• Gujarati News
 • Utility
 • Sweaters And Hats Can Cause Heart Attacks, Seizures, So Be Careful With Small Children

રાતે ગરમ કપડાં પહેરવાં નુકસાનકારક!:સ્વેટર અને ટોપીને કારણે હાર્ટ-એટેકની શક્યતા, આવી શકે છે વાઇનો હુમલો, નાનાં બાળકોનું આ રીતે રાખો ધ્યાન

9 દિવસ પહેલા

શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં જો કોઈ વાત કોમન હોય તો એ છે 'એલર્જી'. શિયાળાની ઋતુમાં એક ઉપર એક કપડાં પહેરવાને કારણે એલર્જી થઈ શકે છે. તો ઘણા લોકો ઠંડીને કારણે રાતે પણ ગરમ કપડાં પહેરીને સૂઈ જાય છે, જેને કારણે ઠંડીથી રાહત મળે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આજે કામના સમાચારમાં જાણીશું કે ગરમ કપડાં પહેરીને સૂવું કેમ નુકસાનકારક તેમજ સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે

સવાલ : સ્વેટર પહેરીને સૂવું કેમ નુકસાનકારક છે?
જવાબ: રાતે સ્વેટર પહેરીને સૂવાથી ઠંડીમાં તો રાહત મળે છે, પરંતુ શરીરમાં અનેક પ્રકારની સાઈડઇફેક્ટ્સ જોવા મળે છે. આ સાઈડઈફેક્ટ્સ ઊનની ગુણવત્તાને કારણે થાય છે. ઊન એ ગરમીનું અવાહક છે. ઊનને કારણે હવા ફસાઈ જાય છે. આ કારણસર આપણા શરીરમાં ઉત્પન્ન થતી ગરમી બંધ થઈ જાય છે અને બહાર આવતી નથી. આ રીતે આપણે ઠંડીથી બચીએ છીએ, પરંતુ એ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે.

સવાલ : ગરમ કપડાંથી નુકસાન ન થાય એ માટે શું કરવું જોઈએ?
જવાબ: આ રીતે બચી શકાય...

 • જો ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ હોય તો ખંજવાળશો નહીં.
 • ડૉક્ટરની સલાહ લઈને જ કોઈ લોશન લગાવો.
 • ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો, શરીર પર સાબુ પણ ન લગાવો.
 • કુદરતી રંગનાં જ કપડાં ખરીદો.
 • બેડ પર સોફ્ટ ટોય અને સિન્થેટિક ફેબ્રિકની વસ્તુઓ ન મૂકો.
 • સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખો.

સવાલ : ગરમ કપડાં પહેરીને સૂવાથી ઊંઘમાં કેમ સમસ્યા થાય છે?
જવાબ: સારી ઊંઘ આવે એ માટે શરીરનું તાપમાન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ગરમ કપડાં પહેરવાથી આ વાત શક્ય નથી. સ્વેટર પહેરવાથી શરીરનું તાપમાન અંદર જકડી રાખે છે, જેને કારણે રાત્રે બેચેની અનુભવાય છે અને ઊંઘ પૂરી થતી નથી તેમજ સવારે બેચેની અનુભવાઈ છે.

સવાલ : રાતે સૂતા સમયે વૂલનની કેપ કેમ ન પહેરવી જોઈએ?
જવાબ: શિયાળામાં વૂલન કેપ પહેરીને ન સૂવું જોઈએ. વૂલન કેપ પહેરવાથી સૌથી વધુ નુકસાન વાળને થાય છે. એને કારણે ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ આવે છે અને વાળના ફોલિકલ્સ અવરોધિત થઈ શકે છે. એને કારણે સ્કેલ્પમાં ઈન્ફેક્શન થઈ શકે છે. જો વૂલન કેપ ટાઈટ હોય તો પહેરવાથી સ્કેલ્પમાં તેલ ભેગું થાય છે, જેને કારણે જે વિવિધ સમસ્યાઓ થઈ શકે છે.

જો તમારે સૂતી વખતે ટોપી પહેરવી હોય તો...

 • કોટન કેપ પહેરો.
 • હંમેશાં ધોયેલી કેપ પહેરો.
 • કેપ ખૂબ ટાઈટ ન હોવી જોઈએ.
 • જો બાળક કેપ પહેરે છે, તો ધ્યાનમાં રાખો કે સૂતી વખતે તેની આંખો અને નાકને કેપથી ઢાંકવું જોઈએ નહીં.

સવાલ : શું ધાબળાથી માથું ઢાંકીને સૂવું પણ નુકસાનકારક હોઈ શકે?
જવાબ: માથા પર ધાબળો ઓઢાડીને સૂવાથી રૂમમાં રહેલો તાજો ઓક્સિજન શરીરમાં પ્રવેશી શકતો નથી. બ્લેન્કેટની અંદર રહેલો ઓક્સિજન શ્વાસ લેતો રહે છે. જ્યારે બ્લેન્કેટની અંદર ઓક્સિજનની ઊણપ હોય છે, ત્યારે માત્ર અશુદ્ધ હવા જ શરીરની અંદર જવા લાગે છે, જેને કારણે તમામ અંગોમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી.
આ સિવાય માથું ધાબળાથી ઢાંકીને સૂવાથી આ સમસ્યાઓ થઈ શકે છે.

 • માથું ધાબળાથી ઢાંકીને સૂવાથી ચહેરા પર કાર્બન ડાયોક્સાઈડ જમા થવા લાગે છે. એને કારણે માનસિક અને વર્તનમાં ફેરફાર જોવા મળે છે.
 • એની સૌથી ખરાબ અસર ફેફસાં પર પડે છે. ફેફસાં સંકોચવા લાગે છે, એટલે કે ફેફસાંમાં ગેસ એક્સચેન્જનું કામ યોગ્ય રીતે થતું નથી, જેને કારણે અસ્થમા, સુસ્તી, ઉન્માદ અને વારંવાર માથાનો દુખાવો થઈ શકે છે.
 • માથું ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થઈ શકે છે. ઠંડીના દિવસોમાં વેન્ટિલેશન યોગ્ય રહેતું નથી અને બારીઓ પણ બંધ રહે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
 • જ્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન હોય ત્યારે એપિલેપ્સીનો હુમલો આવી શકે છે.

સવાલ : શિયાળામાં પગ ઠંડા થઈ જાય છે, તેથી મોજાં પહેરીને સૂવાથી શું સમસ્યા થઈ શકે?
જવાબ : શિયાળામાં મોજાં પહેરીને સૂવું નુકસાનકારક છે, કારણ કે…

 • ઊન ઠંડીથી તો રક્ષણ આપે છે, પરંતુ એ પરસેવો શોષી શકતું નથી.
 • તેથી બેક્ટેરિયા વધી શકે છે.
 • હાથ અને પગમાં એલર્જી થઈ શકે છે.
 • બ્લડ સર્ક્યુલેશનમાં પણ સમસ્યા હોઈ શકે છે.
 • ખૂબ ચુસ્ત મોજાં પહેરવાથી લોહીના પ્રવાહમાં સમસ્યા થવાની શક્યતા રહે છે.
 • ચુસ્ત મોજાં પહેરીને સૂવાથી પગની ચેતા પર દબાણ આવે છે, જેને કારણે હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
 • ઓવરહીટિંગ એક સમસ્યા હોઈ શકે છે, જેને કારણે રાત્રે બેચેની થાય છે.
 • જો તમે દિવસભર પહેરેલાં મોજાં પહેરીને રાતે સૂઈ જાઓ છો, તો ત્વચાની એલર્જી થઈ શકે છે.

સવાલ : શું કોટનનાં મોજાં પહેરીને સૂઈ શકો છો?
જવાબ: ઊનના સૉક્સની સરખામણીએ કોટન સૉક્સ સારા છે. કોટન એક બ્રેથેબલ ફેબ્રિક છે. જો તમે એને રાત્રે પહેરીને સૂઈ જાઓ તો નુકસાન નહીં થાય. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે વધારે ટાઈટ મોજાં ન પહેરો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો.

સવાલ : ઊનનાં મોજાં અને સ્વેટરથી શું એલર્જી થઈ શકે છે?
જવાબ : કેટલાક લોકો નબળી ગુણવત્તાવાળા ઊન અને સિન્થેટિક મિક્સ વૂલમાંથી બનેલાં સ્વેટર, શાલ પહેરે તો એલર્જી થાય છે. તો આ ફક્ત સ્વેટર સાથે જ નહીં, પણ ધાબળા સાથે પણ થશે. આ સમસ્યાને ક્લોધિંગ ડર્મેટાઇટિસ પણ કહેવામાં આવે છે. જ્યારે તમે આ કપડાં પહેરો છો તો શરીરમાં કપડાંના રેસા, રંગો અથવા અન્ય રસાયણોનું રિએક્શન આવે છે.

ક્યારેક ગરમ કપડાં ધોવા માટે વપરાતા ડિટર્જન્ટથી પણ એલર્જી થઇ શકે છે. કપડાંને એકવાર સુગંધ અને કેમિકલમુક્ત ડિટર્જન્ટથી ધોવાનો પ્રયાસ કરો. આ પછી જો એલર્જીનાં લક્ષણો જોવા મળે તો એનો અર્થ એ છે કે તમારી એલર્જી ડિટર્જન્ટથી જ હતી.

સવાલ : ગરમ કપડાં પહેરીને સૂવાથી થતા વાઈના રોગ વિશે વિગતવાર જણાવો, એનાં લક્ષણો શું છે?
જવાબ : એપિલેપ્સી એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરને કારણે અનેક બીમારીઓ ઘર કરી શકે છે, જેમાં મગજમાં કોઈ પ્રકારની સમસ્યાને કારણે વ્યક્તિને વાઈનો હુમલો આવવા લાગે છે.

આ રહ્યા વાઈનાં લક્ષણો...

 • અચાનક ગુસ્સો આવવો
 • ચક્કર આવવાં
 • એક જગ્યા પર વારંવાર ચાલવું
 • તાવ જેવું લાગવું
 • અંધારપટ કે યાદશક્તિમાં ઘટાડો થવો
 • કોઈ કારણ વગર સુન્ન થઈ જવું
 • ઊભા થવાથી અચાનક નીચે પડી જવું
 • વારંવાર એક જ વર્તન કરવું
 • શરીરમાં ઝણઝણાટી આવવી
 • સતત તાળીઓ પાડવી અથવા હાથ ઘસવા
 • અચાનક ડર અને બોલવામાં અસમર્થતા દેખાવવી
 • સ્પર્શ, સાંભળવાની અથવા સૂંઘવાની ક્ષમતામાં ફેરફાર
 • થોડી-થોડીવારે બેહોશ થઈ જવું

સવાલ : સૂતા સમયે ગરમ કપડાં ન પહેરવાથી ઠંડી લાગે છે તો કેવી રીતે સમસ્યાનું નિરાકરણ આવી શકે?
જવાબ : સામાન્ય રીતે સૂતી વખતે થોડી-થોડી ઠંડી લાગે છે. એટલા માટે રૂમને ગરમ રાખવો સૌથી વધુ જરૂરી છે. આ માટે હીટર કે સ્ટવ સળગાવવો જરૂરી નથી. જાડા પડદા મૂકીને જમીન પર કાર્પેટ બિછાવીને પણ રૂમને ગરમ રાખી શકાય છે.

 • બેડને આ રીતે ગરમ રાખી શકાય...
 • કોટનની ચાદરની બદલે ગાદલું રાખો.
 • હોટ વોટર બેગ લઈને સૂઈ શકો છો.
 • હીટિંગ જેલ પેક લઈને પણ સૂઈ શકાય છે.
 • મોટા ગાદલાનો ઉપયોગ કરો.

સવાલ : નાનાં બાળકો રાત્રે ધાબળો બરાબર ઢાંકતાં નથી, તેથી ગરમ કપડાં પહેરીને સૂવું નુકસાનકારક છે?
જવાબ : શિયાળામાં નાનાં બાળકોનું આવી રીતે રાખો ધ્યાન...

 • બાળકના હાથ પર ધ્યાન આપો. હાથને ધાબળોથી ઢાંકો અથવા મોજાં પહેરાવો.
 • ગરમ કપડાંની નીચે સોફ્ટ કોટનનાં કપડાં પહેરો.
 • સૂતી વખતે બાળકનું માથું ઢાંકવું નહીં.
 • જ્યારે બાળક સૂઈ રહ્યું હોય ત્યારે તેને પરસેવો તો નથી ને... તપાસતા રહો.
 • જો સૂતી વખતે બાળકની ત્વચા લાલ થઈ જાય અને તે ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરે, તો કેપ કાઢી નાખો.
 • સૂતી વખતે બાળકને ઓછાં કપડાં પહેરવા દો. વધુપડતા કપડાં બાળકને ગૂંગળામણ થવાનું કારણ બની શકે છે.