તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • The Amount Saved By The Housewife Cannot Be Considered As Income, So No Income Tax Can Be Levied On It.

ITATએ ગૃહિણીઓને રાહત આપી:ગૃહિણીઓ દ્વારા બચાવવામાં આવેલી રકમને ઈન્કમ ગણી શકાશે નહીં, તેથી તેના પર ઈન્કમ ટેક્સ વસૂલ નહીં કરી શકાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ઈન્કમ ટેક્સને લઈને ગૃહિણીઓને રાહત આપતા જણાવ્યું કે, નોટબંધી પછી ગૃહિણીઓ દ્વારા જમા કરવામાં આવેલી 2.5 લાખ રૂપિયા સુધીની રકમ આવકવેરા તપાસ (ITની તપાસ)ના દાયરામાં નહીં આવે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની ડિપોઝિટને આવક તરીકે ગણી શકાય નહીં.

શું છે મામલો?
ગ્વાલિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલે 2016-17 માટે પોતાના ઈન્કમ ટેક્સ રિટર્નમાં કુલ 1,30,810 રૂપિયાની આવક જાહેરાત કરી હતી, જ્યારે નોટબંધી બાંદ તેમણે પોતાના બેંક ખાતામાં 2.11 લાખ રૂપિયા રોકડ જમા કરાવ્યા હતા. આ રકમ પર ઈન્કમ ટેક્સ વિભાગે ટેક્સની ડિમાન્ડ કરી દીધી. ત્યારબાદ તે મહિલાએ ઈન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની મદદ લીધી.

અગ્રવાલે જણાવ્યું કે, તેના પતિ, દીકરા, સંબંધીઓ દ્વારા પરિવારને આપવામાં આવેલી રકમમાંથી તેમણે આ રકમ બચત તરીકે જમા કરી હતી. CIT (અપીલ)એ આ સ્પષ્ટીકરણ સ્વીકાર્યું નહીં અને 2.11 રૂપિયાની રોકડ જમાને અસ્પષ્ટીકૃત રકમ ગણીને આકારણી અધિકારીને આદેશની પુષ્ટિ કરી. ત્યારબાદ અગ્રવાલ આ મામલો લઈને ITATમાં પહોંચ્યા હતા.

શું ચુકાદો આવ્યો?
આગ્રામાં ITATમાં ન્યાયિક સભ્ય લલિત કુમાર અને અકાઉન્ટ્સ સભ્ય ડૉ. મીઠા લાલ મીનાએ કહ્યું કે, નોટબંધીના તે સમયે આ મહિલા જેને 2,11,500ની રકમ જમા કરાવી હતી, તે દોઢ લાખ રૂપિયાની મર્યાદાની અંદર છે. તેથી તેને એક્સેસ ઈન્કમ માની શકાય નહીં. એટલે કે તે કમાણી નથી. તેથી તેના પર કોઈ વેરો લાગશે નહીં.

ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું કે, મહિલાએ આ રકમને પોતાના પતિ, બાળકો અને સંબંધીઓ દ્વારા મળેલી નાની-નાની રકમને ભેગીને બચાવી છે. તેમણે તેની સંપૂર્ણ વિગતો પણ આપી છે. તેને સ્વીકારવામાં કોઈ નુકસાન નથી. તેથી તેના પર કોઈ ટેક્સ ઓથોરિટી ટેક્સ વસૂલ કરી શકે નહીં.

2.5 લાખ રૂપિયા સુધીની જમા પર છૂટ મળશે
નોટબંધી દરમિયાન 2.50 લાખ રૂપિયા સુધી જમા કરનારી મહિલાઓને છૂટ આપતા ITATએ જણાવ્યું કે, અમે સ્પષ્ટ કરીએ છીએ કે, આ ચુકાદાને નોટબંધી 2016 દરમિયાન ગૃહિણીઓ દ્વારા 2.5 લાખ રૂપિયાની મર્યાદિત રોકડ જમાને કારણે થતી કાર્યવાહીના સંબંધમાં એક ઉદાહરણ ગણી શકાય છે.