સપ્ટેમ્બરમાં બેંકોમાં 12 દિવસ કામકાજ નહીં થાય તેનું કારણ એ છે કે મહિનામાં 2 શનિવાર (બીજો અને ચોથો) અને 4 રવિવારે બેંક બંધ રહેશે. તે ઉપરાંત RBIએ સપ્ટેમ્બરમાં દેશના વિવિધ રાજ્યોમાં બેંકો માટે 6 રજાઓ નક્કી કરી છે. અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે સમાયંતરે બેંક સાથે સંબંધિત તમારા કામને વહેલી તકે પતાવી શકો.
તારીખ | બંધ રહેવાનું કારણ |
5 સપ્ટેમ્બર | રવિવાર |
8 સપ્ટેમ્બર | શ્રીમંત શંકરદેવા તિથિ (ગુવાહાટી) |
9 સપ્ટેમ્બર | તીજ હરતાલિકા (ગંગટોક) |
10 સપ્ટેમ્બર | ગણેશ ચતુર્થી, સંવત્સરી, વિનાયક ચતુર્થી, વર સિદ્ધિ વિનાયક વ્રત (અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્નવર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી) |
11સપ્ટેમ્બર | મહિનાનો બીજો શનિવાર |
12 સપ્ટેમ્બર | રવિવાર |
17 સપ્ટેમ્બર | કર્મ પૂજા (રાંચી) |
19 સપ્ટેમ્બર | રવિવાર |
20 સપ્ટેમ્બર | ઈન્દ્રજાત્રા (ગંગટોક) |
21 સપ્ટેમ્બર | શ્રીનારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી, તિરુવંતપુરમ) |
25 સપ્ટેમ્બર | મહિનાનો ચોથો શનિવાર |
26 સપ્ટેમ્બર | રવિવાર |
બેંકમાં રજા સમયે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે
જ્યારે પણ બેંકમાં રજા રહેશે ત્યારે ઓનલાઈન સેવાઓ સતત ચાલુ રહેશે. આ સેવાની મદદથી તમે કેટલાક ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકશો. તે ઉપરાંત ATM સેવા પણ ચાલુ રહેશે.
આજથી સતત 4 દિવસ બેંક બંધ રહેશે
આજથી સતત 4 દિવસ બેંક બંધ રહેશે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28થી 31 ઓગસ્ટ સુધી બેંકોમાં કામકાજ નહીં થાય. 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે બેંકની રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, જેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. તેમજ 30 ઓગસ્ટ 2021 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે મોટાભાગના શહેરોની બેંક બંધ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.