આજકાલ સ્માર્ટવોચ લોકોની જરૂરિયાત બની ગઈ છે, કેમ કે મહામારીએ લોકોનું ધ્યાન સ્વાસ્થ્યની તરફ કેન્દ્રિત કરી દીધું છે. તમારા કાંડા પર બાંધવામાં આવેલી વોચને ખબર હોય છે કે તમે એક દિવસમાં કેટલા સ્ટેપ ચાલો છો, કેટલી એક્સર્સાઈઝ કરો છો, હાર્ટબીટ કેટલી છે અને એટલે સુધી કે ઓક્સિજન લેવલ પણ. એટલું જ જરૂરી વસ્તુને ચાર્જ કરવાની છે. જો કોઈ દિવસ તમે તેને ચાર્જ કરવાનું ભૂલી જાવ તો તમે ટેન્શનમાં આવી જાવ છો. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે હવે તમારી સ્માર્ટવોચ પરસેવાથી ચાર્જ થશે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય.
જો કે, આ સાચું છે. વૈજ્ઞાનિકોએ સ્માર્ટવોચ માટે એક ખાસ બેટરી બનાવી છે જે ઈલેક્ટ્રિસિટીની જગ્યાએ પરસેવાથી ચાર્જ થઈ શકે છે. આ એક પ્રકારની પોર્ટેબલ બેટરી છે જે સ્પેશિયલ વાયરલેસ ડિવાઈસ માટે બનાવવામાં આવી છે. આ બેટરી માત્ર બે મિલીલીટર પરસેવાથી 20 કલાક માટે સ્માર્ટવોચ ચાર્જ કરી શકે છે.
0.8 સ્ક્વાયર ઈંચની પ્લેન બેન્ડેજવાળી પોર્ટેબલ બેટરી
સિંગાપોરમાં નાનયાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ 0.8 સ્ક્વેર ઈંચની પ્લેન બેન્ડેજવાળી એક પોર્ટેબલ બેટરી બનાવી છે. આ બેટરી એક સ્ટ્રેચેબલ અને પરસેવો શોષી લેતા કપડાથી અટેચ હોય છે. તેને કાંડામાં સ્માર્ટવોચની સાથે અટેચ કરીને પહેરી શકાય છે.
પરસેવાને સ્ટોર કરવાની પણ ક્ષમતા
સ્માર્ટવોચ જેવા અન્ય વિયરેબલ ગેજેટ્સમાં પણ તેને લગાવી શકાય છે. તેમાં પરસેવો શોષવાની સાથે પરસેવાને સ્ટોર કરવાની ક્ષમતા છે. તેનાથી એ ફાયદો થાય છે કે પરસેવો ઓછો થવા પર પણ બેટરી સતત કામ કરતી રહે છે. જેમ કે જો વ્યક્તિ ચાલીને બેસી જાય, અથવા ઊંઘતી વખતે અથવા આરામ કરતી વખતે પરસેવો ઓછો થાય છે, તો આવા સમયે બેટરી પહેલાથી એટલો પરસેવો સ્ટોર કરીને રાખે છે કે જેનાથી તમારી સ્માર્ટવોચ ચાલતી રહે છે.
વાયરલેસ ગેજેટ્સના ચાર્જિંગ માટે નવા ડિવાઈસની શોધ ચાલુ
નાનયાંગ ટેક્નોલોજીના સાયન્ટિસ્ટ અને રિસર્ચ હેડના જણાવ્યા પ્રમાણે, આ નવી ટેક્નિક પહેરવામાં આવતા ગેજેટ્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે, વાયરલેસ ગેજેટ્સના ચાર્જિંગ માટે વધુ નવી વસ્તુ શોધી રહ્યા છે, જે હવામાનને અનુકૂળ તો હોય સાથે વીજળીથી ચાર્જ થતી બેટરી કરતા અલગ હોય.
સંશોધકોના અનુસાર, મનુષ્યના શરીરનો પરસેવો આ બેટરીને ચાર્જ કરવામાં મદદરૂપ છે. તે સાથે આ બેટરી તમામ પ્રકારના પહેરવામાં આવતા ગેજેટ્સને ચાર્જ કરવામાં સક્ષમ હશે. સંશોધકોએ સૌથી પહેલા આર્ટિફિશિયલ મનુષ્યનો પરસેવો ચેક કર્યો તો જાણવા મળ્યું કે આ બેટરી 3.57 વોટ વોલ્ટેજ પેદા કરે છે, પરંતુ માનવ પરસેવાથી તે 4.2 વોટ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે.
અગાઉ મોબાઈલ ચાર્જ કરવા માટે પણ આવું ડિવાઈસ આવી ચૂક્યું છે
અગાઉ સેનડિએગોની કેલિફોર્નિયા યુનિવર્સિટીની ટીમે એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જેનાથી મોબાઈલ પણ વીજળી વગર ચાર્જ થઈ શકશે. તેમના અનુસાર, ઊંઘતી વખતે ડિવાઈસને પહેર્યા બાદ પરસેવાથી વીજળી પેદા થશે, જેનાથી મોબાઈલ ફોન અને સ્માર્ટવોચ ચાર્જ થઈ શકશે.
રિસર્ચ કરી રહેલી ટીમે જણાવ્યું કે, આ ડિવાઈસને આંગળીઓ પર અટેચ કરી શકાય છે. ઊંઘતી વખતે આંગળીના ભેજથી વીજળી ઉત્પન્ન થશે. ત્રણ સપ્તાહ સુધી સતત પહેર્યા બાદ તે સ્માર્ટફોનને ચાર્જ કરી શકશે. તેની ક્ષમતાને ટૂંક સમયમાં વધારવામાં આવશે તેની સંભાવના છે.
આ રીતે કામ કરશે મોબાઈલ અને સ્માર્ટવોચ ચાર્જ કરતી બેટરી
ડિવાઈસને બેન્ડની જેમ મોબાઈલ માટે પ્લાસ્ટરની તરફ આંગળીઓ અને સ્માર્ટવોચ માટે કાંડાની ચારેય તરફ બાંધી શકાય છે. કાર્બન ફોમ ઈલેક્ટ્રોડનું એક પેડિંગ પરસેવાને શોષે છે અને તેને વીજળીમાં રૂપાંતરિત કરે છે. ઈલેક્ટ્રોડ, એન્ઝાઈમથી સજ્જ હોય છે જે વીજળી ઉત્પન્ન કરવા માટે પરસેવામાં લેક્ટેટે અને ઓક્સિજન મોલેક્યુલ્સની વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયાઓને ટ્રિગર કરે છે. જેવો પહેરનારને પરસેવો થાય છે અથવા પટ્ટી પર દબાણ પડે છે તો વીજળી ઉત્પન્ન થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.