• Gujarati News
  • Utility
  • The Bank Has Reduced Interest Rates On Savings Accounts, With New Rates Coming Into Effect From December 1

PNBના ગ્રાહકોને ઝટકો:બેંકે સેવિંગ્સ અકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો, 1 ડિસેમ્બરથી નવા દર લાગુ થશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ અકાઉન્ટ હોલ્ડર્સને ઝટકો આપ્યો છે. બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરને વાર્ષિક 2.90થી ઘટાડીને 2.80% કરવાનો નિર્ણય કર્યો છે. નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.

જાણો કેટલા બેલેન્સ પર કેટલું વ્યાજ મળશે?
1 ડિસેમ્બર 2021થી સેવિંગ્સ અકાઉન્ટમાં 10 લાખ રૂપિયાથી ઓછા સેવિંગ્સ અકાઉન્ટ બેલેન્સ માટે વાર્ષિક વ્યાજ દર 2.80% હશે. તેમજ 10 લાખ રૂપિયા અને તેનાથી વધુ માટે વાર્ષિક વ્યાજ દર 2.85% હશે. અત્યાર સુધી જમા પર 2.90% વાર્ષિક વ્યાજ આપવામાં આવતું હતું. ​​​​​​​

સેવિંગ્સ અકાઉન્ટ પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંક

વ્યાજ દર (%)
RBL બેંક4.25-6.00
બંધન બેંક3.00-6.00
યસ બેંક4.00-5.25
ઇન્ડસઇન્ડ બેંક4.00-5.00
IDFC ફર્સ્ટ બેંક4.00-5.00
પોસ્ટ ઓફિસ4.00
ICICI બેંક3.00-3.50
HDFC બેંક3.00-3.50
બેંક ઓફ ઈન્ડિયા​​​​​​​2.90
SBI2.70

સેવિંગ્સ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડે છે
ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80TTA અંતર્ગત બેંકના સેવિંગ્સ અકાઉન્ટના કિસ્સામાં વ્યાજમાંથી વાર્ષિક 10 હજાર રૂપિયાની આવક ટેક્સ ફ્રી છે. તેનો લાભ 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને મળે છે. તેમજ સીનિયર સિટીઝન માટે આ છૂટ 50 હજાર રૂપિયા છે. તેનાથી વધુની આવક પર TDS કટ કરવામાં આવે છે. નક્કી છૂટ લિમિટથી વધારે વ્યાજની આવક હોવા પર બેંક દ્વારા 10% TDS કટ કરવામાં આવે છે.