તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The Application Process For The CA Exam In May Has Started, Online Registration Can Be Done Till April 13.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICAI:મે મહિનામાં યોજાનારી CAની પરીક્ષા માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ, 13 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA મે 2021ની પરીક્ષા માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો ઓનલાઇન ઓફિશિયલ વેબસાઇટ icaiexam.icai.org પર જઇને અરજી કરી શકશે. રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. તેમજ, લેટ ફી સાથે 14થી 16 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

21 મેથી પરીક્ષા શરૂ થશે
ICAIએ 19 ફેબ્રુઆરી 2021ના ​​રોજ CA મેની પરીક્ષાનું શિડ્યૂલ બહાર પાડ્યું હતું. જાહેર કરેલા શિડ્યૂલ મુજબ, ફાઇનલ અને ઇન્ટરમિડિયેટ એક્ઝામ અનુક્રમે 21 અને 22 મેથી શરૂ થશે. તેમજ, ફાઇનલ એક્ઝામ (ઓલ્ડ અને ન્યૂ સ્કીમ) ગ્રુપ-1ની પરીક્ષા 21, 23, 25 અને 28 મેના રોજ યોજાશે અને ગ્રુપ-2ની પરીક્ષા 30, 1, 3 અને 5 જૂને યોજાશે.

રજિસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ icaiexam.icai.org પર જાઓ.
  • હોમ પેજ પર લોગ ઇન/રજિસ્ટર સેક્શનમાં જાઓ.
  • જો પહેલેથી રજિસ્ટર્ડ ન હો તો ન્યૂ યુઝર રજિસ્ટર હિયર પર ક્લિક કરો.
  • હવે માગવામાં આવેલી ડિટેલ્સ ભરીને રજિસ્ટ્રેશન કરાવો.
  • હવે લોગ ઇન ID અને પાસવર્ડ મળતાં જ લોગ ઇન કરીને આગળની પ્રોસેસ પૂરી કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો