તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Take A Break And Take Care Of The Eyes, Going Out With Friends, Then Choose An Open Space; Stay Safe And Enjoy The IPL

વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન સ્ટડી અને હવે IPL:બ્રેક લઈ આંખોનું ધ્યાન રાખો, મિત્રો સાથે બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી IPL જુઓ; સ્ક્રીનટાઈમ દરમિયાન આ 6 વાતોનું ધ્યાન રાખો

નિસર્ગ દીક્ષિતએક વર્ષ પહેલા
  • કોરોનાકાળમાં IPL જોતા દરમિયાન મિત્રો સાથે ખાવાનું શેર કરવાથી બચો
  • જો બહાર મેચ જોવા જાવ છો તો ગરમ ખોરાક લો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
  • કામ અને સ્ટડી બાદ મેચ જોવાથી સ્ક્રીન ટાઈમ વધશે, જેથી ફોન અને લેપટોપનો બિનજરૂરી ઉપયોગ ટાળો

આગામી શનિવાર અર્થાત 19 સપ્ટેમ્બરથી IPL (ઈન્ડિયન પ્રિમિયમ લીગ) શરૂ થવા જઈ રહી છે. IPLની 12 સિઝન થઈ છે, પરંતુ મહામારી દરમિયાન આ પ્રથમ વાર બનશે કે લોકો આટલી મોટી ટુર્નામેન્ટની મજા સાવચેતી સાથે માણશે. IPL આ વખતે મેદાનમાં જ નહિ રસ્તા, દુકાન અને ઘરોમાં પણ અલગ રીતે જોવા મળશે.

IPLનો ઉત્સાહ ક્રિકેટ રસિયાઓમાં હોવો સ્વભાવિક છે, પરંતુ કોરોનાકાળમાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. આંખોનું ધ્યાન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફૂડ સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો અને પરિવારજનોની સાથે ભલે હોઈએ પરંતુ હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.

મેચ જોતા સમયે આ 4 વાતોનું ધ્યાન રાખો
સોશિયલ ડિસ્ટન્સિંગ:
ક્રિકેટ મેચ જોવા માટે મિત્રો ભેગા થાય છે અને દુકાનો પર પણ ભીડ જોવા મળે છે. જોકે હવે તે સંભવ નથી. જો તમે અન્ય વ્યક્તિ સાથે મેચની મજા માણવાના છો તો વેન્ટિલેશનવાળી મોટી જગ્યાની પસંદગી કરો. મેચ જોતા સમયે માસ્કનો પ્રયોગ પણ કરો.
2.વેન્ટિલેશનવાળી જગ્યાની પસંદગી: એક્સપર્ટ જણાવે છે કે, ભીડ હોય તો ઈન્ડોર કરતાં બહાર રહેવું જરૂરી છે. જાપાનમાં કોરોનાવાઈરસ પર 100 લોકોનાં રિસર્ચમાં માલુમ પડ્યું છે કે, બહારની સરખામણીએ ઘરની અંદર કોરોનાવાઈરસના સંક્રમણનું જોખમ 20 ગણું વધી જાય છે. બહાર હવા અને સૂર્યપ્રકાશની હાજરીને લીધે સંક્રમણનું જોખમ ઘટે છે.
3.આંખોનું ધ્યાન: કોરોનાકાળમાં વર્કફ્રોમ હોમ હોય કે પછી ઓનલાઈન સ્ટડીને લીધે સ્માર્ટફોન અને પીસીનો ઉપયોગ વધી ગયો છે. રામકૃષ્ણ પરમાર્થ ફાઉન્ડેશન મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર અને ડૉક્ટર વસુધા ડામલે જણાવે છે કે, લોકડાઉને લીધે લોકો આંખોની સમસ્યાનો વધારે સામનો કરી રહ્યા છે. આંખોની ડ્રાયનેસનું મુખ્ય કારણ સ્ક્રીન ટાઈમ છે.
4.ફૂડ સેફ્ટી: ગ્રુપમાં મેચ જોતા સમયે ખાસ ધ્યાન ફૂડ સેફ્ટીનું રાખવાનું છે. કોઈને પણ ખોરાક શેર કરવા માટે ન આપો. બહાર જાવ તો પણ ગરમ વસ્તુનું સેવન કરો. કોઈ પણ ખાદ્ય પદાર્થનું સેવન કરતાં પહેલાં સેનિટાઈઝરને બદલે હેન્ડ વૉશ કરો.

