• Gujarati News
  • Utility
  • The Bank, Including Yes Bank, RBL Bank And IndusInd Bank, Pays More Than 7% Interest On Tax Saving FDs To Senior Citizens.

ટેક્સ સેવિંગ ટિપ્સ:યસ બેંક, RBL બેંક અને ઈન્ડસઇન્ડ બેંક સહિત આ બેંક સિનિયર સિટીઝનને ટેક્સ સેવિંગ FD પર 7%થી વધુ વ્યાજ ચૂકવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2020-21 માટે ટેક્સ છૂટ મેળવવા માટે જો તમે હજી સુધી રોકાણ નથી કર્યું તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકાય છે.

5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં તમને 5 વર્ષ માટે એટલે કે લોન્ગ ટર્મ માટે રોકાણ કરવાનું હોય છે. તમામ બેંક ટેક્સ સેવિંગ FDની સુવિધા આપે છે. ટેક્સ સેવિંગ FD પર પણ સિનિયર સિટીઝનને અન્યની તુલનામાં વધારે વ્યાજ મળે છે. જાણો કઈ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

ટેક્સ સેવિંગ FD સાથે જોડાયેલી ખાસ બાબતો

  • માત્ર ઈન્ડિવિડ્યુઅલ અને હિન્દુ અવિભાજિત પરિવારને જ ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ પર કર છૂટ મળે છે.
  • આ ડિપોઝિટ ઓછામાં ઓછી પાંચ વર્ષ માટે હોવી જોઈએ. સમય પહેલા ઉપાડ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર લોનની સુવિધા તેના પર નથી મળતી.
  • પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટે કરવામાં આવતું રોકાણ પણ આવકવેરા કાયદા 1961ની સેક્શન 80C અંતર્ગત કર છૂટમાં સામેલ છે.
  • પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટને એકથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.
  • આ પ્રકારની FD સિંગલ અથવા જોઈન્ટ હોલ્ડિંગમાં થઈ શકે છે. જો તે જોઈન્ટ હોલ્ડિંગમાં છે તો આવકવેરામાં છૂટનો ફાયદો માત્ર ફર્સ્ટ હોલ્ડરને મળશે.
  • આ પ્રકારની FD પર મળતું વ્યાજ ટેક્સ ફ્રી નથી અને તેને રોકાણકારની આવકમાં ઉમેરીને તે પ્રમાણે TDS કાપવામાં આવે છે.
  • આ ડિપોઝિટ પર વ્યાજ માસિક/ત્રિમાસિક આધાર પર મળે છે જેનું ફરીથી રોકાણ કરી શકાય છે.
  • મેચ્યોરિટી પહેલા ઉપાડ અને આ FD પર લોન લેવાની સુવિધા નથી હોતી.
  • આ જમા પર 5 વર્ષનો લોકઈન પિરિઅડ હોય છે.

80C સેક્શન શું છે?
આવકવેરા કાયદાની સેક્શન 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ એક્ટ, 1961નો ભાગ છે. તેમાં તે રોકાણ માધ્યમનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરીને આવકવેરામાં છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષના અંત પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે.