• Gujarati News
  • Utility
  • Surgical Masks Are More Effective Than Clothing Masks To Prevent Corona, Its Filtration Efficiency Is 95%

માસ્કને લઈને સૌથી મોટું રિસર્ચ:કોરોનાથી બચવા માટે કપડાના માસ્ક કરતાં સર્જિકલ માસ્ક વધુ અસરકારક, તેની ફિલ્ટ્રેશન એફિશિયન્સી 95% છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યના ઉર્જા મંત્રી નીતિન રાઉતે જણાવ્યું કે, જે રીતે નાગપુરમાં કોરોનાના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે, તેનાથી એવું કહી શકાય છે કે નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

તેનાથી બચવાનો અસરકારક ઉપાય માસ્ક છે. તેમ છતાં તેને લઈને લોકો બેદરકાર છે. મોટી સંખ્યામાં લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે.

માસ્કને લઈને અત્યાર સુધીનું સૌથી મોટું રિસર્ચ સામે આવ્યું છે જેમાં જાણવા મળ્યું કે જે વિસ્તારમાં સૌથી વધારે લોકો સર્જિકલ માસ્કનો ઉપયોગ કરે છે ત્યાં કોરોનાનાં કેસ ઘણા ઓછા હતા.

વાઈરસના પ્રકોપથી બચવા માટે ફેસ માસ્ક સૌથી વધુ જરૂરી છે. બાંગ્લાદેશમાં એક રિસર્ચ સામે આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં કોરોના મહામારીને કંટ્રોલ કરવામાં સર્જિકલ માસ્ક સૌથી વધારે અસરકારક સાબિત થયું છે. આ રિસર્ચે માસ્કની ભૂમિકા પર સતત ઉઠી રહેલા સવાલનો જવાબ આપ્યો છે કે કોરોનાનો સામનો કરવામાં તેની મુખ્ય ભૂમિકા છે.

બાંગ્લાદેશના 600 ગામમાં રિસર્ચ થયું
બાંગ્લાદેશના 600 ગામના 3,50,000 સહભાગીઓ પર આ રિસર્ચ થયું. તેમાં સામે આવ્યું કે સર્જિકલ માસ્કે તે ગામમાં સંક્રમણને કંટ્રોલ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે, જ્યાં લોકોની વચ્ચે માસ્ક ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચ ઈનોવેશન ફોર પોવર્ટી એક્શનમાં એક પ્રીપ્રિન્ટમાં પબ્લિશ થયું છે.

કોવિડ-19ના સમયગાળામાં ગ્રામીણ બાંગ્લાદેશમાં કમ્યુનિટી લેવલ માસ્ક પ્રમોશનથી જાણવા મળ્યું છે કે આ પહેલે માસ્કના ઉપયોગમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. એટલું જ નહીં, સિમ્પ્ટોમેટિક કોરોનાના સંક્રમણને પણ ઓછું કરી દીધું છે. તેનાથી જાણવા મળ્યું કે સમુદાયિક માસ્ક પહેરવાને પ્રોત્સાહન આપવાથી લોકોની હેલ્થમાં સુધારો થઈ શકે છે.

રિયુઝેબેલ સર્જિકલ અને કપડાના માસ્કને લઈને રિસર્ચ થયું
સંશોધકોએ રિયુઝેબલ સર્જિકલ માસ્ક અને કપડાના માસ્કને લઈને રિસર્ચ કર્યું. સંશોધકોએ ડોર-ટૂ-ડોર જઈને લોકોને ફ્રીમાં માસ્ક આપવા જોઈએ. વીડિયો અને બ્રોશર દ્વારા લોકોને માસ્ક પહેરવાની જાણકારી આપવી અને તેમને પબ્લિક પ્લેસ પર માસ્ક લગાવવા માટે કહેવું.

રિઝલ્ટમાં સામે આવ્યું કે આ પહેલથી કોરોના સંક્રમણના કેસોમાં 9.3%નો ઘટાડો થયો.

સર્જિકલ માસ્કની ફિલ્ટ્રેશન એફિશિયન્સી 95% છે

  • રિસર્ચમાં સર્જિકલ માસ્ક વધુ ઈફેક્ટિવ જોવા મળ્યું, ખાસ કરીને વૃદ્ધ લોકો પર તેની વધારે અસર જોવા મળી.
  • સર્જિકલ માસ્કે કોરોના સંક્રમણથી 11% સુરક્ષા પ્રદાન કર્યું, જ્યારે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં તેને 35% સંક્રમણ રોકવામાં મદદ કરી.
  • સંશોધકોના અનુસાર, સર્જિકલ માસ્કમાં ટ્રિપલ લેયર પોલીપ્રોપાઈલીન હોય છે, જે તેને 95 ટકા ફિલ્ટ્રેશન એફિશિયન્સી આપે છે અને તેનો ખર્ચ પણ કપડાના માસ્ક કરતા એક ચતુર્થાંશ હોય છે.
  • સંશોધકોના અનુસાર, સર્જિકલ માસ્ક વધારે કમ્ફર્ટેબલ હોય છે, ખાસ કરીને ગરમ અને હ્યયુમિડ વાતાવરણમાં. તેમજ કપડાના માસ્ક ધોયા બાદ પોતાની ચમક ગુમાવી દે છે.