તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Tax Exemption Can Also Be Availed On The Expenses Incurred On Treatment Under Section 80D, 80DD And 80DDB, Many Diseases Including Cancer, AIDS, Cancer Will Be Covered.

જાણી લો, કામ લાગશે:સેક્શન 80D, 80DD અને 80DDB હેઠળ સારવાર પર થતા ખર્ચ પર પણ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય, કેન્સર, એઇડ્સ, કેન્સર સહિત ઘણા રોગો કવર થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80DDB હેઠળ તમે કોઈ આશ્રિતની ગંભીર અને લાંબી બીમારીની સારવાર માટે ખર્ચ કરવામાં આવેલી રકમ પર ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો
  • જો તમે સેક્શન 80DD હેઠળ અપંગ વ્યક્તિની સારવાર માટે ખર્ચ કરી રહ્યા હો તો આ સેક્શન હેઠળ ટેક્સ છૂટ મેળવી શકો છો

ઈન્કમ ટેક્સ ફાઈલ કરતાં પહેલાં મોટાભાગના લોકોના મનમાં એ સવાલો હોય છે કે વધારે ટેક્સ કેવી રીતે બચાવી શકાય. ઇન્કમ ટેક્સ એક્ટમાં એવાં ઘણાં સેક્શન છે જે હેઠળ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર તો ખરું જ, પણ સાથે તમારા પરિવારના મેડિકલ ખર્ચ પર પણ ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. તમે સેક્શન 80D, 80DD અને 80DDB હેઠળ મેડિકલ ખર્ચ પર પણ ટેક્સ છૂટ માટે ક્લેમ કરી શકો છો. આ અહીં આ ત્રણ સેક્શન વિશે વિસ્તારવપૂર્વક જણાવવામાં આવ્યું છે.

સેક્શન 80D
સેક્શન 80D તબીબી ખર્ચ પરની કપાત છે. પોતાના, પરિવાર અને આશ્રિત માતા-પિતાના સ્વાસ્થ્ય માટે ચૂકવવામાં આવતા તબીબી વીમા પ્રીમિયમ પરના કરને બચાવી શકાય છે. સેલ્ફ / ફેમિલી માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની કલમ 80D કપાતની મર્યાદા 25 હજાર રૂપિયા છે. વરિષ્ઠ નાગરિક માતાપિતા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ માટે, તમે 50 હજાર રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો. તે ઉપરાંત વધારાના 5000 રૂપિયાની મર્યાદા સુધી આરોગ્ય તપાસવાની પણ મંજૂરી છે અને તેનાથી સમગ્ર મર્યાદામાં સામેલ છે.

સેક્શન 80DD
જો કોઈ વિકલાંગ વ્યક્તિની સારવાર માટે ખર્ચ કરી રહ્યા છો તો તમને આ સેક્શન અંતર્ગત ટેક્સ છૂટ મળી શકે છે. વિકલાંગ વ્યક્તિમાં માતાપિતા, પત્ની, બાળકો, ભાઈ અને બહેન હોઈ શકે છે જે સંબંધિત વ્યક્તિ પર આધારિત હોય છે. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી (HUF) કેસમાં, પરિવારમાંથી કોઈપણ હોઈ શકે છે. આ સેક્શન હેઠળ કુલ કપાતની મર્યાદા 1.5 હજાર રૂપિયા સુધીની છે. જો આશ્રિત સંબંધી 40% અથવા તેથી વધુ પરંતુ 80% કરતા ઓછો અપંગ હોય તો 75 હજાર રૂપિયા સુધી આવકવેરાની છૂટ લઈ શકાય છે. જો સંબંધી ગંભીર રીતે વિકલાંગ છે એટલે કે 8૦% કરતાં વધારે હોય તો ટેક્સ ડિડક્શન 1.25 લાખ રૂપિયા રહેશે. આ ક્લેમ માટે કોઈ માન્ય મેડિકલ ઓથોરિટી પાસેથી ડિસેબિલિટી સર્ટિફિકેટ આવશ્યક રહેશે.

આ ડિસેબિલિટી કવર થાય છે
અન્ય રોગોમાં સાંભળવામાં અસક્ષમતા, માનસિક રોગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવો), અંધત્વ (બ્લાઇન્ડનેસ), ઓછું દેખાવું, કોઢ અને લોકો મોટર ડિસેબિલિટી (80% અથવા વધુ શારીરિક અપંગતા)નો સમાવેશ થાય છે.

સેક્શન 80DDB
સેક્શન 80DDB હેઠળ તેના એક આશ્રિતની ગંભીર અને લાંબી માંદગીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ પર આવકવેરા કપાત મળે છે. કોઈ આવકવેરા ભરનાર તેના માતા-પિતા, બાળકો, આશ્રિત ભાઈ-બહેન અને પત્નીની સારવારમાં ખર્ચ કરેલી રકમના કપાતનો દાવો કરી શકે છે. આમાં કેન્સર, હિમોફીલિયા, થેલેસેમિયા અને એઇડ્સ જેવા રોગો સામેલ છે. સામાન્ય રીતે આ કપાત 40 હજાર રૂપિયા છે. સિનિયર સિટીઝનના કિસ્સામાં આ કપાત રૂ. 1 સુધી થઈ શકે છે. આ માટે, ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લેવાનું રહે છે.

આ રોગો કવર થશે
અન્ય રોગોમાં મોટર ન્યુરોન ડિસીઝ, રીનલ ફેલ્યોર, કેન્સર, એડ્સ, હેમેટોલોજિકલ, અટેક્સિયા, ડિમેન્શિયા, અફેસિયા, ડિયસ્ટોનિયા મસ્ક્યુલોરમ અને પાર્કિન્સન્સ ડિસીઝ સામેલ છે.