તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડા (BoB)માં મર્જર કર્યું હતું, ત્યારબાદ આ બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. હવે બેંક ઓફ બરોડાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ગ્રાહકોને કહ્યું છે કે, ઈ-વિજયા અને ઈ-દેના IFSC કોડ 1 માર્ચ 2021થી બંધ થઈ જશે. આવી સ્થિતિમાં વિજયા અને દેના બેંકની બ્રાંચામાંથી તમે નવો IFSC કોડ મેળવી લો.
ઘરે બેઠો નવો IFSC કોર્ડ મેળવી શકો છો
તમે 1800 258 1700 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને અથવા તમે તમારી બેંકની બ્રાંચ પર વિઝિતટ કરી શકો છો. તે ઉપરાંત તમે મેસેજ કરીને પણ નવો કોર્ડ લઈ શકો છો. તેના માટે તમારે "MIGR Last 4 digits of the old account number" લખીને મેસેજને તમારા રજિસ્ટર્ડ નંબરથી 8422009988 પર મોકલાનો રહેશે.
શું હોય છે IFSC કોડ?
તે 11 અંકનો એક કોડ હોય છે આ કોડમાં શરૂઆતના ચાર અક્ષર બેંકના નામ સૂચવે છે. IFSC કોડનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ દરમિયાન કરવામાં આવે છે. બેંકની કોઈપણ બ્રાંચને તે કોડ દ્વારા ટ્રેક કરી શકાય છે. તેને તમે બેંક અકાઉન્ટ અને ચેક બુક દ્વારા જાણી શકો છો. બેંક કોઈ એક બ્રાંચના દરેક અકાઉન્ટનો એક જ IFSC કોડ હોય છે.
1 એપ્રિલ 2020ના રોજ મર્જર થયું હતું
1 એપ્રિલ 2020ના રોજ સરકારે દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર કર્યું હતું. તેના મર્જર બાદ બેંક ઓફ બરોડા દુનિયાની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે.
પંજાબ બેંકે 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે
પંજાબ નેશનલ બેંક (PNB)એ તેના ગ્રાહકોને જૂના IFSC અને MICR કોડને 1 એપ્રિલ પહેલા બદલવા માટે કહ્યું છે. બેંકના જણાવ્યા પ્રમાણે, 31 માર્ચ 2021 બાદથી આ કોડ કામ નહીં કરે. જો તમારે પૈસા ટ્રાન્સફર કરવા છે તો તેના માટે તમારે બેંકમાંથી નવો કોડ લેવો પડશે. ગ્રાહકો વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.