• Gujarati News
  • Utility
  • Tax Returns With Higher Returns Can Be Availed By Investing In PPF, Time Deposit Scheme And National Savings Certificate.

ટેક્સ સેવિંગ:PPF, ટાઈમ ડિપોઝિટ સ્કીમ અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરીને વધુ રિટર્નની સાથે ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે તમારે 31 માર્ચ સુધી કેટલીક ખાસ સ્કીમોમાં રોકાણ કરવું પડશે. આ સ્કીમોમાં પોસ્ટ ઓફિસ PPF, ટાઈમ ડિપોઝિટ સ્કીમ અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ પણ સામેલ છે. તેમાં રોકાણ કરવાથી તમે સારું એવું રોકાણ મેળવું શકો છો, તેમજ ઈન્કમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. તેમાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. અમે તમને આ ત્રણેય યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ.

PPF પર મળી રહ્યું છે 7.1% વ્યાજ

  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અકાઉન્ટ માત્ર 500 રૂપિયામાં ખોલાવી શકાય છે, પરંતુ બાદમાં દર વર્ષે 500 રૂપિયા એક વખત જમા કરાવવા જરૂરી છે. આ અકાઉન્ટમાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે.
  • આ સ્કીમ 15 વર્ષ માટેની છે, જેમાં વચ્ચેથી પૈસા ઉપાડી નથી શકાતા. પરંતુ તેને 15 વર્ષ બાદ 5-5 વર્ષ માટે વધારી શકાય છે.
  • તેને 15 વર્ષ પહેલા બંધ નથી કરી શકાતી, પરંતુ 3 વર્ષ બાદ આ અકાઉન્ટની સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઈચ્છે તો નિયમો અંતર્ગત આ અકાઉન્ટમાંથી 7મા વર્ષથી પૈસા ઉપાડી શકાય છે.
  • વ્યાજ દરની સમીક્ષા દર ત્રણ મહિને સરકાર કરે છે. આ વ્યાજ દર ઓછા અથવા વધારે હોઈ શકે છે. અત્યારે આ અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
  • આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ક્યાંય પણ ઓપન કરાવી શકાય છે. તે ઉપરાંત તેને કોઈપણ બેંકમાં જઈને પણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

NSCમાં 1 હજારથી રોકાણ શરૂ કરી શકાય છે

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર 6.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળા પર આપવામાં આવે છે.
  • NSC અકાઉન્ટ ઓપન કરાવવા માટે તમારે ન્યૂનતમ 1000 રૂપિયા રોકાણ કરવું પડશે.
  • આ અકાઉન્ટને કોઈ પણ પુખ્તવયના નામ પર અને 3 વયસ્કોના નામ પર જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
  • 10 વર્ષથી વધારે ઉંમરના સગીરના નામે કોઈ વાલીની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકાય છે.
  • તમે NSCમાં ગમે એટલી રકમ રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

ટાઈમ ડોપિઝિટ સ્કીમમાં 6.7% સુધી વ્યાજ મળી રહ્યું છે

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી અવધિ માટે એક સામટા પૈસા રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો ફાયદો લઈ શકો છો.
  • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષની અવધિ માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ દર ઓફર કરે છે.
  • ભારતીય પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટ અનુસાર, 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે.
  • તેમાં 1000 રૂપિયાનું મિનિમમ રોકાણ કરવું પડે છે. તેમજ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
  • યોજનામાં પણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય તો રોકાણ કરી શકે છે. તેમાં જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

શું છે સેક્શન 80C?
આવકવેરા કાયદાની સેક્શન 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ એક્ટ 1961નો ભાગ છે. તેમાં તે રોકાણ માધ્યમોનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરીને ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે.