તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Swiggy Launches Digital Wallet 'Swiggy Money' In Association With ICICI Bank, Payments Can Be One Click

સુવિધા:સ્વિગીએ ICICI બેંકની સાથે મળીને ડિજિટલ વોલેટ 'સ્વિગી મની' લોન્ચ કર્યું, એક ક્લિકમાં પેમેન્ટ કરી શકાશે

3 મહિનો પહેલા
  • ઓર્ડર કરતાં સમયે ઓછા સમયમાં પેમેન્ટ કરી શકશે યુઝર
  • વધારે પૈસાનો ઓર્ડર હોવા પર સ્પ્લિટ-પે વિકલ્પ મળશે

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ ફૂડ ઓર્ડર દરમિયાન ઓછા સમયમાં પેમેન્ટ માટે મંગળવારે પોતાનું ડિજિટલ વોલેટ 'સ્વિગી મની' લોન્ચ કરી દીધું છે. આ વોલેટ દ્વારા ગ્રાહકો માત્ર એક ક્લિકમાં પેમેન્ટ કરી શકશે. આ ડિજિટલ વોલેટને સ્વિગીએ ICICI બેંકની સાથે મળીને લોન્ચ કર્યું છે. 

સ્વિગી મનીમાં રિફંડ પણ માંગી શકશે યુઝર
કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, યુઝર સ્વિગી મનીનો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ રિફંડ પણ લઈ શકશે અને આ પૈસાનો ઉપયોગ સરળ ચેકઆઉટ માટે કરી શકશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, યુઝર રિફંડની રકમ ભવિષ્યના ઓર્ડર માટે પણ વાપરી શકે છે. સ્વિગીના વાઈસ પ્રેસિડન્ટ પ્રોડક્ટ્સ આનંદ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, સ્વિગી મની ફૂડ ઓર્ડર દરમિયાન યુઝર્સને ઝડપી અને સરળ ચુકવણીનો વિકલ્પ પ્રદાન કરશે.

ICICI બેંકના ગ્રાહકો તરત ઉપયોગ કરી શકશે
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ICICI બેંકના ગ્રાહક ડિજિટલ વોલેટ સ્વિગી મનીનો ઉપયોગ તરત કરી શકે છે. નોન-ICICI બેંક યુઝર્સે પહેલા તેમની આઈડી માહિતી બેંકને આપવાની રહેશે. ત્યારબાદ તેઓ સ્વિગી મની વોલેટનો ઉપયોગ કરી શકે છે. સ્વિગી મનીના ગ્રાહકો કોઈપણ બેંકિંગ વિકલ્પ દ્વારા પોતાના વોલેટમાં રકમ જમા કરી શકે છે.

વધારે રકમનો ઓર્ડર હોવા પર બીજા માધ્યમથી પણ ચૂકવણી કરી શકાશે
જો કોઈ ગ્રાહકનો ઓર્ડર વોલેટમાં જમા રકમ કરતાં વધી જાય તો આવા ગ્રાહકોને સ્પ્લિટ-પેનો ઓપ્શન મળશે. તેના અંતર્ગત ગ્રાહક વોલેટમાં રહેલા રૂપિયાની સાથે બાકીની રકમની ચૂકવણી અન્ય બેંકિંગ રીતે પણ કરી શકે છે. સ્વિગી હાલમાં દેશના 500થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો