તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Surgical Masks Can Be Used Again After Double Masking, Know The Right Way To Disinfect It

કામની વાત:ડબલ માસ્કિંગ પછી ફરીથી સર્જિકલ માસ્કનો ઉપયોગ કરી શકાય છે, જાણો તેને ડિસઈન્ફેક્ટ કરવાની યોગ્ય રીત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી ગાઈડલાઈનના અનુસાર, કોરોનાનાં ગંભીર સંક્રમણથી બચવા માટે ડબલ માસ્કિંગની સલાહ આપવામાં આવી રહી છે. ડબલ માસ્કિંગ એટલે કે એક સાથે બે માસ્ક પહેરવા. તેમાં એક સર્જિકલ માસ્ક હોય છે અને એક કપડાંનું માસ્ક. કપડાંનું માસ્ક રિયુઝેબેલ હોય છે. એટલે કે તેને ધોઈને ફરીથી પહેરી શકાય છે, પરંતુ સર્જિકલ માસ્કને ધોઈ નથી શકાતું, તેથી મોટાભાગના લોકો તેને પહેરવાનું ટાળે છે, કેમ કે લોકો તેને સિંગલ યુઝ માસ્ક સમજે છે, પરંતુ આવું નથી, સર્જિકલ માસ્ક પણ ફરીથી ઉપયોગ કરી શકાય છે.

સાત દિવસ બાદ ડબલ માસ્કિંગ માટે ઉપયોગ કરો સર્જિકલ માસ્ક
સેન્ટરની ગાઈડલાઈનના અનુસાર, સિંગલ માસ્કિંગ માટે ઉપયોગ કરવામાં આવતા સર્જિકલ માસ્ક માત્ર એક જ વખત ઉપયોગ કરી શકાય છે. તેને ધોઈ પણ નથી શકાતું, પરંતુ ડબલ માસ્કિંગ કરવા પર સર્જિકલ માસ્કનો 5 વખત ઉપયોગ કરી શકાય છે. ડબલ માસ્કિંગમાં ઉપયોગ થતા સર્જિકલ માસ્કને સાત દિવસ માટે કોઈ ડ્રાય પ્લેસ પર રાખો, તેને તડકામાં જરૂરથી રાખો. સાત દિવસ બાદ તમે આ માસ્કને ડબલ માસ્કિંગ માટે ફરીથી ઉપયોગ કરી શકો છો.

કાગળના પરબિડીયામાં માસ્ક રાખો
ધ લાન્સેન્ટમાં પ્રકાશિત એક રિસર્ચના અનુસાર, સતત સાત દિવસ સુધી સર્જિકલ માસ્કને કોઈ પેપરમાં રાખ્યા બાદ કોરોનાવાઈરસનું જોખમ માત્ર 0.1 ટકા રહે છે. આ રિસર્ચના અનુસાર, કોઈ પેપરના પરબિડીયામાં સાત દિવસ સુધી સર્જિકલ માસ્કને બંધ રાખો. ત્યારબાદ આ માસ્કનો ડબલ માસ્કિંગ માટે ઉપયોગ કરો.

જો તમે સર્જિકલ માસ્કનો સિંગલ માસ્કિંગ માટે ઉપયોગ કર્યો છે, તો તમે તેને ફરીથી ઉપયોગ નહીં કરી શકો.

આ રીતે ડબલ માસ્કિંગ કરો
એક્સપર્ટના અનુસાર, ડબલ માસ્કિંગ માટે એક સર્જિકલ માસ્ક અને એક કપડાંનું માસ્ક સારો ઓપ્શન છે. સૌથી પહેલા સર્જિકલ માસ્કના ઈલાસ્ટિકની ગાંઠ બાંધો અને કિનારીની અંદરની તરફ ફોલ્ડ કરો. સર્જિકલ માસ્ક લગાવો અને તેની પિનને નાક પર સારી રીતે એડજસ્ટ કરો. આ માસ્કની ઉપર કપડાંનું માસ્ક લગાવો.