સ્ક્રીન ટાઈમમાં કઈ સાવચેતી રાખશો?
ડૉક્ટર વસુધા બિનજરૂરી સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની સલાહ આપે છે, કારણ કે વધારે સ્ક્રીન ટાઈમથી વધારે સમસ્યા થાય છે. જો મેચ જોવા માગો છો તો ગેમિંગ અને મૂવી જેવા એક્સ્ટ્રા સ્ક્રીન ટાઈમને ઓછો કરો. જો તમે તમારી આંખોનાં સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવા માગો છો તો એક્સપર્ટે જણાવેલી આ 6 બાબતોનું ધ્યાન રાખો.

1.વારંવાર આંખો પટપટાવવી: ઓપ્થેલમોલોજિસ્ટ ડૉક્ટર વિનિતા રમનાનીના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે આપણી આંખો એક મિનિટમાં 18-20 વાર પટપટે છે, પરંતુ સ્ક્રીન પર કામ કરતી વખતે આ સંખ્યા ઓછી થઇ જશે. તેનાથી બચવા માટે થોડા-થોડા સમયે આંખોને પટપટાવતા રહેવું.
2.20-20-20 રુલ: ડોક્ટર 20-20-20 નિયમને ફોલો કરવાની સલાહ આપે છે. તેમાં તમારે કામ દરમિયાન દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર રહેલી વસ્તુને જોવાની છે. તેનાથી આંખોના મસલ્સ રિલેક્સ થાય છે.
3.ACથી બચો: ડૉ. ડામલેએ કહ્યું કે, એર કંડીશનરમાં કામ કરતી વખતે ડ્રાયનેસની તકલીફો વધી શકે છે. ACમાં કામ કરવાથી બચો અને જો ACમાં કામ કરો છો તો થોડા સમયે બ્રેક લો . આ ઉપરાંત રૂમની લાઈટ બંધ કરીને કામ ન કરવું. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, હંમેશાં રૂમમાં પ્રકાશ કે લાઈટ હોય ત્યારે જ કામ કરવું.
4.બ્રેક લો: કામ દરમિયાન થોડા બ્રેક લેતા રહો અને નોર્મલ વાતાવરણમાં ફરો. આ ઉપરાંત તમારા નોર્મલ ભોજનમાં મલ્ટિવિટામિન અને એન્ટિઓક્સિડન્ટ ફૂડનો ઉપયોગ કરો.
5.ચેર હાઈટને એડજસ્ટ કરો: ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આંખોનાં સ્વાસ્થ્ય માટે કામ કરતી વખતે પોશ્ચર અને મોનિટરને બેલેન્સ કરવું જરૂરી છે. સ્ક્રીન હાઈટ નીચી હોવી જોઈએ. કારણ કે, નીચે જોવાથી આંખો થોડી જ ખુલે છે.
6.ચશ્માં હોય તો તેનો ઉપયોગ કરો: ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, જે લોકોને ચશ્માં છે તેઓ તેનો ઉપયોગ કરે. તમને ભલે ચશ્માં વગર પણ ચોખ્ખું દેખાય તેમ છતાં ચશ્માં પહેરો.

શું મિત્રો સાથે બહાર મેચ જોવી સુરક્ષિત છે?
ઘણીવાર લોકો ઘરને બદલે મિત્રો સાથે રૂફ ટોપ કેફે કે રેસ્ટોરાંમાં જઈને મેચ જોવાનું પસંદ કરે છે. એક્સપર્ટ પણ બંધ જગ્યાને બદલે ખુલ્લી જગ્યામાં બેસવાની સલાહ આપે છે. ધ્યાન રાખો કે તમને કે તમારા કોઈ મિત્રમાં કોરોનાના લક્ષણ દેખાય તો બહાર એકસાથે ન જવું.

જો તમે રેસ્ટોરાં કે બહાર કોઈ પણ જગ્યા પર મેચ જોવા જઈ રહ્યા છો તો ખુરશીઓ વચ્ચે યોગ્ય અંતર રાખો અને જમવાનું શેર ન કરવું. જો કોઈ રેસ્ટોરાંમાં ભીડ વધારે છે તો તમે કોઈ બીજો ઓપ્શન શોધો. માત્ર ભીડ જ નહિ પણ સ્ક્રીનવાળી જગ્યા પર જોવો કે સ્ટાફે માસ્ક પહેર્યા છે કે નહિ અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રત્યે કેટલા અલર્ટ છે. શક્ય હોય તો બહારના ભાગનું ટેબલ સિલેક્ટ કરો.

અન્ય સમાચારો પણ છે...