• Gujarati News
  • Utility
  • Teachers Can Now Check CBSE 10th And 12th Standard Papers From Home, Home Ministry Approves

સુવિધા:શિક્ષકો CBSEના 10મા અને 12મા ધોરણના પેપરનું ચેકિંગ હવે ઘરેથી કરી શકશે, ગૃહ મંત્રાલયે મંજૂરી આપી

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે કહ્યું કે, 3 હજાર CBSE શાળાઓને જવાબ પત્રકના મૂલ્યાંકન કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવી છે
  • જે વિષયોની બોર્ડની પરીક્ષા અગાઉ થઈ ચૂકી છે તે વિષયોના મૂલ્યાંકન માટે શિક્ષકોના ઘરે 1.5 કરોડ ઉત્તરવાહી મોકલવામાં આવશે

CBSE 10મા અને 12મા ધોરણની બાકી રહેલી પરીક્ષાઓની તારીખો જાહેર કર્યા પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યોજાઈ ગયેલી પરીક્ષાઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે કહ્યું કે, દેશભરની 3000 CBSE શાળાઓને 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા માટે નક્કી કરવામાં આવી છે.

જે વિષયો માટે બોર્ડની પરીક્ષા થઈ ચૂકી છે તેની 1.5 કરોડ ઉત્તરવહીઓ મૂલ્યાંકન માટે શિક્ષકોના ઘરે મોકલવામાં આવશે. શિક્ષકો તેમના ઘરોમાં આ ઉત્તરવહીઓ ચકાસશે. તમામ ઉત્તરવહીઓ તપાસવાનું કામ 50 દિવસમાં પૂર્ણ થઈ જશે. 3000 મૂલ્યાંકન કેન્દ્રોમાંથી ઉત્તરવહીઓ રવિવારથી શિક્ષકોના ઘરે મોકલવામાં આવશે. ત્યારબાદ શિક્ષકો 50 દિવસની અંદર તેનું મૂલ્યાંકન કરશે.

3000 મૂલ્યંકન કેન્દ્રોમાંથી આજે ઉત્તરવહીઓ મોકલાશે

મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરવા ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા પછી રમેશ પોખરીયલ નિશાંકે એક ટ્વીટ કરીને કહ્યું કે, માનનીય ગૃહ પ્રધાન અમિત શાહના આભારી હું તમને જાણ કરી રહ્યો છું કે, દેશના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ આજે વિદ્યાર્થીઓના હિતમાં 3000 CBSE શાળાઓને મૂલ્યાંકન કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવી છે.

મને વિશ્વાસ છે કે અમે ટૂંક સમયમાં 173 વિષયોની 1.5 કરોડની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરીશું અને જેવી 1 જુલાઈથી 15 જુલાઇની વચ્ચે 29 વિષયોની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે તેમના મૂલ્યાંકન પછી તરત જ રિઝલ્ટ જાહેર કરી દેવાશે. સામાન્ય રીતે શિક્ષકોને પેપર્સ ચકાસવા માટે મૂલ્યાંકન કેન્દ્રો પર બોલાવવામાં આવે છે. પરંતુ આ વખતે પેપર્સ તેમના મૂલ્યાંકન કેન્દ્રોમાંથી તેમના ઘરે મોકલવામાં આવશે.

CBSE 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 1 જુલાઈથી શરૂ થશે

શુક્રવારે એચઆરડી મંત્રાલયે CBSEના 10મા અને 12મા ધોરણની બાકી રહેલી પરીક્ષાઓની તારીખોની ઘોષણા કરી હતી. CBSE 10મા અને 12મા ધોરણની બાકીની પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇની વચ્ચે લેવામાં આવશે. સીબીએસઇએ JEE MAIN અને NEE પરીક્ષાના સમયપત્રકને ધ્યાનમાં રાખીને નવી પરીક્ષાની તારીખો નક્કી કરી છે. JEE MAIN પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઇ સુધી શરૂ થશે. તેમજ, 26 જુલાઈ 2020ના રોજ NEET UG 2020નું આયોજન કરવામાં આવશે. તેથી, હવે આ પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની મૂંઝવણ સમાપ્ત થઈ ગઈ છે.