તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • TDS Will Be Deducted On Withdrawal Of More Than 20 Lakh Cash From Post Office In 1 Year, This Rule Will Also Apply To PPF

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો નિયમ:પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર પણ આ નિયમ લાગુ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 વર્ષમાં ITR ફાઈલ ન કરનારા લોકો પર વધુ અસર થશે
  • ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં નવી સેક્શન 194N ઉમેરવામાં આવી

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સે સ્રોત પર ટેક્સ કપાત (TDS)ને લઈને નવો નિયમ જાહેર કર્યો છે. હવે પોસ્ટ ઓફિસની તમામ સ્કીમમાંથી 20 લાખ રૂપિયાથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે. આ નવો નિયમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર પણ લાગુ થશે.

​​​​​​​ઈન્કમ ટેક્સ એક્ટમાં નવી સેક્શન ઉમેરવામાં આવી
ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં એક નવી સેક્શન 194N ઉમેરવામાં આવી છે. આ સેક્શનની જોગવાઈ અનુસાર, જો કોઈ રોકાણકાર છેલ્લા 3 અસેસમેન્ટ યરમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરતો, તો પૈસા ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે. આ નવો નિયમ 1 જુલાઈ 2020થી અમલમાં છે તેવું માનવામાં આવશે. જોગવાઈના અનુસાર, જોઈ કોઈ વ્યક્તિ ITR ફાઈલ નથી કરતો અને એક નાણાકીય વર્ષમાં 20 લાખથી વધારે પરંતુ 1 કરોડથી ઓછા પૈસા ઉપાડે છે તો 20 લાખથી વધારેની રકમ પર 2%ના દરે TDS કટ કરવામાં આવશે. ​​​​​​​

1 કરોડથી વધારે રકમ ઉપાડવા પર 5% કટ કરવામાં આવશે
જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં પોસ્ટ ઓફિસની તમામ સ્કીમમાંથી 1 કરોડ રૂપિયાથી વધારે કેશ ઉપાડે છે તો 1 કરોડથી વધારેની રકમ પર 5%ના દરે TDS કટ થશે. જો કોઈ વ્યક્તિ ITR ફાઈલ કરે છે અને એક નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે કેશ ઉપાડે છે તો 1 કરોડ રૂપિયાથી વધારેની રકમ પર 2%ના દરે TDS કટ કરવામાં આવશે. આ ફેરફાર અત્યાર સુધી લાગુ કરવામાં નહોતા આવ્યા. ​​​​​​​

ડિપોઝિટર્સની ઓળખ કરશે પોસ્ટ ઓફિસના એક્સેલેન્સ સેન્ટર
TDS કપાતનો આ નિયમ લાગુ કરવા માટે પોસ્ટ વિભાગની સેન્ટર ફોર એક્સેલેન્સ ઈન પોસ્ટલ ટેક્નોલોજી ડિપોઝિટર્સની ઓળખ કરશે. એક્સેલેન્સ સેન્ટર પોસ્ટ ઓફિસના તમામ સર્કલ્સને જાણકારી પ્રદાન કરશે. તેમાં ડિપોઝિટર્સ અકાઉન્ટ અને પેન નંબર જેવી જાણકારી સામેલ હશે. તે સિવાય ડિપોઝિટર દ્વારા કટ કરવામાં આવતા TDS રકમની જાણકારી પણ એક્સેલેન્સ સેન્ટરની તરફથી આપવામાં આવશે. સંબંધિત પોસ્ટ ઓફિસ ડિપોઝિટર પાસેથી TDS કટ કરશે અને અકાઉન્ટ હોલ્ડરને આ ડિડક્શનની જાણકારી આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો