• Gujarati News
 • Utility
 • The 22 year old Cheated Rs 60 Lakh In The Name Of Marriage, Never Making These Mistakes In The First Interview

કામની વાત:22 વર્ષની યુવતીએ લગ્નના નામે 60 લાખની છેતરપિંડી કરી, પહેલી મુલાકાતમાં ક્યારેય ના કરવી આ ભૂલો

18 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાનના અજમેરમાં 62 વર્ષીય નિવૃત્ત રેલ્વે અધિકારી સાથે લગ્ન કરાવી આપતી એક મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.

આ બાબતને ટૂંકમાં સમજો...

 • 62 વર્ષીય અનુપ શર્મા ઉત્તર પશ્ચિમ રેલ્વેમાં સિનિયર એકાઉન્ટ્સ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયા હતા.
 • મેટ્રીમોનિયલ વેબસાઈટ દ્વારા તેની મુલાકાત રીવા (મધ્યપ્રદેશ)ની 40 વર્ષીય અનુસિંહ સાથે થઈ હતી.
 • તે બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા. વાતચીત દરમિયાન અનુએ કેટલીક આર્થિક સમસ્યાઓ જણાવી હતી.
 • ઉછીના પૈસા, ઘર-વખરીની જરૂરિયાત જેવી બહાના બનાવીને પૈસાની માંગણી કરી હતી.
 • અનુપે જાન્યુઆરી 2022થી માર્ચ 2022ની વચ્ચે અનુને કુલ 60 લાખ 82 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા.
 • મે મહિનાના છેલ્લાં અઠવાડિયામાં મહિલાએ ફોન બંધ કરી દીધો હતો અને તેના ભાઈનો ફોન પણ બંધ આવતો હતો.
 • જૂન મહિનામાં તેણે પોલીસમાં કેસ કર્યો હતો.
 • અનુપની જેમ ઘણાં લોકો એવાં પણ છે કે, જેમને મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા છેતરવામાં આવ્યા છે. આજે અમે તમને જણાવીશું કે, આવી જાળમાં ફસાવાથી કેવી રીતે બચવું?

આ 3 પદ્ધતિઓ અપનાવવાથી છેતરપિંડીથી બચી શકાય છે.

વેબસાઈટ ચેક કરો
ચેક કરો કે જે સાઈટ પર ID બનવાનું છે તે યોગ્ય છે કે નહીં. તેના વિશે મિત્રો સાથે વાત કરો. શક્ય હોય તો જે લોકોએ મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી લગ્ન કર્યા હોય તેમની સાથે વાત કરો.

પ્રોફાઈલ ચેક કરો
માની લો કે, તમે સાચી વેબસાઈટ પર આઈડી બનાવ્યું છે તો હવે તમારે ચેક કરવું પડશે કે, તમે જે વ્યક્તિ સાથે કનેક્ટ થવા જઈ રહ્યા છો તેની ID સાચી છે કે નહીં. તમે કોઇની પણ પ્રોફાઇલમાં આપેલી માહિતીને સાચી ના માનવી, તે ખોટી પણ હોઈ શકે છે.

અંગત જીવન વિશે ના જણાવો
જો તમારી સામેવાળી વ્યક્તિ તમને કેટલાક અંગત પ્રશ્નો પૂછે છે, તો તમારે જવાબ આપવાનું ટાળવું જોઈએ. જો તે સેક્સ લાઇફ કે ફ્યુચર પ્લાનિંગ જેવાં પર્સનલ લાઇફને લગતાં પ્રશ્નો વધુ પડતાં કરે છે તો ચેતી જજો.

મેટ્રિમોનિયલ સાઇટની વાત આવે અને Shaadi.comની ચર્ચા ન થાય એવું કેવી રીતે શક્ય બને એટલે અમે Shaadi.com ના સ્થાપક અનુપમ મિત્તલ સાથે વાત કરી હતી અને આવી છેતરપિંડીથી કેવી રીતે બચવું એ વિશે પૂછ્યું હતું. વાંચો અનુપમની સલાહ...

