તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Bank Will Be Closed For 12 Days In September, Remember These Days Of Holidays If There Is Work In The Bank

બેંક હોલિડે લિસ્ટ:સપ્ટેમ્બરમાં 12 દિવસ બેંક બંધ રહેશે, બેંકમાં કામ હોય તો રજાના આ દિવસો યાદ રાખો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બરમાં બેંકોમાં 12 દિવસ કામકાજ નહીં થાય તેનું કારણ એ છે કે મહિનામાં 2 શનિવાર (બીજો અને ચોથો) અને 4 રવિવારે બેંક બંધ રહેશે. તે ઉપરાંત RBIએ સપ્ટેમ્બરમાં દેશના વિવિધ રાજ્યોમાં બેંકો માટે 6 રજાઓ નક્કી કરી છે. અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે સમાયંતરે બેંક સાથે સંબંધિત તમારા કામને વહેલી તકે પતાવી શકો.

તારીખબંધ રહેવાનું કારણ
5 સપ્ટેમ્બરરવિવાર
8 સપ્ટેમ્બરશ્રીમંત શંકરદેવા તિથિ (ગુવાહાટી)
9 સપ્ટેમ્બરતીજ હરતાલિકા (ગંગટોક)
10 સપ્ટેમ્બરગણેશ ચતુર્થી, સંવત્સરી, વિનાયક ચતુર્થી, વર સિદ્ધિ વિનાયક વ્રત (અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્નવર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી)
11સપ્ટેમ્બરમહિનાનો બીજો શનિવાર
12 સપ્ટેમ્બરરવિવાર
17 સપ્ટેમ્બરકર્મ પૂજા (રાંચી)
19 સપ્ટેમ્બરરવિવાર
20 સપ્ટેમ્બરઈન્દ્રજાત્રા (ગંગટોક)
21 સપ્ટેમ્બરશ્રીનારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી, તિરુવંતપુરમ)
25 સપ્ટેમ્બરમહિનાનો ચોથો શનિવાર
26 સપ્ટેમ્બરરવિવાર

બેંકમાં રજા સમયે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે
જ્યારે પણ બેંકમાં રજા રહેશે ત્યારે ઓનલાઈન સેવાઓ સતત ચાલુ રહેશે. આ સેવાની મદદથી તમે કેટલાક ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકશો. તે ઉપરાંત ATM સેવા પણ ચાલુ રહેશે.

આજથી સતત 4 દિવસ બેંક બંધ રહેશે
આજથી સતત 4 દિવસ બેંક બંધ રહેશે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28થી 31 ઓગસ્ટ સુધી બેંકોમાં કામકાજ નહીં થાય. 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે બેંકની રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, જેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. તેમજ 30 ઓગસ્ટ 2021 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે મોટાભાગના શહેરોની બેંક બંધ રહેશે.