તાજેતરમાં ઈ-કોમર્સ માર્કેટમાં એન્ટ્રી કરનાર જિયોમાર્ટ (JioMart)એ પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી દીધી છે. જિયોમાર્ટ એપ એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. તેને ગૂગલ પ્લેસ્ટોર અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. રિલાયન્સ જિયોએ મે મહિનાનાં અંતમાં તેની વેબસાઈટ લોન્ચ કરી હતી.
કંપની 200 શહેરોમાં સર્વિસ આપી રહી છે
જિયોમાર્ટ પર અત્યારે ગ્રોસરી, પર્સનલ કેર, હોમ કેર અને બેબી કેર પ્રોડક્ટ ઓર્ડર કરી શકાય છે. કંપની અત્યારે 200થી વધુ શહેરોમાં સર્વિસ આપી રહી છે. જિયોમાર્ટની ટક્કર એમેઝોન પેન્ટ્રી, બિગ બાસ્કેટ, ગ્રોફર્સ, ફ્લિપકાર્ટ સુપરમાર્કેટ સાથે થશે.
મિનિમમ 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
જિયોમાર્ટ પર ગ્રોસરીની શોપિંગ પર મિનિમમ 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જિયોમાર્ટ તમામ ઓર્ડર્સ પર ફ્રી ડિલિવરી આપી રહી છે. તે ઉપરાંત કસ્ટમર્સ માટે રિલાયન્સ વન અથવા ROne લોયલ્ટી પ્રોગ્રામ પણ છે, જેમાં ROne પોઈન્ટ્સ અર્ન કરીને તેને આગામી ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત કંપની ઘણા પ્રકારની ઓફર આપી રહી છે.
કેશ ઓન ડિલિવરીની પણ સુવિધા મળશે
જિયોમાર્ટ પર ઓર્ડર કરતા સમયે યુઝર જિયોમની વોલેટ ઉપરાંત અન્ય મોબાઈલ વોલેટ્સથી પણ પેમેન્ટ કરી શકશે. તે ઉપરાંત જો તમે મોબાઈલ વોલેટનો ઉપયોગ નથી કરતા તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગથી પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરી પણ કરી શકાશે.
ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક્સ, ફેશન અને હેલ્થકેરની પ્રોડક્ટ મળશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડે 43મી વાર્ષિક સામાન્ય બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશન અંબાણીના જણાવ્યા પ્રમાણે, જિયોમાર્ટ પર ટૂંક સમયમાં જ ગ્રોસરી ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પણ મળશે. અત્યાકે જિયોમાર્ટના બીટા વર્ઝનની સર્વિસ પર માત્ર ગ્રોસરીની ખરીદી કરી શકાય છે. આ સર્વિસ દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.