 • વેબસાઈટના ચેટબોક્સ પર જ વાત કરો, પર્સનલ ઈ-મેલ ID ન આપો
 • અનુપમ કહે છે કે, પ્રાઈવસીનો કોઈ જ વિકલ્પ નથી. એ આપણો અધિકાર છે. અમે વેબસાઇટ સાથે કનેક્ટ થનારા લોકોને એમ પણ કહીએ છીએ કે, મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા પાર્ટનરની શોધ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
 • તમારું ID ફક્ત તે જ વેબસાઇટ પર બનાવો કે, જ્યાં તમારી બધી વ્યક્તિગત માહિતી પ્રાઈવેટ રાખવામાં આવે.
 • વેબસાઇટના ચેટબોક્સમાંથી જ તમારા મેચ (જેની પ્રોફાઇલ તમારી પ્રોફાઇલ તમારી સાથે મેળ ખાય છે) સાથે વાતચીત કરો.
 • જ્યારે તમે તમારી સામેની વ્યક્તિ વિશે સંપૂર્ણ જાગૃત હોવ ત્યારે જ તમારા વ્યક્તિગત IDથી વાતચીત કરો.
 • વેબસાઈટના કોન્ટેક્ટ ડિટેઇલ સેટિંગ્સમાં જઇને ફોન નંબર હાઇડ રાખો.
 • શરૂઆતમાં વીડિયો કોલ કરવો યોગ્ય નથી. જો તમે પણ વીડિયો કોલ પર વાત કરવા માંગો છો તો પછી વેબસાઇટના ચેટ અને વીડિયો કોલિંગ વિકલ્પનો ઉપયોગ કરો. અહીં કોઈ વ્યક્તિગત વિગતો જાહેર કરવામાં આવી નથી.
 • જો કોઈ તમને વાંધાજનક મેસેજ કે ફોટો મોકલે છે તો તરત જ વેબસાઈટના રિપોર્ટ ઓપ્શનમાં જઈને તેની જાણ કરો.
 • તેવી જ રીતે જો કોઈ પ્રોફાઈલને લઈને કોઈપણ પ્રકારની શંકા હોય તો તેની પણ જાણ કરો.
 • જો વેબસાઇટ પર તમને તમારૂં પરફેકટ મેચ મળી જાય તો પણ તમારે તે પ્રોફાઇલ વિશે ક્રોસચેક કરવું જ જોઇએ.

વેબસાઈટ સાચી છે કે ન નહિં, આ 4 બાબતો પરથી ખ્યાલ આવશે

 • વેબસાઇટની સાથે સુરક્ષિત URL હોવું જોઈએ, જેમ કે- https://
 • સક્સેસ રેટ જાણ્યા પછી જ મેમ્બરશિપ લો.
 • ફેસબુક પર અવારનવાર મેટ્રિમોનિયલ વેબસાઇટની અઢળક માહિતી આવે છે. આવી નવી-નવી સાઇટ્સથી સાવધાન રહો.
 • વેબસાઇટ કે જે ચકાસણી માટે ઘણાં બધાં ફિલ્ટર્સ લાગુ કરે છે તે વધુ વિશ્વસનીય હોઈ શકે છે.

સ્ત્રી અને પુરુષ બંને જ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એવામાં અમે તમને એવી 3 રીતો વિશે જણાવી રહ્યા છીએ કે, જેને અજમાવીને છેતરપિંડી કરનારાઓ ભોળા લોકોને જાળમાં ફસાવે છે

વિદેશમાં હોવાનો દાવો
મેટ્રિમોનિયલ સાઇટની પ્રોફાઇલ પર NRI અથવા વિદેશમાં હોવાનો દાવો કરવામાં આવે છે. જ્યારે વાતચીત શરૂ થાય છે ત્યારે તે મોંઘી ભેંટો આપીને વિશ્વાસ જીતી લે છે. પછી એક દિવસ જણાવે છે કે, અમે તમારા માટે મોંઘી ગિફ્ટ લીધી છે અને જલ્દી જ ભારત આવી રહ્યા છીએ. થોડાં દિવસ પછી ફોન આવે છે કે, ભારત આવી ગયા છે અને કસ્ટમ વિભાગે તેને પકડી પાડ્યો છે. છોડવાના બદલામાં પૈસા માગે છે. આ સમયે તમે પ્રેમમાં પડીને તેને પૈસા આપી દો છો અને તે પૈસા લઈને છૂમંતર થઈ જાય છે.

લગ્ન બાદ છેતરપિંડી
કેટલાક મામલા એવા પણ હોય છે જ્યાં વેબસાઈટ પર મળ્યા બાદ આ મામલો લગ્ન સુધી પહોંચી જાય છે. ઠગ્સ પણ પરણી જાય છે. થોડા દિવસ પછી તેઓ ઘરની કિંમતી વસ્તુઓ અને ઘરેણાં લઈ જાય છે અને ચંપત બની જાય છે. આવા કિસ્સામાં ઠગો મોટે ભાગે મહિલાઓ જ હોય છે.

સૂમસામ જગ્યા પર મળવું
છેતરપિંડી કરનારા લોકો ઓનલાઇન એકબીજા સાથે જોડાઈને પછી તે લોકોના વિશ્વાસ સાથે રમી શકે છે. તે વાતચીત કર્યા બાદ તમને હોટલમાં મળવા માટે બોલાવી શકે છે અને બેહોશ કરીને અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપી શકે છે. તેથી આવી કોઈ જાળનો શિકાર ન બનો.