તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Tenants Can Also Easily Change The Address In The Aadhaar Card, Know Its Complete Process

સુવિધા:ભાડુઆત પણ આધાર કાર્ડમાં સરળતાથી સરનામું બદલી શકે છે, જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
UIDAIએ રેન્ટ પર રહેતા લોકો માટે એડ્રેસ અપડેટ કરવાની એક નવી પ્રોસેસ જણાવી - Divya Bhaskar
UIDAIએ રેન્ટ પર રહેતા લોકો માટે એડ્રેસ અપડેટ કરવાની એક નવી પ્રોસેસ જણાવી
 • રેન્ટ એગ્રીમેન્ટ યુઝ કરીને આધારમાં પોતાનું સરનામું બદલી શકશો

ભાડે રહેતા લોકો માટે કોઈપણ જરૂરી ડોક્યુમેન્ટમાં કાયમી સરનામું આપવું સૌથી મુશ્કેલ કામ હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ રેન્ટ પર રહેતા લોકો માટે એડ્રેસ અપડેટ કરવાની એક નવી પ્રોસેસ જણાવી છે. આ પ્રોસેસમાં તમે રેન્ટ એગ્રીમેન્ટ યુઝ કરીને આધારમાં પોતાનું સરનામું બદલી શકશો. આ રેન્ટ એગ્રીમેન્ટ પર તમારું નામ લખેલું હોવું જોઈએ. જાણો આધારમાં રેન્ટ એગ્રીમેન્ટ અપડેટ કરવાની પ્રોસેસ...

આ રીતે રેન્ટ એગ્રીમેન્ટ અપડેટ કરવાનું હોય છે
આધારમાં રેન્ટ એગ્રીમેન્ટ દ્વારા ફેરફાર કરવા માટે તમારે તમારા રેન્ટ એગ્રીમેન્ટને પહેલા સ્કેન કરવું પડશે. ત્યારબાદ તે ડોક્યુમેન્ટની PDF બનાવીને અપડેટ આધારની વેબસાઈટ પર અપડેટ કરવાનું રહેશે.

આ રીતે કરો આધાર કાર્ડ એડ્રેસ અપડેટ

 • સૌથી પહેલા તમારે UIDAIની સત્તાવાર સાઈટ https://uidai.gov.in/ પર જવું.
 • ત્યારબાદ હોમપેજ પર દેખાઈ રહેલા એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઈન) પર ક્લિક કરો.
 • નવી વિન્ડોમાં અપડેટ એડ્રેસ પર ક્લિક કરો.
 • આધાર કાર્ડ નંબર નાખીને લોગઈન કરો.
 • ત્યારબાદ તમારા મોબાઈલ પર OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે.
 • OTP એન્ટર કરીને પોર્ટલ પર જવું.

આધાર સેન્ટર જઈને બદલી શકો છો એડ્રેસ
UIDAIની વેબસાઈટ અથવા આધાર સેન્ટરથી આધાર અપડેશન અથવા કરેક્શન ફોર્મ લેવું પડશે. આ ફોર્મ વેબસાઈટ પર ડાઉનલોડ સેક્શનમાં મળશે. તેમાં તમામ જરૂરી ડિટેઈલ્સ ભરીને સેન્ટર પર સંબંધિત વ્યક્તિને આપવી પડશે. તે સાથે જ ફોર્મ પર તમારે જે ડિટેઈલને અપડેટ કરવાની હોય તેનો ઉલ્લેખ કરવો પડશે. તે સાથે જ આધાર કાર્ડની ફોટોકોપી સહિત પેનકાર્ડ, વોટર ID કાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકોપી આપવી પડશે. આધાર સેન્ટર પર જઈને તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ ID, ફોટો અને બાયોમેટ્રિક ડિટેઈલ્સ અપડેટ કરાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...