દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 44 કરોડ ગ્રાહકોને તહેવારમાં ખાસ ભેટ આપી રહી છે. બેંકની તરફથી ગ્રાહકોને સસ્તી લોન (Cheap Loan Facility)ની સુવિધા આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ન માત્ર પર્સનલ અથવા હોમ લોન પરંતુ બેંક તમને 5 પ્રકારની લોન ઓછા રેટ્સ પર આપી રહી છે. બેંકે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. જાણો કઈ લોન કયા દરે મળી રહી છે-
હોમ લોન
SBI અત્યારે માત્ર 6.70 ટકાના દરે લોન આપી રહી છે. પરંતુ તે સૌથી ઓછો દર છે અને તમારી પ્રોપર્ટી અને સિબિલના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે.
કાર લોન
SBI બેંક અત્યારે 7.50 ટકા વ્યાજ દરના આધારે લોન આપી રહી છે. ખાસ વાત એ છે કે, SBI 85 મહિના સુધી કાર લોનની સુવિધા આપે છે, એટલે કે તમે સરળતાથી ધીમે ધીમે તમારી કાર લોનની ચૂકવણી કરી શકો છો.
ઓવરસિઝ એજ્યુકેશન લોન
તે સિવાય જો તમે વિદેશમાં અભ્યાસ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને લોન લેવા માગો છો તો તમારે તેના પર 9.30 ટકાના વ્યાજ દરના હિસાબથી EMIની ચૂકવણી કરવી પડશે.
પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોન
પ્રી અપ્રૂવ્ડ પર્સનલ લોનમાં તમારે 9.60 વ્યાજ દરના હિસાબથી વ્યાજ ચૂકવવાનું રહેશે. બીજી બેંકોની તુલનામાં તે ઘણું ઓછું છે.
ગોલ્ડ લોન
SBIની તરફથી 7.50ના દરે ગોલ્ડ લોન આપવામાં આવી રહી છે. સોનું ગિરવે મૂકીને બેંકમાંથી 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન લેવા માટે વધારે પેપર વર્ક નથી કરવું પડતું જેના કારણે પૈસાની વ્યવસ્થા કરવા માટે પણ આ સારો ઓપ્શન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.