તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Term Insurance Can Save Your Family's Future With Less Money, Here Are The Special Things Related To It.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારની નાણાકીય સુરક્ષા:ટર્મ ઈન્શ્યોરન્સમાં ઓછા પૈસામાં તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો, અહીં જાણો તેના સંબંધિત ખાસ બાબતો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસે લોકોને ટર્મ ઈન્શ્યોરન્સની જરૂરિયાત સમજાવી દીધી છે. કેમ કે, જો તમને કંઈક થઈ જાય છે તો તમારા પરિવારને ઘણા પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ટર્મ ઈન્શ્યોરન્સ તમને આ સમસ્યાથી બચાવી શકે છે. કોઈ પણ વ્યક્તિની કેટલીક જવાબદારીઓ હોય છે જેમ કે ઘર ખરીદવાનું, બાળકોનો અભ્યાસ અને બાળકોના લગ્ન. આ તમામ જવાબદારીઓ ટર્મ પ્લાનથી પૂરી થઈ શકે છે. અમે તમને ટર્મ ઈન્શ્યોરન્સ સંબંધિત ખાસ બાબતો જણાવી રહ્યા છીએ.

ઓછા પ્રિમિયમમાં વધારે કવર મળે છે
માત્ર 12,000થી 15,000 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ પર તમે 1 કરોડ રૂપિયા સુધીનું કવર મેળવી શકો છો. આ પ્રીમિયમ જો કે, પોલિસી લેનારની ઉંમર અને લાઈફ સ્ટાઈલ પર આધાર રાખે છે. એક સમજદાર વ્યક્તિ હંમેશાં મુશ્કેલ સમય માટે તૈયાર રહે છે. ટર્મ ઈન્શ્યોરન્સથી તમારા નહીં રહેવાની સ્થિતિમાં તમારા પરિવારને પૈસાની તકલીફ નહીં થાય.

ઓછી ઉંમરમાં વીમા પોલિસી ખરીદવી યોગ્ય
વ્યક્તિને 20 વર્ષની ઉંમરમાં જીવન વીમો ખરીદવો જોઈએ. આવું એટલા માટે કેમ કે, ઓછી ઉંમરમાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો ફાયદો ઓછા પ્રીમિયર દર છે. વધારે ઉંમર થવા પર જીવન વીમા પોલિસી લેવા પર પ્રીમિયમની ચૂકવણી કરવી પડે છે. આવી સ્થિતિમાં ઓછી ઉંમરમાં વીમો લેવો ફાયદાકારક છે.

જો તમારા પર દેવું છે તો તમારી ના હાજરીમાં પરિવારને તકલીફ નહીં પડે
મોટાભાગના લોકો ઘર ખરીદવા અથવા બનાવવા માટે હોમ લોન લેતા હોય છે. પરંતુ એવા પરિવાર જ્યાં કમાવનાર માત્ર એક જ વ્યક્તિ હોય, તે પરિવાર માટે 20થી 30 વર્ષ સુધી ચાલતી હોમ લોન કોઈ બોજથી કમ નથી. કેમ કે તે વ્યક્તિના આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ થવા પર હોમ લોનની EMI ચૂકવવાનું ટેન્શન વધી જાય છે. જો તમે પણ લોન લઈને ખરીદ્યું છે તો તમારે લાઈફ ઈન્શ્યોરન્સ (ટર્મ ઈન્શ્યોરન્સ) જરૂરથી લેવો જોઈએ. તે તમારી ના હાજરીમાં પણ તમારા પરિવારને બેઘર થવાથી બચાવશે.

ટર્મિનલ ઈલનેસ બેનિફિટ પણ મળે છે
કેટલાક ટર્મ પ્લાન ટર્મિનલ ઈલનેસ બેનિફિટની સાથે પણ આવે છે. તેના અંતર્ગત ઈન્શ્યોરન્સ લેનારને જો કોઈ એવી ગંભીર બીમારી (જેની સારવાર ન થઈ શકે), હોય છે, જેમાં તે તેના છેલ્લા સ્ટેજ પર છે તો ઈન્શ્યોરન્સ કંપની મૃત્યુ પહેલાં જ ઈન્શ્યોરન્સ કવરના કેટલાક ભાગની અથવા સંપૂર્ણ ચૂકવણી કરે છે. તેની ચૂકવણી કરવા પર, વીમાકૃત વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારને મળતા લાભમાંથી તેની સમાન રકમને ઓછી કરવામાં આવે છે.

ટેક્સ છૂટનો ફાયદો મળે છે
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવેલ પ્રીમિયમની રકમ પર તમે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છો. 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ લઈ શકાય છે.

કયા લોકોએ ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદવો જોઈએ
પરિવારની દરેક કમાતી વ્યક્તિની આવક શરૂ થવાની સાથે જ ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદી લેવો જોઈએ. ઓછી ઉંમરમાં પ્રીમિયમ ઓછું રહે છે અને સંપૂર્ણ પોલિસી સમયગાળા માટે તેમાં કોઈ ફેરફાર નથી થતો. તેથી ઓછા પ્રીમિયમનો લાભ ઉઠાવવા માટે તેને ઓછી ઉંમરમાં ખરીદી લેવો જોઈએ. જો તમે ઓછી ઉંમરમાં ટર્મ ઈન્શ્યોરન્સ નથી લેતા તો તેને તમે અત્યારે ખરીદી શકો છો.

ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
ટર્મ ઈન્શ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે જે મર્યાદિત અવધિ માટે નિશ્ચિત ચૂકવણી દર પર કવરેજ આપે છે. જો પોલિસીની અવધિ દરમિયાન વીમાધારકનું મૃત્યુ થઈ જાય છે તો કવરની રકમ નોમિની વ્યક્તિને એક સામટી રકમ આપવામાં આવે છે. આ અનિશ્ચિત અથવા મૃત્યુની સ્થિતિમાં પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો