તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The Amount Of Kisan Vikas Patra Yojana Can Be Doubled In 10 Years, The Scheme Gets Government Guarantee

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ ઓફિસ સ્કીમ:10 વર્ષમાં કિસાન વિકાસ પત્ર યોજનાની રકમ ડબલ થઈ શકે છે, સ્કીમ પર સરકારી ગેરંટી મળે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જો તમે એક સુરક્ષિત અને ઝિરો રિસ્કવાળું રોકાણ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ, 'કિસાન વિકાસ પત્ર' એટલે કે KVP સારો વિકલ્પ હોઈ શકે છે. કિસાન વિકાસ પત્ર ભારત સરકારની એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જ્યાં એક નક્કી સમયગાળામાં તમારા પૈસા ડબલ થઈ જાય છે. તે દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકમાં ઉપલબ્ધ છે. તેનો મેચ્યોરિટી પિરિઅડ અત્યારે 124 મહિના એટલે કે 10 વર્ષ 4 મહિનાનો છે.

ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ indiapost.gov.inના અનુસાર યોજનામાં ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું રોકાણ થાય છે. તેના માટે કોઈ મહત્તમ રોકાણની મર્યાદા નથી, પરંતુ 50 હજાર રૂપિયાથી વધારે રોકાણ કરવા પર પાનકાર્ડની જરૂર પડે છે.

ઈન્કમ પ્રૂફ પણ જરૂરી છે
તેમજ જો તમે 10 લાખ અથવા તેનાથી વધારે રોકાણ કરવા માગો છો તો તેના માટે ઈન્કમ પ્રૂફ પણ જમા કરાવવું પડશે. તેમાં ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR), સેલરી સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ જેવા પ્રૂફ સામેલ છે. તે ઉપરાંત ઓળખ પત્ર તરીકે 'આધાર' પણ આપવું પડે છે. ખાસ વાત એ છે કે પોસ્ટ ઓફિસ સ્કીમ પર સરકારની ગેરંટી મળે છે, એટલે કે તેમાં જોખમની ચિંતા ના બરાબર હોય છે. ખરીદીની તારીખથી અઢી વર્ષના સમયગાળા બાદ KVP સર્ટિફિકેટમાં રોકાણ કરવામાં આવેલી રકમની ચૂકવણી તમે પ્રાપ્ત કરી શકો છો.

યોજનાને 3 રીતે ખરીદી શકાય છે-

 • સિંગલ હોલ્ડર ટાઈપ સર્ટિફિકેટ- આ પ્રકારના સર્ટિફિકેટને પોતાના માટે અથવા કોઈ સગીર માટે ખરીદવામાં આવે છે.
 • જોઈન્ટ A અકાઉન્ટ સર્ટિફિકેટ- તેને બે વયસ્કોને જોઈન્ટ તરીકે જારી કરવામાં આવે છે. બંને હોલ્ડર્સને ચૂકવણી કરવામાં આવે છે અથવા જે જીવિત હોય.
 • જોઈન્ટ B અકાઉન્ટ સર્ટિફિકેટ- તેને બે પુખ્ત વયનાને જોઈન્ટ તરીકે જારી કરવામાં આવે છે. બંનેમાંથી કોઈ એકને ચૂકવણી કરવામાં આવે છે અથવા જે જીવિત હોય તેને.

કેવી રીતે અકાઉન્ટ ખોલવું?

 • અરજદારો કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરીને અકાઉન્ટ ખોલી શકે છે. ફોર્મને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.
 • ફોર્મ પર અરજદારનું પૂરું નામ, જન્મ તારીખ (DOB) અને નોમિનીનું સરનામું લખેલું હોવું જોઈએ.
 • ફોર્મમાં ખરીદી અમાઉન્ટ કેટલી છે તે સ્પષ્ટ રીતે લખેલી હોવી જોઈએ.
 • KVP ફોર્મની રકમનું પેમેન્ટ ચેક અથવા કેશ દ્વારા કરી શકાય છે.
 • તમે ચેક દ્વારા પેમેન્ટ કરી રહ્યા છો તો ફોર્મ પર ચેક નંબરની જાણકારી લખવી
 • ફોર્મમાં સ્પષ્ચ કરવું KVP સિંગલ અથવા જોઈન્ટ ‘A‘ અથવા જોઈન્ટ ‘B‘સદસ્યતા, કયા આધારે ખરીદવામાં આવી રહી છે
 • જોઈન્ટ રીતે ખરીદવા પર બંને લાભાર્થીઓના નામ લખવા
 • લાભાર્થી સગીર હોય તો તેની જન્મ તારીખ, માતા-પિતાનું નામ લખવું
 • ફોર્મ જમા કરવા પર લાભાર્થીનું નામ, મેચ્યોરિટી તારીખ અને મેચ્યોરિટી પેમેન્ટની સાથે કિસાન વિકાસ સર્ટિફિકેટ મળશે.

શું છે આ યોજના?
આ યોજનાનો સમયગાળો 10 વર્ષ 4 મહિના છે. ઉદાહરણ તરીકે જો તમે આ સ્કીમમાં 1 એપ્રિલ 2020થી 20 જૂન 2020 સુધી રોકાણ કર્યું છે, તો તમારી તરફથી જમા કરવામાં આવેલી એક સામાટી રકમ 10 વર્ષ અને 4 મહિનામાં ડબલ થઈ જાય છે. કિસાન વિકાસ પત્ર સ્કીમ પર લાભાર્થીને 6.9 ટકા વાર્ષિક કપાઉન્ડ વ્યાજ મળે છે. આ સ્કીમમાં સર્ટિફિકેટ તરીકે રોકાણ થાય છે. તેમાં એક હજાર રૂપિયા, પાંચ હજાર રૂપિયા, દસ હજાર રૂપિયા, અને 50 હજાર રૂપિયા સુધીના સર્ટિફિકેટ હોય છે, જેને ઈચ્છુક લાભાર્થી પોતાની સુવિધા પ્રમાણે ખરીદી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો