તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Amount Spent On Corona's Treatment Is Tax free, And The Financial Support The Family Receives After Death Will Not Be Taxed.

મહામારી વચ્ચે મોટી રાહત:કોરોનાની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ ટેક્સ ફ્રી, મૃત્યુ બાદ પરિવારને મળતી આર્થિક મદદ પર પણ ટેક્સ નહીં લાગે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે કંપનીની તરફથી કોરોનાથી સંક્રમિત કર્મચારીની સારવાર અને તેના મૃત્યુ બાદ પરિવારને મળતા વળતરને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનો આ નિર્ણય તે સમયે લેવામાં આવ્યો જ્યારે દેશની મોટાભાગની કંપનીઓ કોરોનાથી સંક્રમિત પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારને એક્સ-ગ્રેશિયા પેમેન્ટ દ્વારા ફાઈનાન્શિયલ સપોર્ટ કરવાની જાહેરાત કરી રહી છે.

પેન કાર્ડ એટલે કે પર્મેનન્ટ અકાઉન્ટ નંબર (PAN)ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ પણ 3 મહિના લંબાવી દીધી છે. તે ઉપરાંત ટેક્સપેયર્સને એક બીજી રાહત આપતા TDS ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 જૂનથી વધારીને 15 જુલાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે આ જાણકારી આપી.

એક્સ-ગ્રેશિયા પેમેન્ટની લિમિટ 10 લાખ રૂપિયા સુધી
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કોવિડની સારવાર માટે કંપની અથવા કોઈ બીજી વ્યક્તિ પાસેથી લેવામાં આવેલી રકમ પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ છૂટ નાણાકીય વર્ષ 2019-20 અને 2021-22 માટે છે. ટેક્સ છૂટ કોઈ વ્યક્તિની તરફથી તેના મિત્રો, સંબંધીઓ અથવા કોઈ બીજાની મદદ માટે આપવામાં આવેલી એક્સ-ગ્રેશિયા પેમેન્ટ પર જ મળશે. તેની લિમિટ 10 લાખ રૂપિયા સુધી હશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ટેક્સ કપાતનો ક્લેમ કરવા માટે 1 એપ્રિલ સુધી કરવામાં આવતા રોકાણને 30 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે. ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, નવું નોટિફિકેશન કર્મચારીઓને સેલરીના હિસાબથી મળતા ટેક્સ છૂટથી અલગ છે. તેના પર અલગથી એક-બે દિવસમાં વધારે જાણકારી આપવામાં આવશે.

સરકાર કર્મચારીઓને ટેક્સ છૂટ દ્વારા મદદ કરવા માગે છે
નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મહામારીના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે. એટલે સુધી કે, તેમને બીમારીના ખર્ચનો પણ સામનો કરવો પડ્યો છે. તેથી સરકાર તેમને ટેક્સમાં છૂટ આપવા માગે છે. તેના અંતર્ગત જો કોઈ કંપની કોરોનાથી મરનાર કર્મચારીના પરિવારને એક્સ-ગ્રેશિયા પેમેન્ટ કરે છે, તો તે રકમ પર ફાઈનાન્શિયલ યર 2019-20 અને 2021-22 માટે ટેક્સ નહીં લાગે.

પેન કાર્ડ અને આધાર લિંક કરવાની તારીખ 3 મહિના લંબાવાઈ
પેન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખને 3 મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી છે. અત્યાર સુધી આ ડેડલાઈન 30 જૂન 2021 હતી.