ફીચર આર્ટિકલ:મારુતિ સુઝુકી Swift S-CNG : દેશની સૌથી શક્તિશાળી CNG હેચબેક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ આ તહેવારમાં ફ્યુઅલ એફિશિયન્ટ અને શક્તિશાળી કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો તમારા માટે મારુતિ સુઝુકી Swift S-CNG શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ભારતની સૌથી ઇંધણ કાર્યક્ષમ પ્રીમિયમ CNG હેચબેક કાર છે અને ખાસ કરીને યુવાનો માટે બનાવવામાં આવી છે. આ કારે પોતાની #BeLimitless ટેગલાઈનને સાકાર કરી રહી છે.

મારુતિ સુઝુકી હંમેશાથી એક સ્પોર્ટી, યુવા, રોમાંચક અને પ્રેરણાદાયી બ્રાન્ડ તરીકે ભારતીય પરિવારોની મનપસંદ બ્રાન્ડ રહી છે. ભારતીય ઘરોની ઇંધણ કાર્યક્ષમતાની માગને પહોંચી વળવા માટે આ વખતે કંપનીએ Swift S-CNG મોડેલ લોન્ચ કર્યું છે, જેના બે પ્રકારો (VXi CNG અને ZXi CNG) બજારમાં ઉપલબ્ધ છે. પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવા માટે સતત પોતાની જાતને પડકાર ફેંકે છે તેવી ફિટનેસ કેન્દ્રિત લોકો માટે આ મોડેલ આકર્ષક દેખાવ, આધુનિક અને અદ્યતન ગતિશીલ મોડેલો સાથે ઓફર કરવામાં આવે છે.

આ પાવરફુલ કારમાં ફેક્ટરી-ફિટેડ એસ-સીએનજી ટેકનોલોજીની સુવિધા સાથે એડવાન્સ્ડ કે-સિરીઝ 1.2L ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન છે, જે 57kW@6000rpm અને 77.49PS@6000rpm મહત્તમ પાવર પૂરો પાડે છે. તેનો મહત્તમ ટોર્ક 98.5Nm@4300rpm છે અને તે 30.90 કિમી/કિગ્રાની# ઇંધણ કાર્યક્ષમતા ધરાવે છે. આ સુવિધાઓ તેને ભારતની સૌથી શક્તિશાળી હેચબેક અને સૌથી વધુ બળતણ કાર્યક્ષમ CNG પ્રીમિયમ હેચબેક કાર* તરીકે સ્થાપિત કરે છે.

વિશેષ ફીચર્સ

સ્વિફ્ટ CNGમાં તમને હરિત ગતિશીલતા સાથે અમર્યાદિત રોમાંચ પણ મળી રહે છે. તે ફેક્ટરી-ફિટેડ S-CNG ટેકનોલોજીથી સજ્જ છે, જે વિશ્વસનીય કામગીરી, અદ્યતન સલામતી અને સર્વોચ્ચ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. S-CNG ટેકનોલોજી સ્વિફ્ટના VXi અને ZXi વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ફેક્ટરી-ફિટેડ S-CNG સેટઅપ લીક-પ્રૂફ અને કાટ-પ્રતિરોધક ડિઝાઇન સાથે આવે છે. ઉપરાંત, સલામતી અને ટકાઉપણા માટે પણ તેનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્ટ ઇન્જેક્શન સિસ્ટમ અને ડ્યુઅલ ECUને કારણે આ કાર ડ્રાઇવિંગની જુદી-જુદી સ્થિતિઓમાં સારો દેખાવ કરે છે. આ કારમાં રિફ્યુઅલિંગ દરમિયાન સેફ્ટી માટે માઈક્રો-સ્વિચ, ફાસ્ટ CNG રિફિલિંગ માટે એનજીવી રિસેપ્ટેકલ અને CNG ફ્યુઅલ લેવલ ઈન્ડિકેટર જેવા ફીચર્સ પણ હાજર છે.

એન્જિન અને માઈલેજ

મારૂતિ સુઝુકી Swift S-CNG હેચબેક કારમાં 1.2 લીટરના સીરીઝ ડુઅલ જેટ, ડુઅલ વીવીટી એન્જિન આપવામાં આવ્યું છે. જે સીએનજી મોડમાં 6,000rpm માં 76bhp અને 4,300rpmમાં 98.5Nmનો ટૉર્ક જનરેટ કરે છે. S-CNG વર્ઝનમાં ફાઇવ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. આ મૉડલ 30.9 કિમી/લીટરનું માઈલેજ# આપે છે, જ્યારે પેટ્રોલ વેરિએન્ટનું માઈલેજ 23.2 કિમી/લીટર છે.

ડિઝાઈન અને ડાઇમેન્શન

આ કાર મોટાભાગે પોતાના પેટ્રોલ વેરિએન્ટ જેવી જ દેખાય છે. જેમાં એકજેવી હેડલાઇટ, ગ્રિલ, સાઇડ પ્રોફાઇલ અને રિયર પ્રોફાઇલ છે. લુક્સની દૃષ્ટિએ પેટ્રોલ અને સીએનજીથી ચાલતી સ્વિફ્ટ મૉડલમાં અંતર નથી. તેની લંબાઈ 3,845mm, પહોળાઈ 1,735mm, ઊંચાઈ 1,530mm અને વ્હીલબેસ 2,450mm છે. હેચબેકનું ડાઇમેન્શન પણ પેટ્રોલ વેરિએન્ટ જેવું જ છે.

ઉપલબ્ધ વેરિએન્ટ

મારૂતિ સુઝુકી Swift S-CNG ના VXI વેરિએન્ટની કિંમત માત્ર 7,77,000 રૂપિયા છે, જ્યારે તેનું ZXI વેરિએન્ટ માત્ર 8,45,000 રૂપિયામાં મળે છે. આ કિંમત દિલ્હીની એક્સ શોરૂમ કિંમત છે. VXi વેરિએન્ટમાં રિયર પાર્કિંગ સેન્સર, બ્લૂટૂથ કનેક્ટિવિટીની મ્યૂઝિક સિસ્ટમ, 4-સ્પીકર ઓડિયો સિસ્ટમ, મેન્યુઅલ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, સિંગલ-ટોન ઇન્ટિરિયર સહિત અનેક આકર્ષક ફિચર્સ મળશે. જ્યારે ZXi વેરિએન્ટમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એન્ડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કારપ્લે, નેવિગેશન અને સ્ટીયરિંગ-માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ પણ મળશે.

ઉલ્લેખનીય છે કે જો તમે દેશની સૌથી દમદાર સીએનજી હેચબેક કાર લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે મારૂતિ સુઝુકી Swift S-CNG એક સારો વિકલ્પ છે.

સ્પષ્ટતાઃ

#CMVR 1989ના નિયમ 115(G) હેઠળ ટેસ્ટ એજન્સી દ્વારા સર્ટિફાઇડ થયા પ્રમાણે.

*JATO ડાયનામિક્સ ફ્યુઅલ એફિશિઅન્સી ડેટા દ્વારા કરાયેલા દાવા પ્રમાણે.

અન્ય સમાચારો પણ છે...