ્કિમનો ફાયદો નહીં મળે જેમને ખરાબ વર્તણના કારણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તે સિવાય ફોજદારી ગુનો નોંધાયેલો હોય અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી હોય તેઓ પણ યોજનાનો લાભ લઈ શકશે નહીં.